________________
ચતુર્થદ્વાર
૪૩૩
સાસ્વાદન ગુણસ્થાનક જ હોતું નથી, કેમ કે સાસ્વાદનપણાનો કાળ માત્ર છ આવલિકા છે અને શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા તો અંતર્મુહૂર્વકાળે થાય છે. તેથી શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં જ સાસ્વાદનપણું ચાલ્યું જાય છે માટે તે જીવોને સાસ્વાદનપણામાં પૂર્વોક્ત બે જ યોગ હોય છે,
મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ કરી નથી હોતી ત્યાં સુધી કાર્મણ અને ઔદારિકમિશ્ર એ બે જ યોગ હોય છે અને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔદાકિ કાયયોગ હોય છે. માટે અપર્યાપ્તાવસ્થામાં ત્રણ યોગો ઘટે છે. ૧૭
એ જ હકીકત કહે છે—
उरलेण तिन्नि छण्हं सरीरपज्जत्तयाण मिच्छाणं । सविउव्वेण सन्निस्स सम्ममिच्छस्स वा पंच ॥१८॥ औदारिकेण त्रीणि षण्णां शरीरपर्याप्तकानां मिथ्यादृष्टीनाम् । सवैक्रियेण संज्ञिनः सम्यग्दृष्टेर्मिथ्यादृष्टेर्वा पञ्च ॥१८॥
અર્થ—શ૨ી૨૫ર્યાપ્તિએ પર્યાપ્તા મિથ્યાર્દષ્ટિ છ જીવભેદોને ઔદારિક કાયયોગ સાથે ત્રણ યોગ હોય છે અને સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ શ૨ી૨૫ર્યાપ્તિએ પર્યાપ્તા સંજ્ઞી જીવોને વૈક્રિય અને ઔદારિક કાયયોગ સાથે પાંચ યોગ હોય છે.
ટીકાનુ—શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા અને શેષ પર્યાપ્તિએ અપર્યાપ્તા મિથ્યાર્દષ્ટિ સૂક્ષ્મ બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ છ જીવભેદોને ઔદારિક કાયયોગ સાથે ત્રણ યોગો હોય છે. તેથી અપર્યાપ્ત આ છ જીવભેદોના મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક આશ્રયી બંધહેતુના ભાંગાનો વિચાર કરતાં અંક સ્થાપનમાં યોગના સ્થાને ત્રણ મૂકવા.
તથા સંજ્ઞી અપર્યાપ્ત મિથ્યાર્દષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિ જીવોને શરીરપર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં પૂર્વોક્ત વૈક્રિયમિશ્ર, ઔદારિક, અને કાર્યણરૂપ ત્રણ યોગો હોય છે અને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી દેવ અને નારકીની અપેક્ષાએ વૈક્રિય કાયયોગ અને મનુષ્ય તથા તિર્યંચોની અપેક્ષાએ ઔદારિક કાયયોગનો સંભવ હોવાથી કુલ પાંચ યોગો સંભવે છે. તેથી સંશીને અપર્યાપ્તાવસ્થામાં સમ્યગ્દષ્ટિપણાને અગર મિથ્યાર્દષ્ટિપણાને આશ્રયી બંધહેતુના ભાંગા કહેવાના અવસરે યોગના સ્થાને પાંચ મૂકવા.
અહીં પહેલાં સંજ્ઞી અપર્યાપ્તાને જઘન્યપદે ચૌદ બંધહેતુ અને ઉત્કૃષ્ટપદે અઢાર બંધહેતુ કહ્યા છે. તેનો હવે વિચાર કરે છે.
તેમાં જઘન્યપદે ચૌદ બંધહેતુઓ સમ્યગ્દષ્ટિને હોય છે. તે આ પ્રમાણેછ કાયનો વધ, પાંચ ઇન્દ્રિયની અવિરતિમાંથી કોઈ પણ એક ઇન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ, ત્રણ વેદમાંથી કોઈપણ એક વેદ, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન ક્રોધાદિ કષાયોમાંથી કોઈપણ ક્રોધાદિ ત્રણ કષાયો, તથા યોગો અહીં પાંચ સંભવે છે. કહ્યું છે કે ‘સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ સંશી અપર્યાપ્તને વૈક્રિય અને ઔદારિક કાયયોગ સાથે પાંચ યોગ
પંચ૰૧-૫૫