________________
ચોથું બંધહેતુદ્ધાર
આ પ્રમાણે બંધવ્યદ્વાર કહ્યું. હવે બંધહેતુરૂપ ચોથા દ્વારને કહેવા ઇચ્છતાં આ ગાથા કહે છે –
बंधस्स मिच्छअविरड्कसायजोगा य हेयवो भणिया । ते पंच दुवालस पन्नवीस पन्नरस भेइल्ला ॥१॥ बन्धस्य मिथ्यात्वाविरतिकषाययोगाश्च हेतवो भणिताः ।
ते पञ्च द्वादशपञ्चविंशतिपञ्चदशभेदवन्तः ॥१॥ અર્થ-કર્મબંધના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર હેતુઓ કહ્યા છે અને તે અનુક્રમે પાંચ, બાર, પચીસ, અને પંદર ભેટવાળા છે.
ટકાનુ-કર્મ અને આત્માનો પાણી અને દૂધના જેવો કે અગ્નિ અને લોહના જેવો જે સંબંધ તે બંધ. તેના સામાન્યથી તીર્થકરો અને ગણધરોએ ચાર હેતુઓ કહ્યા છે. તે આ પ્રમાણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, “નો' શબ્દ પછી મૂકેલ “વ' એ પsીયમન્તર' પ્રત્યનિકપણું અન્તરાય એ આદિ એક એક કર્મના વિશેષ હેતુનો સૂચક છે.
તે મિથ્યાત્વાદિ ચાર હેતુઓના અનુક્રમે પાંચ, બાર, પચીસ અને અવાંતર ભેદો થાય છે. તે આ પ્રમાણે મિથ્યાત્વ પાંચ ભેદ, અવિરતિ બાર ભેદે, કષાયો પચીસ ભેદ, અને યોગો - પંદર ભેટે છે.
બે' એ પદમાં રૂસ્ત્ર પ્રત્યય પ્રકૃતિ ભાષામાં મતું અર્થમાં થયો છે. પ્રાકૃતમાં મતુ અર્થમાં ગતિ રૂઢ અને મધ એ ત્રણ પ્રત્યય થાય છે. સંસ્કૃતમાં વાળા અર્થમાં મત પ્રત્યય થાય છે. જેમ કે બુદ્ધિમતું એટલે બુદ્ધિવાળો. એ પ્રમાણે અહીં સમજવું. ૧ હવે પહેલા મિથ્યાત્વના પાંચ ભેદોને કહેવા ઇચ્છતાં કહે છે–
अभिग्गहियमणाभिग्गहियं च अभिनिवेसियं चेव । संसइयमणाभोगं मिच्छत्तं पंचहा होइ ॥२॥ अभिगृहीतमनभिगृहीतं चाभिनिवेशिकं चैव ।
सांशयिकमनाभोगं मिथ्यात्वं पञ्चधा भवति ॥२॥ . અર્થ આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક, અને અનાભોગ એમ મિથ્યાત્વ પાંચ પ્રકારે છે.