________________
૨૪૮
પંચસંગ્રહ-૧
વિજયાદિ ચાર અનુત્તરમાં જઘન્ય એકત્રીસ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ તેમજ સર્વાર્થસિદ્ધમાં અજઘન્યોત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ ભવસ્થિતિકાળ છે.
એક જીવ આશ્રયી ગુણસ્થાનક કાળ મિથ્યાત્વ ગુણસ્થાનકનો અભવ્ય તથા જાતિભવ્યની અપેક્ષાએ અનાદિ અનંત, મોક્ષગામી ભવ્યજીવોની અપેક્ષાએ અનાદિસાંત અને સભ્યત્વથી પતિતની અપેક્ષાએ સાદિ સાંત એમ ત્રણ પ્રકારે કાળ છે. ત્યાં સાદિ-સાન્ત મિથ્યાષ્ટિનો જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી દેશોનાઈ પુદ્ગલપરાવર્તન કાળ છે.
અહીં પ્રસંગથી પુદ્ગલપરાવર્તનનું સ્વરૂપ કહે છે.
પુદ્ગલપરાવર્તન (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ તથા (૪) ભાવના ભેદથી ચાર પ્રકારે છે. વળી તે દરેકના (૧) સૂક્ષ્મ અને (૨) બાદર એમ બે બે પ્રકાર છે.
(૧) ઔદારિકાદિ કોઈપણ શરીરમાં રહેલો જીવ સંસારમાં પરિભ્રમણ કરતાં જેટલા કાળે જગતમાં રહેલ સર્વ પુદ્ગલોને આહારક વિના ઔદારિકાદિ સાતપણે પરિણાવીને છોડે તેટલા કાળ પ્રમાણ બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્તન છે અને કોઈ એક જીવ જગતમાં રહેલ સર્વ પુદ્ગલોને જેટલા કાળે આહારક વિના ઔદારિકાદિ સાતમાંથી કોઈ એક પણે પરિણાવીને છોડે તેટલા કાળ પ્રમાણ સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તન છે.
(૨) એક જીવ ચૌદ રાજલોકના સર્વ પ્રદેશોને જેટલા કાળે જેમ તેમ મરણ વડે સ્પર્શ કરે તેટલા કાળ પ્રમાણ બાદર ક્ષેત્ર પુદ્ગલપરાવર્તન અને જેટલા કાળે સર્વ લોક પ્રદેશોને ક્રમશઃ મરણ વડે સ્પર્શ કરે તેટલા કાળ પ્રમાણ સૂક્ષ્મ ક્ષેત્ર પુલ પરાવર્તન. '
જો કે જીવની અવગાહના જઘન્યથી પણ અસંખ્ય આકાશ પ્રદેશ પ્રમાણ છે તેથી એક પ્રદેશમાં મરણ સંભવતું નથી છતાં મૃત્યુ પામનાર જીવ વડે સ્પર્શ કરાયેલ પ્રથમ આકાશપ્રદેશની મર્યાદા કરી એક એક આકાશપ્રદેશ કહેલ છે. એથી કોઈ વિરોધ નથી.
(૩) એક જીવ ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળના સર્વ સમયોને જેટલા કાળે જેમ તેમ મરણ વડે સ્પર્શે તેટલા કાળ પ્રમાણ બાદર કાળ પુદ્ગલ પરાવર્તન અને તે જ બન્ને કાળના સર્વ સમયોને જેટલા કાળે ક્રમશઃ મરણ વડે સ્પર્શે તેટલા કાળ પ્રમાણ સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્તન.
(૪) અનુભાગ બંધના કારણભૂત જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીના તરતમતાવાળા અસંખ્ય લોક પ્રમાણ અધ્યવસાયો છે–તે સર્વ રસબંધના અધ્યવસાયોને સંસારમાં પરિભ્રમણ કરતો કોઈ પણ એક જીવ જેમ તેમ મરણ વડે જેટલા કાળે સ્પર્શ કરે તેટલા કાળ પ્રમાણ બાદર ભાવ પુગલ પરાવર્ત અને તે જ રસબંધના અધ્યવસાયોને ક્રમશઃ મરણ વડે જેટલા કાળે સ્પર્શ કરે તેટલા કાળ પ્રમાણ સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્તન કાળ છે.
ક્ષેત્રાદિ ત્રણ પ્રકારના પુદ્ગલનું પરાવર્તન ન હોવા છતાં દ્રવ્ય પુદ્ગલ પરાવર્તનની જેમ આ ત્રણ પુદ્ગલપરાવર્તનોમાં પણ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ કાળ ઘટે છે માટે પ્રવૃત્તિનિમિત્તથી “ગો’ આદિ શબ્દોની જેમ આ ક્ષેત્રાદિ ત્રણને પુગલ પરાવર્તન કહેવાય છે.