________________
ચતુર્થદ્વાર-સારસંગ્રહ
વ્યવહારમાં જેમ ઘણાં કપડાં હોવા છતાં અધોવસ મસ્તકે વીંટી નદી પાર કરનાર મનુષ્ય નગ્નપણે નદી પાર કરી એમ કહેવાય છે અથવા ‘કોઈ માણસ દરજીને કહે કે હું નગ્ન ફરું છું. માટે જલદી કપડાં આપ' એવો પ્રયોગ કરાય છે તેમ અહીં પણ જીર્ણ, અલ્પ મૂલ્યવાળાં, અથવા અન્ય રીતે ધારણ કરેલ વસ્ત્રો હોવા છતાં પણ તે અચેલક કહેવાય છે.
૪૭૫
દિગંબર—આ રીતે તો અચેલકપણું ઉપચરિત થયું, જેમ ઉપરિત ગાય દૂધ ન આપી શકે તેમ ઉપરિત પરિષહનો જય પણ મોક્ષ કેમ આપી શકે ?
આચાર્ય—આ રીતે અચેલકપણું ઉપરિત માનો તો તમારા મતે પણ કલ્પનીય આહાર વાપરનારા છદ્મસ્થ ભગવંતને પણ ક્ષુધા પરિષહનો વિજય ઉપચરિત જ કહેવાય અને તેથી ઉપચરિત ક્ષુધાપરિષહનો વિજય મોક્ષાદિ અર્થક્રિયા ન જ કરી શકે.
દિગંબર—જો એમ માનીએ તો વૃદ્ધ અને બેડોળ સ્રીના ભોગમાં પણ સ્ત્રી પરિષહનો વિજય કેમ ન કહેવાય ?
આચાર્ય—મૈથુન સિવાય અન્ય કોઈ પણ પદાર્થો એકાન્તે અકલ્પનીય કહ્યા નથી તેમજ એકાન્તે ઉપયોગ કરવાની અનુજ્ઞા પણ આપેલ નથી, જ્યારે મૈથુનક્રિયા રાગ-દ્વેષ પૂર્વક જ થાય છે તેથી એકાન્તે વર્જ્ય છે. અન્ય સૂત્રોમાં પણ તેનો અત્યંત નિષેધ જ કરેલ છે તેથી બેડોળ અને વૃદ્ધ સ્ત્રીને ભોગવવામાં સ્રીપરિષહના વિજયનો પ્રસંગ આવતો નથી.
અનેક પ્રકારના તપને કરનાર, અનેક વાદીઓને જીતવામાં કુશળ, તેમજ વર્તમાનકાલીન સર્વશાસ્ત્રોના પારંગત એવા પણ મારો કોઈ વસ્ત્ર-પાત્ર ઔષધાદિ દ્વારા સત્કાર અને અભ્યુત્થાન તેમજ આસનપ્રદાન આદિ દ્વારા પુરસ્કાર પણ કરતા નથી. એવો ખેદ ન થવા દે અને ઉપર જણાવેલ સત્કાર-પુરસ્કાર વધારે પ્રમાણમાં થાય તોપણ અભિમાન ન થવા દે તે સત્કાર-પુરસ્કાર પરિષહવિજય.
હું દીર્ઘકાળથી વિવિધ પ્રકારનાં અતિઉગ્ર તપ અને સુંદર ચારિત્રનું પાલન કરું છું છતાં શાસ્ત્રમાં બતાવેલ દેવ-નારકોને જોઈ શકતો નથી તેમજ આવાં ઉગ્ર અનુષ્ઠાનો કરવા છતાં કોઈ દેવોને પ્રસન્ન થતા કે અહીં આવતા જોતો નથી તો આવા દેવ-નાકો વગેરે અતીન્દ્રિય પદાર્થો હશે કે કેમ ? ઇત્યાદિ મિથ્યાત્વ મોહનીયના પ્રદેશોદયથી અશુભ વિચાર થાય તે દર્શન પરિષહ. તેનો જય આ પ્રમાણે થાય—
વર્તમાનકાળમાં અહીં સાક્ષાત્ તીર્થંકરો આદિ તેમજ ઉત્તમ પ્રકારના સંઘયણાદિના અભાવે એવા મહાન્ ત્યાગી કે તપસ્વીઓ પણ નથી કે જેઓનાં ઉગ્ર અનુષ્ઠાનોથી આકર્ષાઈ દેવો અહીં આવે, વળી તેવા પ્રકારનો ઉત્કૃષ્ટ તપ આદિ કરવાની શક્તિના અભાવે મને પણ અવિધ આદિ પ્રત્યક્ષજ્ઞાનો ઊપજતાં નથી કે જેથી પોતાના સ્થાને રહેલા દેવ-નારકો આદિને હું અહીંથી જોઈ શકું. વળી નારકો પરવશ હોવાથી અહીં આવી શકતા નથી. પણ એથી જ્ઞાનીઓનાં વચનમાં શંકા લાવવાનું કંઈ પણ કારણ નથી. ઇત્યાદિ વિચારણા દ્વારા ચિત્તને સ્થિર કરવું તે દર્શનપરિષહવિજય.