________________
પંચસંગ્રહ-૧
૨૯૮
ભેદની અને સંઘાતન નામના પાંચ ભેદની પોતપોતાના શરીરની અંતર્ગત વિવક્ષા કરી છે એમ
સમજવું.
જો કે પાંચે બંધન અને સંઘાતનનો બંધ છે અને ઉદય પણ છે છતાં જે શરીર નામકર્મનો બંધ કે ઉદય હોય તે સાથે તે શરીર યોગ્ય બંધન અને સંઘાતનનો અવશ્ય બંધ અને ઉદય હોય જ છે તેથી બંધ અને ઉદયમાં જુદા વિવસ્યા નથી.
સત્તામાં જુદા જુદા બતાવ્યા છે, અને તે બતાવવા જ જોઈએ. જો સત્તામાં પણ ન બતાવવામાં આવે તો મૂળ વસ્તુ જ ઊડી જાય, બંધન અને સંઘાતન નામનું કોઈ કર્મ જ નથી એમ થાય, એટલે સત્તામાં બતાવ્યા છે.
કયા કયા બંધન અને સંઘાતનની કયા કયા શરીરની અંતર્ગત વિવક્ષા કરી છે તે કહે –ઔદારિક બંધન અને સંઘાતન નામકર્મની, ઔદારિક શરીર નામકર્મની અંતર્ગત, વૈક્રિય બંધન અને સંઘાતન નામકર્મની, વૈક્રિય શરીર નામકર્મની અંતર્ગત આહારકબંધન અને સંઘાતન નામની આહારક શરીર નામની અંતર્ગત, તૈજસ બંધન અને સંઘાતન તૈજસ શ૨ી૨ નામની અંતર્ગત, અને કાર્યણ બંધન અને કાર્યણ સંઘાતન નામકર્મની કાર્પણ શરીર નામકર્મની અંતર્ગત વિવક્ષા કરી છે.
જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નામકર્મના અનુક્રમે પાંચ, બે, પાંચ અને આઠ ઉત્તરભેદો થાય છે, તેની બંધ અને ઉદયમાં વિવક્ષા કરી નથી પરંતુ સામાન્યતઃ વર્ણાદિ ચાર જ ગણ્યા છે કારણ કે વીસેનો સાથે જ બંધ અને ઉદય હોય છે. એક પણ પ્રકૃતિ પહેલાં કે પછી બંધ કે ઉદયમાંથી ઓછી થતી નથી. તેથી એમ વિવક્ષા કરી છે.
તથા દર્શન મોહનીયની બે ઉત્તર પ્રકૃતિ—સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહનીયને બંધમાં ગ્રહણ કરતા નથી, કારણ કે તેનો બંધ જ સંભવતો નથી. તેને જ સ્પષ્ટપણે બતાવે છે. જેમ કોઈ છાણ આદિ ઔષધિ વિશેષ વડે મદનકોદરા શુદ્ધ કરે છે, તેમ આત્મા મદનકોદરા જેવા મિથ્યાત્વ મોહનીય કર્મને ઔષધિસમાન સમ્યક્ત્વને અનુરૂપ વિશુદ્ધિ વિશેષ વડે શુદ્ધ કરે છે, અને તેને ત્રણ ભાગમાં વહેંચી નાંખે છે. તે આ પ્રમાણે ઃ ૧. શુદ્ધ, ૨. અવિશુદ્ધ અને ૩.
અશુદ્ધ.
તેમાં અત્યંત શુદ્ધ કરાયેલા કે જે સમ્યક્ત્વ સ્વરૂપને પ્રાપ્ત થયેલા છે. એટલે કે જે સમ્યક્ત્વ પ્રાપ્ત થવામાં વિઘાતક થતા નથી તે પુદ્ગલો શુદ્ધ કહેવાય છે. અને તેનો સમ્યક્ત્વ મોહનીય એ નામે વ્યવહાર થાય છે.
જે અલ્પ શુદ્ધિને પ્રાપ્ત થયેલા છે તે અર્ધ વિશુદ્ધ અને તેનો મિશ્ર મોહનીય એ નામે વ્યવહાર થાય છે.
જેઓ અલ્પ પણ શુદ્ધિને પ્રાપ્ત થયેલા નથી, પરંતુ મિથ્યાત્વ મોહનીય સ્વરૂપે જ રહેલ છે, તે અશુદ્ધ કહેવાય છે. કહ્યું છે કે—
જેમ છાણાદિ વડે મદનકોદરા શુદ્ધ કરાય છે તેમ સમ્યક્ત્વરૂપ ગુણ વડે તે ભવ્ય આત્મા