________________
૩૭૨
પંચસંગ્રહ-૧ જે પ્રકૃતિઓ જીવને આનંદ-પ્રમોદ થવામાં હેતુભૂત રસવાળી હોય તે પુણ્ય અથવા શુભ પ્રકૃતિઓ ૪૨ છે. જે પ્રકૃતિઓ જીવને શોક-દુઃખ થવામાં હેતુભૂત રસવાળી હોય તે પાપ અથવા અશુભ પ્રવૃતિઓ ૮૨ છે. .
દ્વાર ગાથામાં બતાવેલ પંવ ૧ પદમાં રહેલ શબ્દથી સૂચિત પ્રતિપક્ષ સહિત ધ્રુવસત્તા જણાવેલ છે.
જે પ્રકૃતિઓ સર્વ મિથ્યાદષ્ટિ જીવોને હંમેશાં સત્તામાં હોય તે ધ્રુવસત્તા પ્રકૃતિઓ ૧૩૦ છે.
જે પ્રકૃતિઓ મિથ્યાષ્ટિ જીવોને સત્તામાં હોય પણ ખરી અને ન પણ હોય તે અધુવસત્તા પ્રકૃતિઓ ૨૮ છે.
ઉચ્ચ ગોત્ર તથા વૈક્રિય એકાદશની ત્રસપણું ન પામેલા જીવોને તેમજ ત્રસપણે પામીને બંધદ્વારા પ્રાપ્ત કરેલ સત્તાવાળા જીવોને પણ સ્થાવરમાં જઈને અવસ્થાવિશેષને પામી ઉઠ્ઠલના કર્યા પછી સત્તા હોતી નથી અને શેષ જીવોને હોય છે.
મનુષ્યદ્વિકની તેઉકાય વાયુકાયમાં જઈને ઉદ્ધલના કર્યા બાદ ત્યાં તેમજ ત્યાંથી નીકળી અન્ય તિર્યંચમાં પણ જ્યાં સુધી બંધદ્વારા સત્તા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી સત્તા હોતી નથી અને અન્યને હોય છે.
જે જીવે સમ્યક્તાદિ વિશિષ્ટ નિમિત્તથી જિનનામ બંધદ્વારા સત્તામાં પ્રાપ્ત કરેલ હોય તેવા જીવને મિથ્યાત્વે અને ચતુર્થાદિ ગુણસ્થાનકોમાં જિનનામની સત્તા હોય અને ન બાંધ્યું હોય તેમને ન હોય.
જે જીવોએ અપ્રમત્તાદિ બે ગુણસ્થાનકે બંધદ્વારા આહારકદ્ધિકની સત્તા પ્રાપ્ત કરી હોય તેવા જીવોને ઉશ્કલના ન કરે ત્યાં સુધી આહારક સપ્તકની સત્તા હોય અને ઉદ્દલના કર્યા બાદ અથવા બાંધ્યું જ ન હોય તેઓને સત્તામાં ન હોય.
ત્રણ પુંજ કરવા દ્વારા સમ્યક્ત મોહનીય અને મિશ્રમોહનીયની સત્તા પ્રાપ્ત કરેલ જીવોને જ્યાં સુધી આ બેનો ક્ષય કે ઉદ્ધલના ન થાય ત્યાં સુધી તે બેની સત્તા હોય અને અન્ય જીવોને ન હોય.
| સર્વ સ્થાવરોને દેવ-નરકાયુની, તેઉકાય-વાયુકાય તથા સાતમી નારકના જીવોને મનુષ્પાયુષની, સર્વ નારકોને દેવાયુષની, સર્વ દેવોને નરકાયુની તેમજ આનતાદિ દેવોને તિર્યંચાયુની સત્તા હોતી નથી. અન્ય જીવોને યથાયોગ્ય ચારે આયુની સત્તા હોય છે.
એમ આ અઠ્યાવીસે પ્રકૃતિઓ સત્તામાં કોઈકને હોય છે અને કોઈકને હોતી નથી માટે અદ્ભવસત્તાક છે.
જો કે અનંતાનુબંધિકષાયની પણ ચતુર્થાદિ ગુણસ્થાનકે ઉદ્ધલના કરનાર જીવોને મિશ્રાદિ ગુણસ્થાનકે સત્તા હોતી નથી અને અન્ય જીવોને હોય છે છતાં મિથ્યાદષ્ટિ દરેક જીવોને સર્વકાળે તેની સત્તા હોય છે માટે અનંતાનુબંધિ ધ્રુવસત્તાક છે.