________________
39८
પંચસંગ્રહ-૧
સંખ્યાતા ભાગો જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે જ આવે છે અને તે વખતે ઉપર જણાવેલ સત્તર તથા કેવલઆવરણદ્ધિક એ ઓગણીસ સિવાય કોઈ અશુભ પ્રવૃતિઓ બંધાતી જ નથી અને કેવલ આવરણદ્ધિક સર્વઘાતી હોવાથી તથા સ્વભાવે જ તે વખતે તેમજ ક્ષપક-સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે પણ જઘન્યથી દ્વિસ્થાનક રસયુક્ત જ બંધાય છે તેથી બંધ આશ્રયી આ સત્તર અશુભ પ્રકૃતિઓનો જ એકસ્થાનક રસ હોય છે.
મિથ્યાત્વાદિ અવસ્થામાં પણ સામાન્યથી અતિસંક્લિષ્ટ પરિણામે પ્રાયઃ શુભ પ્રવૃતિઓ બંધાતી નથી પરંતુ કંઈક વિશુદ્ધ પરિણામ હોય ત્યારે જ શુભ પ્રવૃતિઓ બંધાય છે માટે શુભ પ્રકૃતિઓનો એકસ્થાનક રસ બંધાતો નથી પરંતુ જઘન્યથી પણ કિસ્થાનક જ બંધાય છે અને અતિસંક્લિષ્ટ પરિણામે નરકગતિ વગેરે અશુભ પ્રવૃતિઓ સાથે ત્રસચતુષ્ક, તૈજસકાર્મણાદિ જે શુભ પ્રકૃતિઓ બંધાય છે તેઓનો પણ તથાસ્વભાવે જઘન્યથી દ્વિસ્થાનક રસ જ બંધાય છે. મૂળમાં શુભ પ્રકૃતિઓનો અનંતાનુબંધી કષાયથી એકસ્થાનક રસ બંધાય છે એમ કહ્યું છે, ત્યાં એકસ્થાનક રસ જેવો પ્રાથમિક ક્રિસ્થાનક રસ સમજવો.
પ્રશ્ન–જે અધ્યવસાયો દ્વારા શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તે જ અધ્યવસાયોથી તે પ્રકૃતિઓમાં એક સ્થાનક રસબંધ કેમ ન થાય?
ઉત્તર–જઘન્યસ્થિતિસ્થાનકથી માંડી ઉત્કૃષ્ટસ્થિતિ સુધી સમયસમયની વૃદ્ધિએ અસંખ્યાતા સ્થિતિસ્થાનો હોય છે અને તે દરેક સ્થિતિસ્થાનોમાં અસંખ્ય રસસ્પદ્ધકો હોય છે. તેથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ થાય ત્યારે દરેક સ્થિતિમાં અસંખ્ય રસસ્પદ્ધકો બંધાય છે અને તે સઘળા રસસ્પદ્ધકો ઢિસ્થાનક રસના જ હોય છે, માટે જ ઉત્કૃષ્ટસ્થિતિબંધ યોગ્ય અધ્યવસાયોથી પણ શુભ પ્રવૃતિઓમાં એક સ્થાનક રસ ન જ બંધાય.