________________
પંચમદાર
તેમાં સમ્યક્ત્વમોહનીય ભય જુગુપ્સા અને નિદ્રામાંથી કોઈપણ એક ઉમેરતાં ત્રેપન, કોઈપણ બે ઉમેરતાં ચોપન, ત્રણ ઉમેરતાં પંચાવન, અને ચારે ઉમેરતાં છપ્પનનો ઉદય થાય.
૫૧૭
અથવા શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તા તિર્યંચ અને મનુષ્યને જે બાવન પ્રકૃતિઓ કહી તેમાં ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તા થયા પછી સ્વરનો ઉદય ઉમેરતાં ત્રેપનનો ઉદય થાય. તેમાં સમ્યક્ત્વમોહનીય, ભય, જુગુપ્સા, અને નિદ્રા એ ચારમાંથી કોઈપણ એક ઉમેરતાં ચોપન, કોઈપણ બે ઉમેરતાં પંચાવન, ત્રણ ઉમેરતાં છપ્પન, અને ચારે ઉમેરતાં સત્તાવનનો ઉદય થાય. અને તિર્યંચ આશ્રયી ઉદ્યોતનામકર્મ ઉમેરતાં અઠ્ઠાવનનો ઉદય થાય. તે અઠ્ઠાવન પ્રકૃતિઓ આ પ્રમાણે—
જ્ઞાનાવરણીય પાંચ, ચક્ષુર્દર્શનાવરણીયાદિ ચાર અને એક નિદ્રા મળી પાંચ, મોહનીયની પ્રત્યાખ્યાનાવરણાદિ કોઈપણ ક્રોધાદિ ત્રણ કષાય, એક યુગલ, એક વેદ, સમ્યક્ત્વમોહનીય, ભય અને જુગુપ્સા· મળી નવ, અંતરાય પાંચ, ગોત્ર એક, વેદનીય એક, આયુ એક અને નામકર્મની વિગ્રહગતિ માંહેની આનુપૂર્વી વિના વીસ તથા ઔદારિકદ્ધિક, પ્રત્યેક, ઉપઘાત, એક સંઘયણ, એક સંસ્થાન, પરાઘાત, વિહાયોગતિ, ઉચ્છ્વાસ, સ્વર, અને ઉદ્યોત એ એકત્રીસ કુલ અઠ્ઠાવન પ્રકૃતિઓ થાય છે.
અવિરતિ સમ્યગ્દષ્ટિનાં આ સઘળાં ઉદયસ્થાનો નિદ્રા, ભય, જુગુપ્સા અને ઉદ્યોત એ અવોદય હોવાથી તેઓને ઓછી વત્તી કરતાં અલ્પતર અને ભૂયસ્કાર એમ બંને રૂપે સંભવે છે. તથા મિથ્યાદષ્ટિને છેતાળીસથી આરંભી ઓગણસાઠ સુધીનાં ઉદયસ્થાનકો હોય છે.
૧. મિથ્યાદષ્ટિનાં ઉદયસ્થાનકોનો સામાન્ય વિચાર આ પ્રમાણે—મિથ્યાદષ્ટિને વિગ્રહગતિમાં જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર, વેદનીય એક, મોહનીય અનંતાનુબંધી ક્રોધાદિમાંથી ક્રોધાદિ ચાર, યુગલ એક, વેદ અને મિથ્યાત્વમોહનીય એ આઠ, આયુ એક, ગોત્ર એક, અંતરાય પાંચ, એમ સાતકર્મની પચીસ અને નામકર્મની એકવીસ કુલ છેતાળીસ પ્રકૃતિનો કમમાં કમ ઉદય હોય છે. તેમાં ભય અને જુગુપ્સા અને નિદ્રામાંથી એક એક ભેળવતાં સુડતાળીસનો અને બબ્બે મેળવતાં અડતાળીસનો અને ત્રણે મેળવતાં ઓગણપચાસનો ઉદય થાય છે. તથા ભવસ્થ એકેન્દ્રિયને પૂર્વોક્ત સાત કર્મની પચીસ અને નામકર્મની એકવીસ પ્રકૃતિમાંથી આનુપૂર્વી કાઢતાં અને પ્રત્યેક, ઔદારિક શરીર, ઉપઘાત અને હુંડક સંસ્થાન એ ચાર મેળવતાં ચોવીસ—કુલ ઓગણપચાસનો ઉદય થાય છે. તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રા એ ત્રણમાંથી એક એક મેળવતાં પચાસ, બબ્બે મેળવતાં એકાવન અને ત્રણે મેળવતાં બાવનનો ઉદય થાય છે. તથા પૂર્વોક્ત ઓગણપચાસમાં શ૨ી૨૫ર્યાપ્તિએ પર્યાપ્તાને પરાઘાતનો ઉદય વધે એટલે પચાસનો ઉદય થાય છે. તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રા એ ત્રણમાંથી એક એક મેળવતાં એકાવન, બબ્બે મેળવતાં બાવન અને ત્રણે મેળવતાં ત્રેપનનો ઉદય થાય છે. તથા તે પચાસમાં ઉચ્છ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોચ્છ્વાસનો ઉદય વધે એટલે એકાવન પ્રકૃતિનો ઉદય થાય. તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રામાંથી એક એક મેળવતાં બાવન, બબ્બે મેળવતા ત્રેપન અને ત્રણે મેળવતાં ચોપનનો ઉદય થાય. તથા તે પૂર્વોક્ત એકાવનમાં ઉદ્યોત અથવા આતપનો ઉદય વધે એટલે બાવનનો ઉદય થાય. તેમાં ભય, જુગુપ્સા અથવા નિદ્રામાંથી એક એક મેળવતાં ત્રેપન, બબ્બે મેળવતાં ચોપન અને ત્રણે મેળવતાં પંચાવનનો ઉદય થાય. તથા ભવસ્થ એકેન્દ્રિયને ઉદય યોગ્ય ચોવીસમાં અંગોપાંગ અને સંઘયણ ઉમેરતાં ભવસ્થ બેઇન્દ્રિયાદિને નામકર્મની છવ્વીસ અને શેષ સાત કર્મની પચીસ કુલ એકાવન પ્રકૃતિઓનો ઉદય હોય છે. તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રામાંથી કોઈ પણ એક એક ઉમેરતાં બાવન, બબ્બે ઉમેરતાં ત્રેપન અને ત્રણે ઉમેરતાં ચોપનનો ઉદય થાય છે. તથા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા