________________
તૃતીયદ્વાર
૨૭૯
પરનો મોહ ઓછો કરી શકે નહિ તે અપ્રત્યાખ્યાનાવરણીય કષાય છે. કહ્યું છે કે “જે કર્મના ઉદયથી અલ્પ પણ પચ્ચખ્ખાણ કરવાના ઉત્સાહવાળો ન થાય, એ અપ્રત્યાખ્યાનાવરણીય સંજ્ઞા અનંતાનુબંધિથી ઊતરતા બીજા કષાયોમાં યોજેલી છે.”
અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયથી અલ્પ પણ વિરતિના પરિણામ થતા નથી જો કે સમ્યક્ત પ્રાપ્તિ થાય છે. તે સમ્યક્તી આત્માઓને પાપવ્યાપારોથી છૂટવાની ઇચ્છા જરૂર હોય છે પરંતુ છોડી શકતા નથી અને તેમાં પ્રવૃત્તિ કરે છે તો પણ પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે પ્રવૃત્તિ કરે છે. | સર્વથા પ્રકારે પાપવ્યાપારના ત્યાગરૂપ સર્વવિરતિ ચારિત્ર જે વડે અવરાય–દબાય એટલે કે જેના ઉદયથી સંપૂર્ણ પાપવ્યાપારનો સર્વથા ત્યાગ ન કરી શકે તે પ્રત્યાખ્યાનાવરણીય કષાય કહેવાય છે. કહ્યું છે કે સર્વથા પાપવ્યાપારથી જે વિરતિ, તેને અહીં પ્રત્યાખ્યાન કહ્યું છે. તેને આવરનાર અપ્રત્યાખ્યાનાવરણીય કષાયોથી મંદ જે ત્રીજા કષાયો તેમાં પ્રત્યાખ્યાનાવરણીય સંજ્ઞા યોજેલી છે.
આ કષાયના ઉદયથી આત્મા સર્વથા પ્રકારે પાપવ્યાપારનો ત્યાગ કરી શકતો નથી, દેશથી ત્યાગ કરી શકે છે. એટલે શ્રાવકપણું પ્રાપ્ત થાય છે, પરન્તુ સાધુપણું પ્રાપ્ત થતું નથી.
પરિષહ ઉપસર્ગ આદિ પ્રાપ્ત થયે છતે સર્વથા પ્રકારે પાપવ્યાપારના ત્યાગી ચારિત્ર્યવાન સાધુ મહારાજને પણ જે કષાયો કંઈક જાજ્વલ્યમાન કરે—કષાયયુક્ત કરે તે સંજજ્વલન કષાય કહેવાય છે. કહ્યું છે કે જે કારણ માટે સર્વથા પાપવ્યાપારના ત્યાગી સંવિગ્ન યતિને પણ
-
૧. વિરતિ એટલે વિરમવું–પાછા હઠવું, બહિરાત્મભાવથી છૂટી આત્માના સ્વરૂપમાં સ્થિર થવું તે છે. જયાં સુધી સર્વથા પાપવ્યાપારથી છૂટતો નથી, જ્યાં સુધી પૌદ્ગલિકભાવ રહે છે ત્યાં સુધી આત્મા સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકતો નથી. સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કર્યા વિના કોઈપણ આત્મા સંપૂર્ણ કર્મનો ક્ષય કરી મોક્ષમાં જઈ શકતો નથી. તેથી જ મોક્ષ પ્રાપ્ત કરવા માટે વિરતિ-સંપૂર્ણ ત્યાગ આવશ્યક છે.
' અહીં વિરતિ કોને કહેવી તે સમજવું આવશ્યક છે. વિરતિ એટલે જે પદાર્થનો પોતે ત્યાગ કર્યો છે તેના રસનો પણ ત્યાગ થવો તે. જેમ કે, ઉપવાસ જ્યારે કરીએ ત્યારે જો કે બાહ્યથી આહારનો ત્યાગ કર્યો છે, પરંતુ ઊંડા ઊતરીને આપણે વિચારીએ તો જણાશે કે જે આહારનો ત્યાગ કર્યો છે તેનો રસ તો . કાયમ છે. રસનો ત્યાગ થયો હોતો નથી. જ્યારે એ રસનો પણ ત્યાગ થાય ત્યારે યથાર્થ ઉપવાસ થાય છે. તેમ જેની જેની જેટલા પ્રમાણમાં વિરતિ પ્રાપ્ત થાય તેના તેના તેટલા તેટલા પ્રમાણમાં રસનો પણ ત્યાગ થાય ત્યારે યથાર્થ વિરતિ પ્રાપ્ત થાય છે.
પૌલિક પદાર્થો પરના રસનો ત્યાગ ન થવા દેવો તે કષાયોનું કાર્ય છે. અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાયોનો જેમ જેમ ક્ષયોપશમ થતો જાય તેમ તેમ રસનો ત્યાગ થતો જાય છે. રસ એટલે બહારથી વસ ત્યાગ કર્યો હોય છતાં અંતરંગ તેની ઇચ્છા કાયમ રહેવી. તે દેશવિરતિ કે સર્વવિરતિ મહાત્માઓને જેટલા જેટલા પ્રમાણમાં વિરતિ પ્રાપ્ત થાય છે તેટલા તેટલા પ્રમાણમાં પૌગલિક પદાર્થોની અંતરંગ ઇચ્છા નષ્ટ થતી જાય છે. જેટલે જેટલે અંશે અંતરંગ ઇચ્છા નષ્ટ થાય એટલે તેટલે અંશે આત્મા વિભાવમાંથી સ્વભાવમાં આવતો જાય છે. સર્વવિરતિસંપન્ન મુનિરાજોને પૌગલિક પદાર્થોની અંતરંગ ઇચ્છા નષ્ટ થયેલી હોવાથી અનુત્તર વિમાનનાં પૌલિક સુખો પણ તુચ્છ લાગે છે.
' ૨. ઉઘતવિહારી છઠ્ઠાસાતમા ગુણસ્થાનકે રહેલા મુનિ સંવિજ્ઞ યતિ કહેવાય છે.