________________
૩૦૨
પંચસંગ્રહ-૧
માત્ર પુદ્ગલોની સંહતિ-સમૂહ થવામાં સંઘાતન નામકર્મ તુ નથી, કારણ કે સમૂહ તો ગ્રહણ માત્રથી જ સિદ્ધ છે, તેથી માત્ર સંહતિમાં હેતુભૂત સંઘાત નામકર્મ માનવાની આવશ્યકતા નથી, પરંતુ ઔદારિકાદિ શરીરની રચનાને અનુસરી સંઘાત વિશેષ-પિંડ વિશેષ તે તે પુદ્ગલોની રચના વિશેષ થવામાં સંઘાત નામકર્મ નિમિત્ત છે. અને રચના તો ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, અથવા કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોની જ થાય છે. કારણ કે જગતમાં ઔદારિકાદિ શરીર યોગ્ય પગલો છે, અને તેના હેતુભૂત ઔદારિકાદિ નામકર્મો છે. ઔદારિક તૈજસ વર્ગણા, કે ઔદારિક કાર્મણ વર્ગણાદિ નથી તેમજ તેના હેતુભૂત ઔદારિક તૈજસ નામકર્મ આદિ કર્મ પણ નથી, જેથી તેવા પ્રકારની વર્ગણા ગ્રહણ કરી રચના થાય. પરંતુ ઔદારિક વર્ગણા છે, અને તેના હેતુભૂત ઔદારિક નામકર્મ છે. ઔદારિક નામકર્મના ઉદયથી શરીર યોગ્ય વર્ગણાનું ગ્રહણ અને ઔદારિક સંઘાતન નામકર્મના ઉદયથી ઔદારિક શરીરને યોગ્ય રચના થાય છે. અને ઔદારિકાદિ બંધન નામકર્મના ઉદયથી તેનો ઔદારિકાદિ શરીર સાથે સંબંધ થાય છે. એટલે જે શરીર નામકર્મના ઉદયથી જે પુગલો ગ્રહણ કરે તે પુદ્ગલોની રચના તે શરીરને અનુસરીને જ થાય છે. પછી સંબંધ ભલે ગમે તેની સાથે થાય, તેથી સંઘાત નામકર્મ તો પાંચ પ્રકારે જ અને જુદાં જુદાં શરીરો સાથે સંબંધ થતો હોવાથી બંધન પંદર પ્રકારે છે.
જેઓ પાંચ બંધન અને પાંચ સંઘાતન માને છે તેઓના મતે તો ઉપરોક્ત શંકાને અવકાશ જ નથી. તે સંઘાતન નામ પાંચ પ્રકારે છે–૧. ઔદારિક સંઘાતનું નામ, ૨. વૈક્રિય સંઘાતન નામ. ૩. આહારક સંઘાતન નામ, ૪. તૈજસ સંઘાતન નામ, ૫. અને કાર્યણ સંઘાતન નામ. તેમાં દારિક શરીરની રચનાને અનુસરી ઔદારિક પુદ્ગલોની સંહતિરચના થવામાં નિમિત્તભૂત જે કર્મ તે ઔદારિક સંઘાતન નામકર્મ. એમ શેષ ચાર સંઘાતન કર્મોનો અર્થ જાણી લેવો. આ લક્ષણ ઘટતું હોવાથી કોઈ દોષ પ્રાપ્ત થતો નથી.
આ પ્રમાણે નામકર્મના સંબંધમાં કહેવા યોગ્ય કહીને હવે તેનો ઉપસંહાર કરે છે–
૧. આ સંબંધે ઉપાધ્યાયજી મહારાજ આ પ્રમાણે લખે છે :
પ્રશ્ન–સંઘાતન નામકર્મ માનવાનું શું પ્રયોજન છે ? માત્ર પુદ્ગલોનો સમૂહ કરવો તેની અંદર તે કર્મ કારણ છે એવો ઉત્તર આપતા હો તો તે યોગ્ય નથી. કેમ કે પુદગલોનો સમહ તો ઔ નામકર્મના ઉદયથી જે પુદ્ગલો ગ્રહણ કરે છે તે ગ્રહણ કરવા માત્રથી જ સિદ્ધ છે. તેમાં તો સંઘાત નામકર્મનો કંઈ ઉપયોગ નથી. તથા ઔદારિકાદિ શરીરની રચના પ્રમાણે સંઘાત-સમૂહ વિશેષ કરવો તેમાં સંઘાતન નામકર્મ કારણ છે. આવો પૂર્વાચાર્યનો અભિપ્રાય પણ યુક્ત નથી. કારણ કે જેમ તન્તનો સમૂહ પટ પ્રત્યે કારણ છે. તેમ ઔદારિકાદિ પુદગલોનો સમૂહ ઔદારિકાદિ શરીરોનું કારણ છે, અને સમૂહ તો. ગ્રહણમાત્રથી સિદ્ધ છે. તેમાં સંધાતનને વિશેષ કારણરૂપે માનવાની શી આવશ્યકતા છે ?
ઉત્તર–અમુક પ્રમાણમાં જ લંબાઈ જાડાઈ નિશ્ચિત પ્રમાણવાળા ઔદારિકાદિ શરીરની રચના માટે સમૂહ વિશેષની-ઔદારિકાદિ શરીરને અનુસરતી રચનાની આવશ્યકતા છે અને તેથી જ શરીરનું તારતમ્ય થાય છે. માટે સમૂહ વિશેષના કારણરૂપે સંઘાતન નામકર્મ અવશ્ય માનવું જોઈએ, એ રીતે પૂર્વાચાર્યોનો અભિપ્રાય જ યુક્ત છે. તાત્પર્ય એ કે–ઔદારિકાદિ નામકર્મના ઉદયથી જે ઔદારિકાદિ પુદગલો ગ્રહણ કરે તેની નિયત પ્રમાણવાળી રચના થવામાં સંઘાતન નામકર્મ હેતુ છે.