SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ ચતુર્થદ્વાર–સારસંગ્રહ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોનો પાણી અને દૂધની જેમ આત્મપ્રદેશો સાથે એકાકાર સંબંધ થવો તે બંધ. તેના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર સામાન્ય હેતુઓ છે. (૧) અભિગૃહીત, (૨) અનભિગૃહીત, (૩) આભિનિવેશિક, (૪) સાંશયિક અને (૫) અનાભોગ એ પાંચ પ્રકારે મિથ્યાત્વ છે. (૧) જૈનદર્શન સિવાયનાં દર્શનોમાંથી પોતે સ્વીકારેલ બૌદ્ધ આદિ કોઈપણ એક દર્શનને સત્ય માનવું તે અભિગૃહીત. (૨) સર્વદર્શનો સત્ય માનવા તે અનભિગૃહીત મિથ્યાત્વ. આ મિથ્યાત્વમાં આંશિક મધ્યસ્થતા હોય છે. (૩) જિનેશ્વર ભગવંતના વચનથી વિપરીત છે એમ સમજવા છતાં દિગંબર કે ગોષ્ઠામાલિની જેમ કદાગ્રહથી પોતે પ્રરૂપણા કરેલ કે સ્વીકાર કરેલ કથનને જ વળગી રહેવું તે આભિનિવેશિક મિથ્યાત્વ. (૪) ભગવંતે કહેલ અતીન્દ્રિય પદાર્થોમાંથી અમુક પદાર્થો છે કે કેમ? એવો સંશય થવો તે સાંશયિક મિથ્યાત્વ. . (૫) વિશિષ્ટ મનશક્તિના અભાવે સત્યાસત્યનો વિચાર જ ન આવવો તે અનાભોગ મિથ્યાત્વ. એકેન્દ્રિયાદિકને આ મિથ્યાત્વ હોય છે પરંતુ સ્વોપજ્ઞ ટીકાકારે સંજ્ઞી-પર્યાપ્ત સિવાયના સર્વ જીવોને અનભિગૃહીત મિથ્યાત્વ કહેલ છે. અને આગમ અભ્યાસ ન કરવો–અજ્ઞાન જ સારું જ છે એમ માનવું તેને અનાભોગ મિથ્યાત્વ કહેલ છે. અભવ્યોને અનભિગૃહીત અને અનાભોગ આ બેમાંથી જ કોઈ પણ એક મિથ્યાત્વ હોય છે એ પ્રમાણે ઉપાડ શ્રી યશોવિજયજી મ. સાહેબ શ્રી ધર્મપરીક્ષા ગ્રંથમાં આચારાંગસૂત્રની ટીકાનો પાઠ આપી જણાવેલ છે. - પૃથ્વી આદિ છ કાયનો વધ અને માન તથા શ્રોત્ર વગેરે પાંચ ઇન્દ્રિયોનો અસંયમ એમ બાર પ્રકારે અવિરતિ છે. પૂર્વે જણાવ્યા મુજબ પચીસ પ્રકારે કષાય તથા પંદર પ્રકારે યોગ છે. આ પ્રમાણે આ ચારે સામાન્ય બંધહેતુઓના કુલ સત્તાવન પેટાભેદો એટલે કે ઉત્તરબંધહેતુઓ છે. - મિથ્યાત્વ ગુણસ્થાનકે ચારે બંધહેતુઓથી, સાસ્વાદન, મિશ્ર તથા અવિરતિ સમ્યગ્દષ્ટિ રૂપ ત્રણ ગુણસ્થાનકે મિથ્યાત્વના ઉદયનો અભાવ હોવાથી અવિરતિ આદિ ત્રણ બંધહેતુઓથી
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy