________________
પંચમત્કાર
૪૯૭
પહેલે સમયે અલ્પતરબંધ અને શેષકાળે અવસ્થિત આ પહેલો અલ્પતરબંધ કહેવાય. જ્યારે સાતકર્મ બાંધીને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે છ કર્મપ્રકૃતિ બાંધે ત્યારે પહેલે સમયે બીજો અલ્પતરબંધ અને શેષકાળે અવસ્થિત બંધ હોય છે. આ બીજો અલ્પતર બંધ કહેવાય. છ બાંધીને ઉપશાંતમોહ ગુણસ્થાનકે અથવા ક્ષીણમોહ ગુણસ્થાનકે એક કર્મપ્રકૃતિ બાંધતા પહેલે સમયે ત્રીજો અલ્પતરબંધ અને શેષકાળે અવસ્થિત બંધ હોય છે, આ ત્રીજો અલ્પતરબંધ કહ્યો. આ પ્રમાણે મૂળકર્મમાં ત્રણ અલ્પતરબંધ કહ્યા.
અવસ્થિત બંધ ચાર હોય છે. કારણ કે ચારે બંધસ્થાનકો અમુક કાળપર્યત નિરંતર બંધાય છે માટે. તેનો કાળ આ પ્રમાણે–આઠના અવસ્થિત બંધનો કાળ આયુ અંતર્મુહૂર્ત જ બંધાતું હોવાથી અંતર્મુહૂર્ત છે. સાતકર્મના બંધનો કાળ અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વકોટીના ત્રીજા ભાગ અધિક છ માસ ન્યૂન તેત્રીસ સાગરોપમ છે. ભાવના આ પ્રમાણે કોઈ પૂર્વકોટીના આયુવાળો બે ભાગ ગયા પછી ત્રીજા ભાગની શરૂઆતમાં નારકી કે દેવતાનું તેત્રીસ સાગરોપમ પ્રમાણ આયુ બાંધે. આઉખાનો બંધકાળ અંતર્મુહૂર્ત છે. તેથી આઉખાનો બંધ કરી રહ્યા પછી અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વકોટીના ત્રીજો ભાગ સાતકર્મનો બંધ કરે. દેવભવ નારકભવમાં છ માસ શેષ રહે ત્યારે પરભવના આયુનો બંધ કરે છે, છ માસ શેષ ન રહે ત્યાં સુધી આયુ વિના સાતકર્મ જ બાંધે છે એટલે પૂર્વોક્ત બંધકાળ ઘટે છે. છના બંધનો કાળ અંતર્મુહૂર્ત છે. કારણ કે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકનો તેટલો જ કાળ છે. અને એકના બંધનો કાળ દેશોન પૂર્વકોટી છે. સયોગી ગુણસ્થાનકનો કાળ તેટલો છે. આ પ્રમાણે અવસ્થિત બંધ કહ્યો. ..
અન્યત્ર પણ ભૂયસ્કાર અલ્પતર અને અવસ્થિત બંધની ભાવના આ પ્રમાણે જ કરવી.
હવે અવક્તવ્ય બંધ કહે છે–મૂળકર્મમાં અવક્તવ્ય બંધ સંભવતો નથી કારણ કે સઘળી મૂળ કર્મપ્રકૃતિનો અબંધક થઈને ફરી વાર કર્મ બાંધતો નથી. સઘળી મૂળ કર્મપ્રકૃતિનો અબંધક અયોગી ગુણસ્થાનકે થાય છે ત્યાંથી પડતો જ નથી એટલે અવક્તવ્યબંધ પણ ઘટતો નથી. એ જ હકીકત કહે છે
अबंधगो न बंधइ इह अव्वत्तो अओ नत्थि ॥१३॥
अबन्धको न बध्नाति इहावक्तव्योऽतो नास्ति ॥१३॥
અર્થ–સઘળી મૂળ કર્મપ્રકૃતિઓનો અબંધક થઈને તેઓને ફરી બાંધતો નથી માટે અહીં મૂળ કર્મપ્રકૃતિઓમાં અવક્તવ્ય બંધ ઘટતો નથી. ૧૩ - હવે બંધની જેમ ઉદય, ઉદીરણા અને સત્તાસ્થાનોમાં પણ ભૂયસ્કારાદિને કહેવા ઇચ્છતા આ ગાથા કહે છે
भूओगारप्पयरगअव्वत्तअवट्ठिया जहा बंधे । उदए उदीरणाए संते जहसंभवं नेया ॥१४॥
भूयस्काराल्पतरावक्तव्यावस्थिता यथा बन्धे ।
उदये उदीरणायां सत्तायां यथासंभवं ज्ञेयाः ॥१४॥ પંચ૦૧-૬૩