________________
તૃતીયદ્વાર-સારસંગ્રહ
૩૬૧
આકારવાળા હોવા છતાં આ સર્વે એકેન્દ્રિય છે, બેઈન્દ્રિય છે ઈત્યાદિ એક સ્વરૂપ શબ્દવ્યવહાર બીજા કોઈ કર્મથી સિદ્ધ ન હોવાથી તેવા એકેન્દ્રિયાદિક શબ્દવ્યવહારનું અમુક હદ સુધીના ચૈતન્યના નિયામકનું કારણ જાતિનામકર્મ માનવું પડે છે.
જે કર્મના ઉદયથી જીવ જેમાં વિસ્તાર પામે એવું અથવા જે ઉપભોગના સાધનરૂપ અને જીર્ણાદિક સ્વભાવવાળું શરીર પ્રાપ્ત થાય તે શરીરનામકર્મ. તે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ એમ પાંચ પ્રકારે છે.
જે કર્મના ઉદયથી જીવ ઔદારિક-વૈક્રિય-આહારક-આદિ પાંચે શરીરયોગ્ય પગલો ગ્રહણ કરી ઔદારિકાદિ શરીરરૂપે પરિણાવી આત્મપ્રદેશો સાથે પાણી અને દૂધની જેમ અભેદસ્વરૂપ સંબંધ કરે તે અનુક્રમે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ શરીરનામકર્મ કહેવાય છે.
મસ્તક, પીઠ, છાતી, પેટ, બે ભુજાઓ અને બે સાથળો એ આઠ અંગો, અને મુખ, નાક, નાભિ, આંગળીઓ વગેરે ઉપાંગો તથા દાંત, નખ, પર્વ, રેખાઓ વગેરે અંગોપાંગો કહેવાય છે, જે કર્મના ઉદયથી શરીરપણે પરિણામ પામેલાં પુગલોનો અંગ-ઉપાંગ અને અંગોપાંગ રૂપ સ્પષ્ટ વિભાગ સ્વરૂપે વિભાગ થાય તે અંગોપાંગનામકર્મ
જે કર્મના ઉદયથી ઔદારિક, વૈક્રિય કે આહારક શરીર સ્વરૂપ પરિણામ પામેલાં પુગલોનો તે તે શરીરનાં અંગ-ઉપાંગ અને અંગોપાંગ રૂપે સ્પષ્ટ વિભાગ સ્વરૂપે પરિણામ થાય તે અનુક્રમે ઔદારિક-વૈક્રિય અને આહારક અંગોપાંગનામકર્મ કહેવાય છે.
તૈજસ અને કાર્પણ શરીર જીવના સંસ્થાન સ્વરૂપ હોવાથી આ બંને શરીરને અંગોપાંગ હોતાં નથી.
જે કર્મના ઉદયથી આત્મપ્રદેશો અને ગ્રહણ કરાતાં ઔદારિકાદિ પુદ્ગલોનો અથવા પૂર્વે પ્રહણ કરાયેલાં અને નવાં ગ્રહણ કરાતાં ઔદારિકાદિ પુદ્ગલોનો પરસ્પર એકાકાર સંબંધ થાય તે બંધન નામકર્મ પાંચ પ્રકારે છે.
જે કર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ પુદ્ગલોનો પરસ્પર પોત-પોતાની સાથે એકાકાર સંબંધ થાય તે અનુક્રમે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ બંધન નામકર્મ કહેવાય છે.
જે કર્મના ઉદયથી ઔદારિકાદિ સ્વજાતીય પુગલો એકઠાં કરાય તે સંઘાતન નામકર્મ પાંચ પ્રકારે છે.
જે કર્મના ઉદયથી ઔદારિક, વૈક્રિય આહારક, તૈજસ અને કાર્મણ શરીર યોગ્ય પુદ્ગલો સમૂહરૂપે થાય તે અનુક્રમે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ સંઘાતન નામકર્મ છે.
જે કર્મના ઉદયથી ઔદારિક શરીરમાં હાડકાંઓની અમુક ભિન્ન ભિન્ન રીતે રચના થાય તે સંઘયણ નામકર્મ છ પ્રકારે છે.
પંચ ૧-૪૬