________________
પંચમદ્વાર
૫૨૭
એ ચાર સત્તાસ્થાનો થાય. આ સત્તાસ્થાનો અનિવૃત્તિ બાદરસપરાય ગુણસ્થાનકના અંતે હોય છે.
તથા તે જ ગુણઠાણે સંજ્વલન માનનો પ્રક્ષેપ કરતાં નવ્વાણું, સો, એકસો ત્રણ અને એકસો ચાર એ ચાર સત્તાસ્થાનો થાય છે.
એ જ ચાર સત્તાસ્થાનોમાં સંજ્વલન ક્રોધનો પ્રક્ષેપ કરતાં સો, એકસો એક, એકસો ચાર અને એકસો પાંચ એમ ચાર સત્તાસ્થાનો થાય છે.
એ જ ગુણસ્થાનકે પુરુષવેદનો પ્રક્ષેપ કરતાં એકસો એક, એકસો બે, એકસો પાંચ અને એકસો છ એમ ચાર સત્તાસ્થાનો થાય છે.
એ જ ગુણસ્થાનકે હાસ્યાદિષકનો પ્રક્ષેપ કરતાં એકસો સાત, એકસો આઠ, એકસો અગિયાર અને એકસો બાર એ ચાર સત્તાસ્થાનકો થાય છે.
ત્યારપછી સ્ત્રીવેદનો પ્રક્ષેપ કરતાં એકસો આઠ, એકસો નવ, એકસો બાર અને એકસો તેર એ ચાર સત્તાસ્થાનકો થાય છે.
ત્યારપછી એ જ ગુણસ્થાનકે નપુંસકવેદનો પ્રક્ષેપ કરતાં એકસો નવ, એકસો દશ, એકસો તેર અને એકસો ચૌદ એ ચાર સત્તાસ્થાનો થાય છે. .
તથા એ જ ચાર સત્તાસ્થાનોમાં એ જ ગુણસ્થાનકે નરકદ્ધિકાદિ નામકર્મની તેર પ્રકૃતિ અને થીણદ્વિત્રિક એમ સોળ પ્રકૃતિનો પ્રક્ષેપ કરતાં એકસો પચીસ, એકસો છવ્વીસ, એકસો ઓગણત્રીસ અને એકસો ત્રીસ એ ચાર સત્તાસ્થાનો થાય છે.
ત્યારપછી એ જ ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાયનો પ્રક્ષેપ કરતાં એકસો તેત્રીસ, એકસો ચોત્રીસ, એકસો સાડત્રીસ અને એકસો આડત્રીસ એ ચાર સત્તાસ્થાનો થાય છે. આ સઘળાં સત્તાસ્થાનો નવમાં ગુણઠાણે હોય છે.
તથા પૂર્વે જે ક્ષીણમોહ ગુણસ્થાનક સંબંધી છનું, સત્તાણું, સો અને એકસો એક એ ચાર સત્તાસ્થાનકો કહ્યાં છે તેમાં મોહનીયની બાવીસ, થીણદ્વિત્રિક અને નામકર્મની તેર પ્રકૃતિઓનો પ્રક્ષેપ કરતાં એકસો ચોત્રીસ, એકસો પાંત્રીસ, એકસો આડત્રીસ અને એકસો ઓગણચાળીસ એ ચાર સત્તાસ્થાનો થાય છે.
નવમા ગુણઠાણાના છેલ્લાં ચાર સત્તાસ્થાનોમાં મોહનીય કર્મની બાર કષાય અને નવનોકષાય એ એકવીસ પ્રકૃતિ આવી જાય છે. અહીં જે મોહનીયની બાવીસ પ્રકૃતિ લીધી છે તેમાં સમ્યક્ત મોહનીય વધારે લીધી છે.
જે ક્રમથી પ્રકૃતિઓનો ક્ષય કરે છે તેનાથી પશ્ચાનુપૂર્વીએ પ્રકૃતિઓનો પ્રક્ષેપ કરતાં ઉપરોક્ત સત્તાસ્થાનો થાય છે.
તથા તે ક્ષણિકષાય સંબંધી છનું આદિ ચાર સત્તાસ્થાનોમાં મિશ્રમોહનીય સહિત મોહનીયની ત્રેવીસ, નામ ત્રયોદશ અને થીણદ્વિત્રિકનો પ્રક્ષેપ કરતાં એકસો પાંત્રીસ, એકસો છત્રીસ, એકસો ઓગણચાળીસ અને એકસો ચાળીસ એ ચાર સત્તાસ્થાનો થાય છે.
તથા તે છનું આદિ ચાર સત્તાસ્થાનોમાં મિથ્યાત્વમોહનીય સાથે મોહનીયની ચોવીસ,