________________
તૃતીયદ્વાર-સારસંગ્રહ
૩૫૯
• જેના ઉદયથી ઉપસર્ગો અને પરિષદો પ્રાપ્ત થયે છતે અથવા ઇષ્ટ કે અનિષ્ટ શબ્દાદિક વિષયોની પ્રાપ્તિમાં ત્યાગી મુનિ પણ રાગ-દ્વેષના પરિણામવાળા થાય તે સંજવલન કષાય કહેવાય છે.
પ્રથમના બાર કષાયો સમ્યક્તાદિ મૂળ ગુણોનો ઘાત કરનારા છે અને સંજવલન કષાયો સંયમમાં અતિચાર માત્ર લગાડનારા એટલે કે યથાખ્યાત ચારિત્રનો ઘાત કરનારા છે.
જેના ઉદયથી જીવ ઈર્ષ્યા, અસૂયા, ગુસ્સા આદિની લાગણીવાળો થાય તે ક્રોધ.
જેના ઉદયથી જીવ ગર્વ, અભિમાન, અક્કડતા, મદ આદિની લાગણીવાળો થાય તે માન.
જેના ઉદયથી જીવ કપટ, દંભ, વક્રતા, માયા આદિની લાગણીવાળો થાય તે માયા.
જેના ઉદયથી જીવ આસક્તિ, ઇચ્છા, આશા, આકર્ષણ, તૃષ્ણા આદિની લાગણીવાળો થાય તે લોભ.
જેના ઉદયથી જીવને કષાયોની ઉત્પત્તિમાં પ્રેરણા મળે અર્થાતુ પોતે સંપૂર્ણ કષાય સ્વરૂપ ન હોવા છતાં કષાયોને પ્રગટ થવામાં નિમિત્તભૂત બને તે નોકષાય અથવા પ્રથમના બાર કષાયોના સહચારી હોવાથી નોકષાયો કહેવાય છે તે હાસ્ય વગેરે ભેદથી નવ પ્રકારે છે.
૧. જેના ઉદયથી જીવને બાહ્ય નિમિત્તોથી અગર નિમિત્ત વિના હાસ્ય થાય તે હાસ્યમોહનીય.
૨. જેના ઉદયથી જીવને બાહ્ય નિમિત્તથી અથવા નિમિત્ત વગર આનંદ થાય તે રતિમોહનીય, અણગમો થાય તે અરતિમોહનીય, શોક થાય તે શોકમોહનીય, બીક લાગે તે ભય મોહનીય, ધૃણા થાય તે જુગુપ્સા મોહનીય કહેવાય છે.
જેના ઉદયથી સ્ત્રી પ્રત્યે અભિલાષા જાગે તે પુરુષવેદ, પુરુષ પ્રત્યે અભિલાષા જાગે તે સીવેદ અને સ્ત્રી-પુરુષ ઉભય પ્રત્યે અભિલાષા જાગે તે નપુંસકવેદ કહેવાય છે. આ ત્રણે વેદ અનુક્રમે તીવ્ર, તીવ્રતા અને તીવ્રતમ અભિલાષ રૂપ હોય છે.
- જે કર્મના ઉદયથી જીવ અમુક નિયત કાળ સુધી દેવભવમાં ટકી રહે તે દેવાયુ, મનુષ્યભવમાં ટકી રહે તે મનુષ્યાયુ, તિર્યંચભવમાં ટકી રહે તે તિર્યંચાયું અને નરકભવમાં ટકી રહે તે નરકાયુ.
જેના ઉદયથી જીવને આરોગ્ય અને વિષયોપભોગાદિ ઇષ્ટસાધનો દ્વારા જે આહલાદ ઉત્પન્ન થાય તે સાતવેદનીય, જેના ઉદયથી જીવને માંદગી આદિ અનિષ્ટ સાધનો દ્વારા જે ખેદરૂપ દુઃખ ઉત્પન્ન થાય તે અસતાવેદની.
જેના ઉદયથી ઉત્તમ કુલ આદિની પ્રાપ્તિ થાય તે ઉચ્ચ ગોત્ર અને જેના ઉદયથી નિંદનીયકુલ આદિની પ્રાપ્તિ થાય તે નીચ ગોત્ર.
નામકર્મની પ્રકૃતિઓના મુખ્ય બે પ્રકાર છે, જેના અવાજોર ભેદો હોય તે પિડપ્રકૃતિ,