________________
પંચમત્કાર
૫૨૯
તથા વનસ્પતિકાય જીવોમાં સ્થિતિનો ક્ષય થવાથી જ્યારે દેવદ્રિક, નરકદ્ધિક અને વૈક્રિય ચતુષ્ક એ આઠ કર્મપ્રકૃતિઓની સત્તાનો નાશ થાય અને નામકર્મની એંશી પ્રકૃતિઓ સત્તામાં હોય ત્યારે નામકર્મની એંશી, વેદનીય બે, ગોત્ર બે, અનુભૂયમાન તિર્યંચનું આયુ, જ્ઞાનાવરણ પંચક, દર્શનાવરણ નવક, મોહનીય છવ્વીસ અને અંતરાય પાંચ એ પ્રમાણે એકસો ત્રીસનું સત્તાસ્થાન હોય છે અને પરભવનું આયુ બાંધે ત્યારે એકસો એકત્રીસનું સત્તાસ્થાન થાય છે.
આ પ્રમાણે સત્તાસ્થાનોનો વિચાર કરતાં એકસો બત્રીસનું સત્તાસ્થાન કોઈ રીતે સંભવતું નથી માટે સૂત્રકારે તેનું વર્જન કર્યું છે. અહીં જો કે સત્તાણું આદિ સત્તાસ્થાનો ઉક્ત પ્રકારે અન્ય અન્ય યોગ્ય પ્રકૃતિઓનો પ્રક્ષેપ કરવાથી અનેક પ્રકારે બીજી બીજી રીતે થાય છે, તોપણ સંખ્યા વડે તેઓ તુલ્ય હોવાથી એક જ વિવક્ષાય છે. એક જ સત્તાસ્થાન બીજી બીજી રીતે થાય તેથી સત્તાસ્થાનોની સંખ્યા વધતી નથી. માટે અડતાળીસ જ સત્તાસ્થાનો થાય છે, વધારે ઓછાં થતાં નથી,
આ સત્તાસ્થાનોમાં સઘળી કર્મપ્રકૃતિઓની સત્તાનો વિચ્છેદ થયા પછી તેઓની સત્તા ફરી નહિ થતી હોવાથી અવક્તવ્ય સત્કર્મ ઘટતું નથી.
અવસ્થિતસ્થાન ચુંમાળીસ છે, કારણ કે અગિયાર અને બારનું સત્તાસ્થાન અયોગીના ચરમસમયે તથા ચોરાણુંનું સત્તાસ્થાન ક્ષીણમોહ ગુણસ્થાનકના ચરમ સમયે જ હોય છે. એટલે એ ચાર સત્તાસ્થાનકો એક સમય પ્રમાણે જ હોવાથી અવસ્થિતપણે સંભવતા નથી માટે ચુંમાળીસ થાય છે. તથા અલ્પતર" સુડતાળીસ છે અને ભૂયસ્કાર સત્તર છે.
અન્ય આયુ બાંધતા નથી એ વાત બરાબર છે. પરંતુ એકસો સત્તાવીસમાં તિર્યંચાયુની સત્તા હોવા છતાં ફરી પરંભવ સંબંધી તિર્યંચાયુ લઈ એકસો અઠ્યાવીસની સત્તા કેમ કરી શકાય ? તે વિચારણીય છે.
૧. સયોગી કેવળી ગુણસ્થાનકના સત્તાસ્થાનોમાં ઘાતકર્મની પ્રકૃતિઓનો ક્રમશઃ પ્રક્ષેપ કરતાં એકસો છેતાળીસ સુધીનાં જે સત્તાસ્થાનો કહ્યાં તે જ ક્રમે એકસો છેતાળીસમાંથી પશ્ચાનુપૂર્વીએ પ્રવૃતિઓ ઓછી કરતાં સુડતાળીસ અલ્પતરો થાય છે.
૨. ભૂયસ્કાર સત્તર થાય છે તે આ પ્રમાણે તેઉવાયુમાં મનુષ્યદ્રિક અને ઉચ્ચગોત્ર ઉવેલાયા પછી
૯, વે-૨,૨ મો-૨૬, આ-૧, ગો-૧, અં-૫, અને નામ-૭૮ એ પ્રમાણે એકસો સત્તાવીસ પ્રકૃતિની સત્તા હોય છે, તે જ આયુના બંધે એકસો અઠ્યાવીસનું સત્તાસ્થાન થાય. એકસો સત્તાવીસની સત્તાવાળો પૃથ્વી આદિ મનુષ્યદ્ધિક બાંધે ત્યારે એકસો ઓગણત્રીસનું, ઉચ્ચગોત્ર અથવા આયુના બંધે એકસો ત્રીસનું અને બંનેના બંધે એકસો એકત્રીસનું સત્તાસ્થાન થાય. તથા આયુ વિના એકસો ત્રીસની સત્તાવાળો પંચેન્દ્રિય વૈક્રિયષટ્રક બાંધે ત્યારે એક્સો છત્રીસનું અને આયુ બાંધે ત્યારે એકસો સાડત્રીસનું સત્તાસ્થાન થાય. તથા એકસો છત્રીસની સત્તાવાળો દેવદ્ધિક અથવા નરકદ્ધિક બાંધે ત્યારે એકસો આડત્રીસનું અને તેને જ આયુના બંધે એકસો ઓગણચાળીસનું સત્તાસ્થાન થાય તથા આયુ વિના એકસો આડત્રીસની સત્તાવાળાને ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત થાય ત્યારે સમ્યક્ત મોહનીય અને મિશ્રમોહનીય સત્તામાં આવે ત્યારે એકસો ચાળીસનું સત્તાસ્થાન થાય. એકસો ચાળીસની સત્તાવાળો સમ્યક્તી તીર્થંકરનામ બાંધે ત્યારે એકસો એકતાળીસનું, પરભવનું આયુ બાંધે ત્યારે એકસો બેતાળીસનું અને તે જ એકસો ચાળીસની સત્તાવાળો સમ્યક્તી આહારક ચતુષ્ક બાંધે ત્યારે એકસો ચુંમાળીસનું, તીર્થકર અને આહારક ચતુષ્ક બંને બાંધે ત્યારે એકસો પિસ્તાળીસનું અને તેને દેવાયુના બંધે એક્સો છેતાળીસનું સત્તાસ્થાન થાય. પંચ૦૧-૬૭