________________
પંચમત્કાર
૫૪૭
આયુ બાંધે એવા જીવોને જ ઘટે છે.
તથા પૂર્વકોટિ વરસના આયુવાળા સઘળા જીવો કંઈ બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં જ આયુ બાંધે છે એવો નિયમ નથી. કેટલાક ત્રીજે ભાગે, કેટલાક ત્રીજા ભાગના ત્રીજા ભાગે એટલે કુલ આયુના નવમા ભાગે, કેટલાએક નવમા ભાગના ત્રીજા ભાગે એટલે કુલ આયુના સત્તાવીસમા ભાગે, યાવત્ કેટલાએક છેવટના અંતર્મુહૂર્વે પણ પારભાવિક આયુ બાંધે છે. જેટલું પોતાનું આયુ શેષ રહે અને પારભાવિક આયુ બાંધે તેટલો અબાધાકાળ છે. આ અબાધા ભોગવાતા આયુ સંબંધી સમજવાની છે, પરભવાયુ સંબંધી નહિ.
તેમજ ભોગવાતું આયુ જે સમયે પૂર્વ થાય તેના પછીના સમયે જ પરભવના આયુનો ઉદય થાય છે, વચમાં એક પણ સમયનું અંતર રહેતું નથી. જીવસ્વભાવે નિષેક રચના જ એ રીતે થાય છે. ભોગવાતા આયુના એક પણ સ્થાનકમાં થતી નથી, પરંતુ પછીના સમયથી આરંભીને જ થાય છે એટલે ભોગવાતું આયુ પૂર્ણ થાય કે પછીના જ સમયે પરભવના આયુનો ઉદય થાય છે. આ રીતે બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં આયુનો બંધ અને પૂર્વકોટિના ત્રીજા ભાગરૂપ ઉત્કૃષ્ટ અબાધા એ પૂર્વકોટિ વરસના આયુવાળા આશ્રયી કહ્યું છે માટે ઉક્ત હકીકત સંગત થાય છે. ૪૦
આ પ્રમાણે પરભવનું આયુ બાંધનારા પૂર્વકોટિ વરસના સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને પૂર્વ કોટિના ત્રીજા ભાગરૂપ ઉત્કૃષ્ટ અબાધા કહી. હવે પરભવાયુ બંધક શેષ જીવોને જેટલી અબાધા હોય તે કહે છે –
निरुवक्त्रमाण छमासा इगिविगलाण भवढिईतंसो । पलियासंखेज्जंसं जुगधम्मीणं वयंतन्ने ॥४१॥ निरुपक्रमाणां षण्मासा एकविकलानां भवस्थितित्र्यंशः ।
पल्यासंख्येयांशः युगलमिणां वदन्त्यन्ये ॥४१॥ અર્થ–નિરુપક્રમ આયુવાળાઓને છ માસ અબાધા છે. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને પોતાના આયુનો ત્રીજો ભાગ અબાધા છે. તથા યુગલિયાઓને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અબાધા છે એમ અન્ય આચાર્યો કહે છે.
ટીકાનુ–-નિરુપક્રમ-અનાવર્તનીય આયુવાળા દેવો નારકીઓ અને અસંખ્યય વરસના
- ૧. આયુષ્યકર્મનાં પુદ્ગલોને દ્રવ્યાયુષ અને દેવાદિગતિમાં સ્થિતિ કાલને કાલાયુષ કહે છે. તેમાં કાલાયુષના અપવર્તનીય અને અનપવર્તનીય એવા બે ભેદ છે :- ૧. વિષશસ્ત્રાદિ બાહ્ય નિમિત્તથી અને રાગાદિ આંતરનિમિત્તથી જે આયુષની સ્થિતિ ઘટે તે અપવર્તનીય આયુષ કહેવાય છે, અને તેવા નિમિત્તથી જે આયુષની સ્થિતિ ન ઘટે તે અનાવર્તનીય આયુષ કહેવાય છે. તેનો હેતુ આયુષના બંધની શિથિલતા અથવા મજબૂતાઈ છે. બંધસમયે આયુષનો શિથિલ બંધ કર્યો હોય તો તેનું અપવર્તન થાય છે, અને સખત બંધ કર્યો હોય તો અપવર્તન થતું નથી. તેમાં અનાવર્તનીય આયુષના સોપક્રમ અને નિરુપક્રમ એ બે ભેદ છે. ઉપક્રમ એટલે આયુષને ઘટવાનાં નિમિત્તો. તે વડે સહિત હોય. અર્થાત વિષશસ્ત્રાદિ નિમિત્તો મળવાથી જે આયુષ ન ઘટે પરંતુ આયુષ પૂર્ણ થયું હોય ત્યારે તે નિમિત્તોથી મરણ થયું જણાય, તે સોપક્રમ અનપવર્તનીય. અને