________________
૧૯૦
પંચસંગ્રહ-૧ સંશયથી રહિત છે. માટે ‘ાં માણેf' એ વચન ભગવાન આર્યશ્યામ મહારાજનું સમજવું, પરંતુ ભગવાન મહાવીરનું નહિ.
તથા નપુંસકપણાનો નિરંતર કાળ જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. જઘન્ય એક સમયનો કાળ સ્ત્રીવેદની જેમ સમજવો અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તન પ્રમાણ અનંતોકાળ સાંવ્યવહારિક જીવો આશ્રયી સમજવો. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે–હે પ્રભો ! નપુંસકવેદમાં નપુંસકવેદપણે કેટલો કાળ જાય ? હે ગૌતમ ! જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ અનંતકાળ. તેમાં કાળ આશ્રયી અનંત ઉત્સર્પિણી અવસપ્પિણી પ્રમાણ કાળ અને ક્ષેત્ર આશ્રયી અનંતલોક, અથવા આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્ય પુદ્ગલપરાવર્તનના પ્રમાણ કાળ જાય.”
નપુંસકવેદનો આ કાયસ્થિતિકાળ સાંવ્યવહારિક જીવો આશ્રયી કહ્યો છે. કારણ કે અનાદિ નિગોદમાંથી સાંવ્યવહારિક જીવોમાં આવી ફરીથી નિગોદમાં જાય તો તેઓ તેની અંદર : અસંખ્ય પુદ્ગલપરાવર્તન જ રહે છે. અસાંવ્યવહારિક જીવો આશ્રયી અનંતકાળ બે પ્રકારે છે. તે આ પ્રમાણે—જેઓ અસાંવ્યવહારિક રાશિમાંથી નીકળી કોઈ કાળે સાંવ્યવહારિકરાશિમાં આવવાના જ નથી તેવા કેટલાક જીવો આશ્રયી અનાદિ અનંત કાળ છે. એવા પણ અનંતા સૂક્ષ્મનિગોદ જીવો છે, કે જેઓ ત્યાંથી નીકળ્યા નથી, તેમ નીકળશે પણ નહિ. તથા જેઓ અસાંવ્યવહારિક રાશિમાંથી નીકળી સાંવ્યવહારિક રાશિમાં આવશે તેવા કેટલાક જીવો આશ્રયી અનાદિ સાંત કાળ છે. અહીં આવશે એમ જે કહ્યું તે પ્રજ્ઞાપક કાળભાવિ સાંવ્યવહારિક રાશિમાં વર્તમાન જીવો આશ્રયી કહ્યું છે. અન્યથા જેઓ અસાંવ્યવહારિકરાશિમાંથી નીકળી સાંવ્યવહારિકરાશિમાં આવ્યા, આવે છે અને આવશે તે સઘળાના નપુંસકવેદનો કાળ અનાદિસાંત હોય છે.
હવે અહીં શંકા કરે છે કે જીવો અસાંવ્યવહારિકરાશિમાંથી નીકળી શું સાંવ્યવહારિકરાશિમાં આવે છે કે જેથી આ પ્રમાણે પ્રરૂપણા કરો છો ?
ઉત્તર–અસાંવ્યવહારિક રાશિમાંથી નીકળી જીવો સાંવ્યવહારિકરાશિમાં આવે છે. પ્રશ્ન આ શા આધારે જાણી શકાય ? ઉત્તરપૂર્વાચાર્યોના વચનથી.
દુઃષમકાળ રૂપ અંધકારમાં નિમગ્ન જિનપ્રવચનનો પ્રકાશ કરવામાં દીવા સમાન ભગવાનું શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ મહારાજ વિશેષણવતી ગ્રંથમાં કહે છે કે “સાંવ્યવહારિક રાશિમાંથી જેટલા જીવો મોક્ષમાં જાય છે તેટલા જીવો અનાદિ વનસ્પતિ રાશિમાંથી–સૂક્ષ્મનિગોદમાંથી સાંવ્યવહારિકરાશિમાં આવે છે.” ટીકાકાર મલયગિરિજી મહારાજ કહે છે છે––આ સંબંધમાં વિશેષ વિચાર પન્નવણાની ટીકામાં કર્યો છે. માટે અહીં તેનો વિસ્તાર કર્યો નથી. ૪૮
૧. જેઓ અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાં રહેલા છે, કદિ પણ તેમાંથી બહાર નીકળ્યા નથી, તેઓ અવ્યવહારરાશિના જીવો કહેવાય છે. તે સિવાયના બીજા જીવો તથા જેઓ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળી કરી સક્સ નિગોદમાં ગયા હોય તેઓ પણ વ્યવહાર રાશિના કહેવાય છે. જુઓ સપ્તતત્ત્વ પ્રકરણ પૃ. ૨૨.