________________
દ્વિતીયદ્વાર-સારસંગ્રહ
૨૩૭
હોય છે. તેનું વિશેષ સ્વરૂપ આ પ્રમાણે–
(૧) ઔપથમિક, (૨) ક્ષાયિક, (૩) લાયોપથમિક, (૪) ઔદયિક અને (૫) પારિણામિક આ પાંચ ભાવો છે, બેત્રણ આદિ ભાવોનું મળવું તે છઠ્ઠો સાન્નિપાતિક ભાવ છે.
(૧) મોહનીયકર્મનો સર્વથા ઉપશમ થવાથી પ્રગટ થયેલ જીવનો સ્વભાવ તે ઔપથમિક, તેના (૧) ઉપશમ તથા (૨) ઉપશમનિષ્પન્ન એમ બે ભેદ છે, (૧) મોહનીય કર્મનો સર્વથા ઉપશમ થવો તે ઉપશમ, (૨) તેથી ઉત્પન્ન થયેલ જે આત્મસ્વભાવ તે ઉપશમનિષ્પન્ન, તેના ઉપશમ સમ્ય અને ઉપશમચારિત્ર એમ બે પ્રકાર છે.
(૨) કર્મનો સર્વથા ક્ષય થવાથી પ્રગટ થયેલ જે જીવસ્વભાવ તે ક્ષાયિકભાવ. ક્ષય અને ક્ષયનિષ્પન્ન એમ બે પ્રકારે છે, (૧) કર્મનો ક્ષય થવો તે ક્ષય અને (૨) કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ જે સ્વાભાવિક આત્મસ્વભાવ તે ક્ષયનિષ્પન્ન. તેના કેવલજ્ઞાન, કેવલદર્શન, દાનાદિક પાંચ લબ્ધિ, ક્ષાયિક સમ્યક્ત અને યથાખ્યાત ચારિત્ર એમ નવ પ્રકાર છે.
(૩) ઉદયમાં આવેલ અંશનો ક્ષય અને ઉદયમાં નહિ આવેલ કર્મદલિકનો વિપાકોદય અટકાવવો અથવા તો તે દલિકોને મંદશક્તિવાળાં કરીને સ્વરૂપે ઉદયમાં લાવવાં તે ક્ષાયોપશમિક, તે (૧) ક્ષયોપશમ અને (૨) ક્ષયોપશમનિષ્પન્ન એમ બે પ્રકારે છે. (૧) ચાર ઘાતિકર્મના ઉદિત અંશનો ક્ષય અને અનુદિત કર્ભાશનો વિપાકોદયની અપેક્ષાએ ઉપશમ અથવા અત્યંત અલ્પશક્તિવાળાં કરવા રૂપ ઉપશમ તે ક્ષયોપશમ, (૨) ચારે ઘાતિકર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલ જે જીવસ્વભાવ તે ક્ષયોપશમનિષ્પન્ન. તેના મત્યાદિ ચાર જ્ઞાન, ચક્ષુ આદિ ત્રણ દર્શન, ત્રણ અજ્ઞાન, દાનાદિ પાંચ લબ્ધિ, ક્ષયોપશમ સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિ એમ અઢાર ભેદ છે.
(૪) કર્મના ઉદયથી પ્રગટ થયેલ જે જીવસ્વભાવ તે ઔદયિક, તેના પણ બે ભેદ છે, (૧) ઉદય (૨) ઉદયનિષ્પન્ન. ત્યાં તે તે કર્મનો વિપાકથી અનુભવ કરવો અર્થાત્ વેદવું તે ઉદય અને (૨) કર્મના ઉદયથી પ્રગટ થયેલ જીવનો જે વૈભાવિક સ્વભાવ તે ઉદયનિષ્પન્ન. તેના (૧) જીવવિષયક અને (૨) અજીવવિષયક એમ બે પ્રકાર છે.
" (૧) કર્મના ઉદયથી જીવને જે નરકત્વાદિ પર્યાયની પ્રાપ્તિ અથવા જીવની ક્રોધી, અજ્ઞાની આદિ સંસારી અવસ્થાઓ તે જીવવિષયક ઉદયનિષ્પન્ન, તેના વાસ્તવિક રીતે અસંયમી, ક્રોધી, પુરુષવેદી, ત્રસ, સૂક્ષ્મ આદિ અસંખ્યાત અથવા અનંત ભેદો પણ કહી શકાય, પરંતુ શાસ્ત્રોમાં મુખ્યપણે પ્રસિદ્ધ અજ્ઞાન, સંસારી, અસંયમ, છ વેશ્યા, ચાર ગતિ, ચાર કષાય, ત્રણ વેદ અને મિથ્યાત્વ એમ એકવીસ ભેદો છે.
(ર) કર્મના ઉદયથી જીવે ગ્રહણ કરેલ ઔદારિકાદિ શરીર પુદ્ગલોમાં વર્ણાદિકની પ્રાપ્તિ તથા આકાર આદિની પ્રાપ્તિ તે અજીવવિષયક ઉદયનિષ્પન્ન.
(૫) પોતાની મૂળ અવસ્થાનો ત્યાગ કર્યા વિના કથંચિત્ ઉત્તર અવસ્થાને પ્રાપ્ત કરવી તે પરિણામિક ભાવ. તેના (૧) સાદિ અને (૨) અનાદિ એમ બે ભેદ છે. (૧) ઘી, ગોળ આદિ પદાર્થોની પૂર્વાપર આદિ અવસ્થાઓ તેમજ જીવના યોગ-ઉપયોગ આદિનું પરાવર્તન તે
અટાર ભેદ
છે.