________________
દ્વિતીયદ્વાર-સારસંગ્રહ
૨૫૯
મહાશુક્ર “કલ્પના દેવો, પાંચમી નરકના નારકો, લાન્તકના દેવો, ચોથી નરકના નરકો, બ્રહ્મલોકના દેવો, ત્રીજી નરકના નારકો, માહેન્દ્ર અને સનકુમાર કલ્પના દેવો, તથા બીજી નારકના નારકો એમ અનુક્રમે એક એકથી અસંખ્યાત ગુણા છે.
સહસ્ત્રાર કલ્પથી પ્રારંભી બીજી નરકના નારકો સુધીના પ્રત્યેક દેવો તથા પ્રત્યેક નારકો સપ્તરન્નુ પ્રમાણ શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય પ્રદેશરાશિ પ્રમાણ છે, છતાં ઉત્તરોત્તર શ્રેણિનો અસંખ્યાતમો ભાગ અસંખ્યાતગણો મોટો લેવાનો હોવાથી ઉપરોક્ત અલ્પબદુત્વ સંગત છે.
તે થકી સંમૂચ્છિમ મનુષ્યો અસંખ્યાતગુણા છે, તે થકી ઈશાન કલ્પના દેવો અસંખ્યાતગુણ છે, તેમનાથી તેમની દેવીઓ બત્રીસ ગણી અને બત્રીસ અધિક છે. તે દેવીઓથી સૌધર્મવાસી દેવો સંખ્યાતગુણા અને તેનાથી તે જ કલ્પની દેવીઓ બત્રીસગણી અને બત્રીસ અધિક છે. તેનાથી ભવનપતિદેવો અસંખ્ય ગુણા છે, તેનાથી તેની દેવીઓ બત્રીસગુણી અને બત્રીસ અધિક છે.
ભવનપતિની દેવીઓથી પ્રથમ પૃથ્વીના નારકો અસંખ્યાતગુણ છે. તે થકી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ પુરુષો અસંખ્યાતગુણા છે, તે થકી તેમની સ્ત્રીઓ ત્રણ ગુણી અને ત્રણ અધિક છે. ખેચર પંચેન્દ્રિય તિર્યંચણીઓથી સ્થલચર તિર્યંચ પુરુષો અને તિર્યંચણીઓ, જલચર તિર્યંચ પુરુષો અને તેમની સ્ત્રીઓ, વ્યંતરદેવો અને વ્યંતરીઓ, જ્યોતિષદેવો અને તેમની દેવીઓ એમ એકેકથી અનુક્રમે સંખ્યાતગુણ છે.
ખેચર તિર્યંચ પુરુષોથી જ્યોતિષી દેવીઓ સુધીના દરેક જીવો ઘનીકૃતલોકના એક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાતી શ્રેણિઓના પ્રદેશ રાશિ પ્રમાણ અસંખ્યાતા છે. પરંતુ ઉત્તરોત્તર જીવોના પ્રમાણભૂત પ્રતરનો અસંખ્યાતમો ભાગ સંખ્યાતગુણો મોટો હોવાથી ઉપરોક્ત અલ્પબહુત બરાબર છે.
પોતપોતાની જાતિમાં તિર્યંચમાં સર્વત્ર પુરુષો કરતાં સ્ત્રીઓ સંખ્યાતગુણ એટલે ત્રણગુણી અને ત્રણ અધિક લેવી, જ્યારે દેવોમાં બત્રીસ ગુણી અને બત્રીસ જ અધિક સમજવી.
જ્યોતિષ્ક દેવીઓથી ખેચર, સ્થલચર અને જલચર નપુંસક તિર્યંચો તેમજ પર્યાપ્ત ચઉરિન્દ્રિયો અનુક્રમે એક એકથી સંખ્યાતગુણા છે, પર્યાપ્ત ચઉરિન્દ્રિયથી પર્યાપ્ત પંચેન્દ્રિય પર્યાપ્ત બેઇન્દ્રિય અને પર્યાપ્ત તેઈન્દ્રિય અનુક્રમે એક-એકથી વિશેષાધિક છે.
પર્યાપ્ત તે ઇન્દ્રિયોથી અપર્યાપ્ત પંચેન્દ્રિયો અસંખ્યાતગુણ છે, તે થકી અપર્યાપ્ત ચઉરિન્દ્રિય, તે ઇન્દ્રિય અને બેઈન્દ્રિયો અનુક્રમે એક એકથી વિશેષાધિક છે. અપર્યાપ્ત બેઇન્દ્રિયથી પર્યાપ્ત-અપર્યાપ્ત એક ઉભય પંચેન્દ્રિયો, ચઉરિન્દ્રિયો, તેઈન્દ્રિયો અને બેઇન્દ્રિયો ઉત્તરોત્તર વિશેષાધિક છે.
અપર્યાપ્ત પંચેન્દ્રિયથી પર્યાપ્ત-અપર્યાપ્ત ઉભય બેઇન્દ્રિય સુધીના દરેક જીવો સામાન્યથી એક પ્રતરના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડો થાય તેટલા કહ્યા છે, છતાં