________________
તૃતીયદ્વાર-પ્રશ્નોત્તરી
૩૯૫ પ્રશ્ન-૩૬. જે અંતર્મુહૂર્તથી વધારે કાળ સતત ન જ બંધાય એવી પ્રવૃતિઓ કેટલી અને કઈ કઈ ?
ઉત્તર–પિસ્તાળીસ, તે આ અશુભવિહાયોગતિ, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, અત્તિમ પાંચ સંઘયણ અને પાંચ સંસ્થાન, આહારકદ્ધિક, નરકદ્રિક, આતપ, ઉદ્યોત, સ્થિર, શુભ, યશ, હાસ્ય, રતિ, શોક, અરતિ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, અસતાવેદનીય, સ્થાવરદશક અને ચાર આયુષ્ય.
પ્રશ્ન–૩૭. કેટલી અને કઈ કઈ પ્રકૃતિઓ એવી છે કે જે સંપૂર્ણ ક્ષય થયા પછી ફરીથી બંધ અને સત્તામાં ન આવે ?
ઉત્તર–અનંતાનુબંધી વિના ધ્રુવસત્તાવાળી એકસો છવ્વીસ પ્રકૃતિઓ.
પ્રશ્ન-૩૮. પ્રાયઃ સર્વલબ્ધિઓ ક્ષયોપશમ કે ક્ષાયિકભાવથી પ્રાપ્ત થાય છે. છતાં કઈ લબ્ધિઓ એવી છે કે જે ઔદયિક ભાવે પ્રાપ્ત થાય છે ? તેમજ તેનું કારણ શું?
ઉત્તર–જે લબ્ધિઓમાં નવીન પુદ્ગલાદિને ગ્રહણ કરવાની જરૂર ન હોય તેવી કેવળજ્ઞાન, અવધિજ્ઞાનાદિ સર્વ લબ્ધિઓ યથાસંભવ ક્ષાયિક કે ક્ષયોપશમ ભાવે પ્રાપ્ત થાય છે. પરંતુ જે લબ્ધિઓ ફોરવવામાં નવીન પુગલોનું ગ્રહણ વગેરે જરૂરી હોય તે લબ્ધિઓ બે પ્રકારે છે. તેમાંની એક મુખ્યત્વે ક્ષયોપશમભાવે અને ગૌણપણે ઔદયિક ભાવે હોય છે. જ્યારે બીજી મુખ્યત્વે ઔદયિક ભાવે અને ગૌણપણે ક્ષયોપશમ ભાવે હોય છે. વૈક્રિય, આહારક, તેજોવેશ્યા, શ્વાસોચ્છવાસ આદિ લબ્ધિઓ પ્રથમ પ્રકારમાં આવે છે અને ચક્રવર્તિત્વ, વાસુદેવત્વ, પ્રતિવાસુદેવત્વ, આદિ લબ્ધિઓ બીજા પ્રકારમાં આવે છે, તે તે લબ્ધિઓમાં તે તે પ્રકારનાં પુદ્ગલોનું ગ્રહણ વગેરે જરૂરી હોવાથી ઔદયિક ભાવ વિના આ લબ્ધિઓ ફોરવી શકાતી નથી, વળી એની સાથે લાભાન્તરાય, વીર્યાન્તરાય આદિ કર્મનો ક્ષયોપશમ પણ અવશ્ય હોય છે. તે ક્ષયોપશમ ચાર ઘાતકર્મનો જ થાય છે.
: ' પ્રશ્ન–૩૯. ક્યા કર્મના ઉદયથી સુધાનો અનુભવ થાય ? દૂધપાક આદિ સ્વાદિષ્ટ ભોજનની ઇચ્છા થાય અને સ્ત્રી આદિ વિજાતીય વ્યક્તિઓનું આકર્ષણ થાય ?
ઉત્તર–અસાતા વેદનીયકર્મના ઉદયથી સુધાનો અનુભવ થાય. લોભના ઉદયથી દૂધપાક આદિ સ્વાદિષ્ટ ભોજનની ઈચ્છા થાય અને વેદમોહનીયના ઉદયથી વિજાતીય વ્યક્તિઓનું આકર્ષણ થાય.
પ્રશ્ન–૪૦. સુધા આદિ ત્રણે પ્રસંગો અસાતા વેદનીયાદિ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે, અને આહારાદિ વાપરવાથી તે તે કર્મ ભોગવાઈ ક્ષય પામતાં જણાય છે તો ઉદયમાં આવેલ તે તે કર્મનો ક્ષય કરવા માટે આહાર, સ્વાદિષ્ટ ભોજન અને સ્ત્રી વગેરેનું સેવન અત્યંત આવશ્યક ગણાય અને જો તેમ હોય તો, જેમ બને તેમ ભોજનાદિની ઇચ્છાઓ પૂર્ણ કરવા કરતાં નાબૂદ કરવી તેમજ ઇચ્છાઓ કદાચ નાબૂદ ન કરી શકાય તોપણ તે તે પ્રસંગોથી અવશ્ય દૂર રહેવું જોઈએ એમ અનેક શાસ્ત્રોમાં જણાવેલ છે તેનું શું ?
ઉત્તર–અસાતા વેદનીયાદિ કર્મના ઉદયથી ઉપરના પ્રસંગો પ્રાપ્ત થાય છે અને તે તે