________________
૧૯૮
પંચસંગ્રહ-૧
क्षपकाः क्षीणायोगिनो भवन्त्यनित्या अपि अंतर्मुहूर्तम् ।
नानाजीवान् तदेव सप्तभिः समयैरभ्यधिकम् ॥५३॥ અર્થ–ક્ષપક ક્ષીણમોહી અને અયોગી કેવળીઓ સઘળા અનિત્ય હોય છે, છતાં પણ હોય ત્યારે અંતર્મુહૂર્ણકાળ હોય છે. અને અનેક જીવ આશ્રયી સાત સમય અધિક અંતર્મુહૂર્ત કાળ હોય છે. '
ટીકાનુ—પક-ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સંપરાય તેમ જ સૂક્ષ્મ સંપરાય, તથા ક્ષીણમોહી અને ભવસ્થ અયોગી કેવળી આત્માઓ અનિત્ય છે, હોય છે, તેમ નથી પણ હોતા. પરંતુ જ્યારે હોય છે, ત્યારે જઘન્યથી પણ અંતર્મુહૂર્તકાળ તો હોય છે જ, કેમ કે તે તે ગુણસ્થાનકનો તેટલો કાળ છે. કારણ કે ક્ષપકશ્રેણિમાં તેમજ ક્ષીણમોહ ગુણસ્થાનકે કોઈપણ જીવો મરણ પામતા નથી અને ચૌદમે ગુણસ્થાનકે અંતર્મુહૂર્ત રહી અઘાતિકર્મ ખપાવી મોક્ષમાં જાય છે. એટલે ઉપશમશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિની જેમ ક્ષપકશ્રેણિ અંતર્ગત . અપૂર્વકરણાદિનો જઘન્ય સમય કાળ નથી.
અનેક જીવો આશ્રયી પણ ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિ ગુણસ્થાનકો નિરંતર હોય તો અંતર્મુહૂર્ત કાળ પર્યત જ હોય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે. કારણ કે સંપૂર્ણ ક્ષપકશ્રેણિનો નિરંતરકાળ અંતર્મુહૂર્ત જ છે.
અહીં એટલું વિશેષ છે કે એક જીવાશ્રિત અંતર્મુહૂર્તથી અનેક જીવાશ્રિત અંતર્મુહૂર્ત સાત સમય અધિક જાણવું.
ગાથામાં નાનીવે' એ પદથી એક જીવાશ્રિત અંતર્મુહૂર્તથી અનેક જીવાશ્રિત અંતર્મુહૂર્ત સાત સમય અધિક કહ્યું છે.
અહીં ક્ષપકશ્રેણિના અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોનો એક જીવાશ્રિત કાળથી અનેક જીવાશ્રિત કાળ માત્ર સાત સમય વધારે કહ્યો છે, તેનું શું કારણ ? એ શંકા થાય છે. તેના ઉત્તરમાં ટીકાકાર મહારાજ જણાવે છે કે–એ વચન સૂત્રકારના વચન ઉપરની શ્રદ્ધાથી જ માનવું જોઈએ. આ વિષયમાં અમે અવ્યાહત કોઈપણ યુક્તિ જોતા નથી તેમ કોઈ અન્ય ગ્રંથોમાં આ વિષયમાં કંઈ પણ શંકા સમાધાન નથી.
તથા મિથ્યાષ્ટિ, અવિરતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અને સયોગીકેવળી એ છ ગુણસ્થાનકો અનેક જીવો આશ્રયી હંમેશાં હોય છે જ, તેનો કોઈપણ કાળે વિરહ નથી.
કહ્યું છે કે– મિથ્યાદૃષ્ટિ, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત અને સયોગી કેવળી એ છ ગુણસ્થાનકો નાના જીવો આશ્રયી સર્વકાળ હોય છે. તેથી અનેક જીવો આશ્રયી તે છ ગુણસ્થાનકનું કાળમાન ગ્રંથકારે કહ્યું નથી. કારણ કે તે સુપ્રતીત છે. એક જીવ આશ્રયી તો પહેલાં કહ્યું છે જ. ૫૩
આ પ્રમાણે ભવસ્થિતિ, કાયસ્થિતિ, તથા ગુણસ્થાનકોમાં એક જીવનો અને અનેક જીવનો અવસ્થાન કાળ કહીને હવે એકેન્દ્રિયાદિ જીવોમાં અનેક જીવોની અપેક્ષાએ નિરંતર ઉત્પત્તિનું કાળમાન કહે છે–