________________
તૃતીયાર
૩૨૩
અર્થ–સર્વઘાતિ સિવાયની જ્ઞાનાવરણ અને દર્શનાવરણની પ્રકૃતિઓ, પુરુષવેદ, સંજ્વલન કષાય, અને અંતરાય એટલી કર્મપ્રકૃતિઓ ચતુઃસ્થાન પરિણત છે. અને શેષ સઘળી કર્મપ્રકૃતિઓ બે, ત્રણ અને ચાર એમ ત્રણસ્થાન પરિણત છે.
ટીકાનુ–સર્વથા પ્રકારે જ્ઞાન અને દર્શનને દબાવનાર કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીયને છોડી શેષ મતિ, શ્રુતિ, અવધિ અને મન:પર્યવજ્ઞાનાવરણ એ ચાર જ્ઞાનાવરણ ચક્ષુ, અચકું અને અવધિદર્શનાવરણ એ ત્રણ દર્શનાવરણ, પુરુષવેદ, સંજ્વલન ક્રોધાદિ ચાર, અને દાનાંતરાયાદિ પાંચ અંતરાય એ સત્તર પ્રવૃતિઓ ચતુઃસ્થાન પરિણત છે. • એટલે કે તેઓના રસબંધ આશ્રયી એકસ્થાનક, દ્વિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક એમ ચારે પ્રકારો હોય છે.
તેમાં જ્યાં સુધી જીવો શ્રેણિ પર આરૂઢ થયા હોતા નથી ત્યાં સુધી આ સત્તર પ્રવૃતિઓનો અધ્યવસાયને અનુસરી બેસ્થાનક, ત્રણસ્થાનક અથવા ચારસ્થાનક રસ બંધાય છે. અને શ્રેણ્યારૂઢ આત્માઓ અનિવૃત્તિનાદર સંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી અત્યંત વિશુદ્ધ અધ્યવસાયના યોગે એકસ્થાનક રસ બાંધે છે. તેથી તે સત્તર પ્રવૃતિઓ બંધ આશ્રયી ચતુઃસ્થાન રસ પરિણત સંભવે છે.
સત્તર સિવાયની શેષ શુભ અથવા અશુભ દરેક પ્રવૃતિઓ બંધ આશ્રયી બેત્રણ અથવા ચારસ્થાનક રસવાળી છે. કોઈપણ કાળે એકસ્થાનક રસવાળી હોતી નથી. એટલે કે સત્તર સિવાયની સઘળી પ્રકૃતિઓનો અધ્યવસાયને અનુસરી બેસ્થાનક, ત્રણસ્થાનક અથવા ચારસ્થાનક રસ બંધાય છે, કોઈપણ કાળે એકસ્થાનક રસ બંધાતો નથી.
એકસ્થાનક રસ કેમ બંધાતો નથી ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે–અહીં પ્રકૃતિઓ બે પ્રકારની છે : ૧. શુભ, ૨. અશુભ. તેમાં અશુભપ્રકૃતિઓના એકસ્થાનક રસબંધનો સંભવ અનિવૃત્તિનાદર સંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી છે, તે પહેલાં નહિ, કારણ કે પહેલાં એકસ્થાનક રસબંધ યોગ્ય અધ્યવસાયો જ હોતા નથી. જે કાળે એકસ્થાનક રસબંધ યોગ્ય અધ્યવસાયોનો સંભવ છે તે કાળે સત્તર પ્રવૃતિઓ સિવાયની અન્ય કોઈ અશુભ પ્રવૃતિઓ તેઓના બંધહેતુઓનો વિચ્છેદ થયેલો હોવાથી બંધાતી જ નથી. માત્ર જે કેવળજ્ઞાનાવરણીય અને કેવળદર્શનાવરણીય એ બે અશુભ પ્રકૃતિઓ બંધાય છે, તે બંને સર્વઘાતિ હોવાથી તેઓનો ઓછામાં ઓછો બેસ્થાનક રસ બંધાય છે, એકસ્થાનક રસ બંધાતો નથી. કારણ કે સર્વાતિ પ્રકૃતિઓનો જઘન્યપદે પણ બેસ્થાનક રસબંધનો જ સંભવ છે.
જે શુભ પ્રકૃતિઓ છે તેઓનો અત્યન્ત વિશુદ્ધ પરિણામે વર્તમાન આત્મા ચોઠાણિયો રસ બાંધે છે. પરંતુ ત્રિસ્થાનક અથવા દ્વિસ્થાનક રસ બાંધતો નથી. અને મંદ મંદતર વિશુદ્ધિમાં વર્તમાન આત્મા ત્રણઠાણિયો અથવા બેઠાણિયો રસ બંધ કરે છે. જ્યારે અત્યન્ત સંક્લિષ્ટ પરિણામ થાય ત્યારે શુભ પ્રકૃતિઓ બંધાતી જ નથી તો પછી તત્સંબંધી રસસ્થાનની ચિંતા જ શા માટે ?
કદાચ એમ કહેવામાં આવે કે નરકગતિ પ્રાયોગ્ય કર્મ બાંધતાં અતિસંક્લિષ્ટ પરિણામી