________________
૨૨
પંચસંગ્રહ-૧
જમીનમાં નાંખેલું બીજ જેમ શુદ્ધ ભૂમિનો અભાવ હોવાથી અંકુર ઉત્પન્ન કરતું નથી એટલા માત્રથી કંઈ બીજ અંકુરોત્પત્તિનું કારણ નથી એમ કહેવાતું નથી, કારણ કે અન્યત્ર શુદ્ધ ભૂમિમાં નાંખેલું એ જ બીજ અંકુરોત્પત્તિનું કારણ થાય છે તેમ અભવ્યો પણ સમ્યક્તરૂપ અંકુરની ઉત્પત્તિ પ્રત્યે ઉખરદેશ જેવા હોવાથી તેઓને ભગવાન અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ સમ્યક્ત ઉત્પન્ન કરતા નથી, છતાં પણ ભગવાન્ અરિહંતની પૂજા દર્શનાદિ એ સમ્યક્તની ઉત્પત્તિમાં હેતુ નથી એમ નથી, કારણ કે શુદ્ધભૂમિ જેવા બીજા ભવ્ય આત્માઓમાં સમ્યક્તના હેતુરૂપે સ્પષ્ટપણે જણાય છે માટે અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ એ સમ્યક્તનો હેતુ છે, તેમાં કાંઈ દોષ નથી એ તમારું કથન અસત્ય છે. કારણ કે કેટલાક દીર્ઘ સંસારી ભવ્ય આત્માઓને અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ કરવા છતાં પણ સમ્યક્તની ઉત્પત્તિ થતી નથી. માટે અરિહંત બિંબની પુજા દર્શનાદિ સભ્યત્ત્વનું કારણ નથી. હવે બીજો પક્ષ પ્રવચનાર્થનું શ્રવણ એ સમ્યક્તની ઉત્પત્તિમાં કારણ છે એમ કહો તો તે પણ અસત્ય છે, કારણ કે અનંતવાર પ્રવચનના અર્થનું શ્રવણ કરવા છતાં પણ સમ્યક્તની ઉત્પત્તિ થતી નથી. તે આ પ્રમાણે— સર્વજીવો અનંતીવાર રૈવેયકમાં ઉત્પન્ન થયા છે એમ ભગવંતે જણાવ્યું છે. આ પ્રમાણે રૈવેયકમાં અનંતીવાર ઉત્પત્તિ રજોહરણાદિ સાધુનું લિંગ ધારણ કર્યા વિના સંભવતી નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે–અત્યંત ઉત્કૃષ્ટ જિનપ્રણીત દ્રવ્ય સંજમ વડે રૈવેયકમાં ઉત્પત્તિ થાય છે.” રજોહરણ આદિ સાધુનું લિંગ જ્યારે ધારણ કરે ત્યારે યથાયોગ્ય રીતે સિદ્ધાંતોના અર્થનું શ્રવણ અને તેનું જ્ઞાન અવશ્ય હોય છે. જે માટે કહ્યું છે કે જ્યારે સાધુનું લિંગ ધારણ કરે ત્યારે યથાયોગ્ય રીતે સૂત્રપોરિસી, અર્થપોરિસી આદિ શ્રતધર્મ હોય છે. એટલે કે અમુક સમયે મૂળ સૂત્રનો જ પાઠ કરવો, અમુક સમયે અર્થનો વિચાર કરવો, એ રૂપ શાસ્ત્રાધ્યયન અવશ્ય હોય છે. કારણ કે વીતરાગ દેવે તે તેઓનું નિત્યકર્મ કહ્યું છે.' આ ગાથામાં “ફનો' એ પદથી શ્રતધર્મ લેવાનો છે, અને તે પણ જેમણે સઘળા દોષોનો નાશ કર્યો છે એવા વીતરાગના વચનરૂપ છે. આ પ્રમાણે અનંતવાર પ્રવચનના અર્થનું શ્રવણ કરવા છતાં પણ કેટલાક આત્માઓને સમ્યક્તની ઉત્પત્તિ થતી નથી, કારણ કે જ્યારે સમ્યક્ત થાય ત્યારે કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત જ સંસાર બાકી રહે છે. હવે જો પ્રવચનાર્થના શ્રવણથી જ સમ્યક્ત ઉત્પન્ન થાય તો સઘળા જીવોને અર્ધપુદ્ગલ પરાવર્તન સંસાર બાકી રહે, પણ સઘળો જીવોનો એટલો સંસાર ઘટી શકતો નથી. કહ્યું છે કે –“સમ્યક્ત જયારે ઉત્પન્ન થાય ત્યારે અવશ્ય કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્તન સંસાર શેષ રહે છે. સઘળા જીવોને કંઈ એટલો સંસાર શેષ હોતો નથી.’ માટે પ્રવચનાર્થનું શ્રવણ સમ્યક્ત ઉત્પત્તિમાં હેતુ નથી. હવે ત્રીજો પક્ષ કહે છે–આ બે હેતુથી કોઈ અન્ય હેતુ સમ્યક્તમાં કારણ છે એમ કહો તો તે પણ અસત્ય છે, કારણ કે તે હેતુઓ સંસારમાં અનંતી વાર પ્રાપ્ત થયા છતાં સમ્યક્ત ઉત્પન્ન થયું નથી. કહ્યું છે કે –“અન્ય કોઈ એવો હેતુ નથી કે જે હેતુને પૂર્વે પ્રાપ્ત ન કર્યો હોય. કારણ કે અનાદિ સંસારમાં ભ્રમણ કરતાં કયા હેતુ
૧. અહીં સર્વજીવો અનંતીવાર રૈવેયકમાં ઉત્પન્ન થયા છે; એમ ભગવંતે જણાવ્યું છે એ કથન ત્રપણું પામી અનંતકાળ સુધી સંસારમાં રહેલા જીવોની અપેક્ષાએ સમજવું.
૨. આ કથન પણ ત્રસપણું પામી અનંતકાળ સુધી સંસારમાં રહેલ જીવોની અપેક્ષાએ છે.