________________
પંચસંગ્રહ-૧
તેનું અવલંબન લઈ છોડે તે મન:પર્યાપ્તિ. આ પર્યાપ્તિઓ એકેન્દ્રિય બેઇન્દ્રિયાદિ-અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યન્ત અને સંજ્ઞી પંચેન્દ્રિયને અનુક્રમે ચાર, પાંચ અને છ હોય છે. ઉત્પત્તિના પહેલે જ સમયે સઘળા જીવો પોતપોતાની યોગ્યતા પ્રમાણે સઘળી પર્યાપ્તિઓને એક સાથે જ ઉત્પન્ન કરવાની શરૂઆત કરે છે અને અનુક્રમે પૂર્ણ કરે છે. તેમાં પહેલી આહારપર્યાપ્તિ કરે છે, ત્યારબાદ શરીરપર્યાપ્તિ, પછીથી ઈન્દ્રિય પર્યાપ્તિ એ પ્રમાણે અનુક્રમે ચોથી, પાંચમી અને છઠ્ઠી પર્યાપ્તિ પૂર્ણ કરે છે. આહારપર્યાપ્તિ ઉત્પત્તિના પ્રથમ સમયે જ પૂર્ણ થાય છે. અને શેષ પર્યાપ્તિઓ અનુક્રમે અંતર્મુહૂર્ત કાલે પૂર્ણ થાય છે.
પ્રશ્ન–આહારપર્યાપ્તિ પહેલે જ સમયે જ પૂર્ણ થાય છે એ શી રીતે જાણી શકાય ?
ઉત્તર–આ વિષયમાં ભગવાન્ આર્ય શ્યામાચાર્યે પન્નવણાસૂત્રમાં બીજા ઉદ્દેશકમાં આ સૂત્ર કહ્યું છે “આહીર જ્ઞત્તિ માનત્તે ભંતે વિમહિર, મહારણ ? યમ નો બહાર નાહાર તિ.' હે ભગવન્! આહારપર્યાપ્તિ વડે અપર્યાપ્તા શું આહારી હોય કે અણાહારી હોય ? તે. પ્રશ્નના ઉત્તરમાં ભગવાનું મહાવીર ગૌતમસ્વામીને કહે છે કે–હે ગૌતમ ! આહારપર્યાપ્તિ વડે અપર્યાપ્તિજીવો આહારી હોતા નથી. પરંતુ અણાહારી હોય છે. તેથી આહારપર્યાપ્તિ વડે અપર્યાપ્ત વિગ્રહગતિમાં જ સંભવે છે, ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત થયેલા આહારપર્યાપ્તિ વડે અપર્યાપ્ત સંભવતા નથી. કારણ કે ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત થનાર પહેલે જ સમયે આહાર કરે છે, તેથી એમ જણાય છે કે આહારપર્યાપ્તિની પૂર્ણતા ઉત્પત્તિના પહેલે જ સમયે થાય છે. જો કદાચ ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત થયેલો પણ આહારપર્યાપ્તિ વડે અપર્યાપ્ત હોય તો ઉત્તર સૂત્રને આ પ્રમાણે કહેવું જોઈએ-“સિય માહીર સિય માહિરણ'. આહારપર્યાપ્તિએ અપર્યાપ્તા કદાચ આહારી પણ હોય, કદાચ અણાહારી પણ હોય. જેમ શરીરાદિપર્યાપ્તિના સંબંધમાં કદાચ આહારી પણ હોય, કદાચ અણાહારી પણ હોય, તેમ કહ્યું છે. આહારપર્યાપ્તિએ અપર્યાપ્તા વિગ્રહ ગતિમાં અણાહારી હોય અને ઉત્પત્તિસ્થાનમાં આવી આહાર કરે ત્યારે આહારી હોય. આ પ્રમાણે ત્યારે જ બને કે જે સમયે ઉત્પત્તિસ્થાનમાં આવી ઉત્પન્ન થાય છે તે સમયે જો આહારપર્યાપ્તિ પૂર્ણ ન થાય. પરંતુ તે જ સમયે આહારપર્યાપ્તિ પૂર્ણ થાય છે માટે આહારપર્યાપ્તિ વડે અપર્યાપ્તા તો વિગ્રહગતિમાં જ હોય છે, અને તે વખતે અણાહારી હોય છે. તેથી જ આહારપર્યાપ્તિ વડે અપર્યાપ્તાનું અણાહારીપણું વિગ્રહગતિમાં જ સંભવે છે. અને શરીરાદિપર્યાપ્તિ વડે અપર્યાપ્તા વિગ્રહગતિમાં અણાહારી હોય છે, અને ઉત્પત્તિસ્થાને ઉત્પન્ન થયા બાદ જ્યાં સુધી શરીરાદિ પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી તે તે પર્યાપ્તિ વડે અપર્યાપ્ત આહારી હોય છે. એટલે શરીરાદિ પર્યાપ્તિ વડે અપર્યાપ્તા અણાહારી અને આહારી એમ બંને પ્રકારે હોય છે. તથા સઘળી પર્યાપ્તિઓનો પૂર્ણ કરવાનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. જેઓ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે તેઓ પર્યાપ્તા કહેવાય છે, અને સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ નહિ કરનારા આત્માઓ અપર્યાપ્તા કહેવાય છે. તે અપર્યાપ્તા લબ્ધિ અને કરણથી એમ બે પ્રકારે છે. તેમાં જેઓ અપર્યાપ્તા છતા જ મરે, પરંતુ સ્વયોગ્ય સઘળી પર્યાપ્તિઓ પૂર્ણ ન જ કરે તે લબ્ધિ અપર્યાપ્તા કહેવાય, અને જેઓએ શરીર અને ઇન્દ્રિયાદિ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી નથી પરંતુ અવશ્ય પૂર્ણ કરશે તે કરણ