SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ તૃતીયદ્વાર चतुरस्त्रर्षभातपपराघातपञ्चेन्द्रियागुरुलघुसातोच्चम् । उद्योतं च प्रशस्ताः शेषा द्वयशीतिरप्रशस्ताः ॥२२॥ અર્થ—અને ટીકાનુ–મનુષ્યત્રિક-મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી અને મનુષ્યાયરૂપ. દેવત્રિક-દેવગતિ દેવાનુપૂર્વી અને દેવાયુરૂપ, તિર્યંચાયુ, ઉચ્છવાસ નામ, શરીર અને અંગોપાંગનું અષ્ટક-ઔદારિકાદિશરીર પંચક અને ઔદારિક અંગોપાંગાદિ ત્રણ અંગોપાંગ, શુભ વિહાયોગતિ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપ શુભ વર્ણાદિ ચતુષ્ક. ત્રસાદિ દશક-ત્રસ બાદર. પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય અને યશકીર્તિરૂપ, તીર્થકર, નિર્માણ, સમચતુરગ્ન સંસ્થાન, વજઋષભનારાચસંઘયણ, આતપ, પરાઘાત, પંચેન્દ્રિયજાતિ, અગુરુલઘુ, સાતાવેદનીય, ઉચ્ચ ગોત્ર, ઉદ્યોતનામકર્મ એ બેતાળીસ પ્રકૃતિઓ પ્રશસ્ત-સંજ્ઞાવાળી છે. વર્ણાદિચતુષ્ક શુભપ્રકૃતિઓની સંખ્યામાં અને અશુભપ્રકૃતિઓની સંખ્યામાં એમ બંનેમાં ગણાય છે. કારણ કે તેનો બંને પ્રકારે સંભવ છે. શેષ વ્યાશી પ્રકૃતિઓ અશુભ છે. જે સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય કર્મ છે, તે માત્ર ઉદય આશ્રયીને અશુભમાં ગણાય છે, બંધ આશ્રયી નહિ, કેમ કે તે બંનેના બંધનો અસંભવ છે. તેથી તે બંને પ્રકૃતિઓ આગળ કર્મપ્રકૃતિસંગ્રહના અધિકારમાં અનુભાગની ઉદીરણાને કહેવાના પ્રસંગે જુદી જ કહેવાશે. ૨૧, ૨૨ - આ પ્રમાણે શુભ અશુભદ્વાર કહ્યું. હવે વિપાક ચાર પ્રકારે છે, એમ પહેલાં કહ્યું છે, તેનું વિવરણ કરવા ઇચ્છતાં પ્રથમ પુદ્ગલવિપાકિની પ્રકૃતિઓ કહે છે आयावं संठाणं संघयणसरीरअंगउज्जोयं । नामधुवोदयउवपरघायं पत्तेयसाहारं ॥२३॥ उदइयभावा पोग्गलविवागिणो । आतपं संस्थानानि संहननशरीराङ्गोद्योतम् । नामधुवोदयोपघातपराघातं प्रत्येकसाधारणम् ॥२३॥ અર્થ–આતપ, સંસ્થાન, સંઘયણ, શરીર, અંગોપાંગ, ઉદ્યોત, નામધ્રુવોદયી, ઉપઘાત, પરાઘાત, પ્રત્યેક અને સાધારણ એ ઔદયિકભાવવાળી અને પુદ્ગલવિપાકિની પ્રકૃતિઓ છે. 1 ટીકાનુ—વિપાક આશ્રયી પ્રકૃતિઓ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે –ગુગલવિપાકી, ભવવિપાકી, ક્ષેત્રવિપાકી અને જીવવિપાકી એ પહેલાં કહ્યું છે. જે કર્મપ્રકૃતિઓ પુદ્ગલના વિષયમાં ફળ આપવાને સન્મુખ હોય તે પુગલવિપાકી, એટલે કે જે પ્રકૃતિઓના ફળને આત્મા પુદ્ગલ દ્વારા અનુભવે, ઔદારિકાદિ નામકર્મના ઉદયથી ગ્રહણ કરેલાં પુદ્ગલોમાં જે કર્મપ્રકૃતિઓ પોતાની શક્તિ બતાવે તે પુદ્ગલવિપાકી કહેવાય છે. તે છત્રીસ છે. તે આ પ્રમાણે–આતપનામ, છ સંસ્થાન, છ સંઘયણ, તૈજસ કાર્મણ વર્જીને શેષ ત્રણ શરીર, તૈજસ અને કાર્યણ નામધ્રુવોદયીના ગ્રહણ વડે ગ્રહણ કરાશે માટે શરીરનું ગ્રહણ
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy