________________
૨૦૫
દ્વિતીયદ્વાર
. નરકગતિમાં ઉત્પત્તિ આશ્રયી આ વિરહકાળ કોઈપણ નારકીની વિવક્ષા કર્યા વિના સામાન્યથી જ કહ્યો છે.
જો રત્નપ્રભા આદિ નારકીની અપેક્ષાએ વિશેષ વિચાર કરીએ તો વિરહકાળ આ પ્રમાણે છે–રત્નપ્રભા નારકીમાં ઉત્પત્તિ આશ્રયી ઉત્કૃષ્ટ વિરહ ચોવીસ મુહૂર્ત, શર્કરા પ્રભા નારકીમાં સાત રાત્રિદિવસ, વાલુકાપ્રભા નારકીમાં પંદર દિવસ, પંકપ્રભા નારકીમાં એક માસ, ધુમપ્રભા નારકીમાં બે માસ, તમ.પ્રભા નારકીમાં ચાર માસ, અને તમસ્તમપ્રભા નારકીમાં ઉત્કૃષ્ટ વિરહ છ માસ છે. જઘન્ય દરેક નારકીમાં એક સમય છે
કહ્યું છે કે–હે પ્રભો ! રત્નપ્રભા પૃથ્વીના નારકીઓનો ઉત્પાદ આશ્રયી કેટલો વિરહકાળ કહ્યો છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત કહ્યો છે. તે પ્રભો ! શર્કરામભા પૃથ્વીના નારકીઓમાં કેટલો ઉત્પાદ વિરહકાળ કહ્યો છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાત રાત્રિદિવસ કહ્યો છે. હે પ્રભો ! વાલુકાપ્રભા પૃથ્વીના નારકીઓમાં કેટલો ઉત્પાદ વિરહકાળ કહ્યો છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અમાસ કહ્યો છે. હે પ્રભો ! પંકપ્રભા પૃથ્વીના નારકીઓમાં કેટલો ઉત્પાદ વિરહકાળ કહ્યો છે? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક માસ કહ્યો છે. હે પ્રભો ! ધુમપ્રભા પૃથ્વીના નારકીઓમાં કેટલો ઉત્પાદ વિરહકાળ કહ્યો છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બે માસ કહ્યો છે. હે પ્રભો ! તમ પ્રભા પૃથ્વીના નારકીઓમાં કેટલો ઉત્પાદ વિરહકાળ કહ્યો છે? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાર માસ કહ્યા છે. હે પ્રભો ! નીચે સાતમી તમસ્તમપ્રભા પૃથ્વીના નારકીઓમાં કેટલો ઉત્પાદ વિરહકાળ કહ્યો છે? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ વિરહકાળ કહ્યો છે.''
સંપૂર્ણ મનુષ્ય ક્ષેત્રમાં નિરંતર ઉત્પન્ન થતા સંમૂચ્છિમ મનુષ્યોના ઉત્પાદ આશ્રયી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત વિરહકાળ છે. સંમૂચ્છિમ મનુષ્યપણે કોઈપણ જીવ આવી ઉત્પન્ન ન થાય તો ઉક્તકાળ પર્યત ઉત્પન્ન થતા નથી, ત્યારપછી અવશ્ય ઉત્પન્ન થાય છે.
' કહ્યું છે કે–હે પ્રભો ! સંમૂચ્છિમ મનુષ્યોનો કેટલો ઉત્પાદ વિરહકાળ કહ્યો છે ? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત વિરહકાળ કહ્યો છે.
તથા નિરંતર ઉત્પન્ન થતા વિકસેન્દ્રિય-બેઇન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરિન્દ્રિય તથા સંમૂચ્છિમ તિર્લફ પંચેન્દ્રિય એ દરેકનો ઉત્પાદ આશ્રયી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત વિરહકાળ છે.
ભગવાન્ આર્યશ્યામ મહારાજ પન્નવણા સૂત્રમાં કહે છે કે હે પ્રભો ! બેઈન્દ્રિયનો કેટલો ઉત્પાદ વિરહકાળ કહ્યો છે? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહ્યો છે. એ પ્રમાણે તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય અને સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ એ દરેકનો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત વિરહકાળ કહ્યો છે.” ૫૭
આ પ્રમાણે જીવસ્થાનકોમાં અનેક જીવાશ્રિત ઉત્પત્તિ આશ્રયી અંતર કહ્યું. હવે તે જ જીવસ્થાનકોમાં એક જીવાશ્રયી અંતરનું પ્રતિપાદન કરવા ઇચ્છતા કહે છે