________________
૧૮૬
પંચસંગ્રહ-૧
पुव्वकोडिपुहुत्तं पल्लतियं तिरिनराण कालेणं । नाणाइगपज्जत्त मणुणपल्लसंखंस अंतमुहू ॥४७॥ पूर्व्वकोटिपृथक्त्वं पल्यत्रिकं तिर्यग्नराणां कालेन । नानाएकापर्याप्तकमनुष्याणां पल्यासंख्यांशोऽन्तर्मुहूर्तम् ॥४७॥ અર્થતિર્યંચ અને મનુષ્યની સ્વકાયસ્થિતિનો કાળ પૂર્વકોટિ પૃથક્ત્વ અધિક ત્રણ પલ્યોપમ છે. અનેક અને એક અપર્યાપ્ત મનુષ્યનો કાળ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને અંતર્મુહૂર્ત છે.
ટીકાનુ—પર્યાપ્ત મનુષ્યો અને પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોના દરેકના આઠે ભવોનો સઘળો મળી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કાળ પૂર્વકોટિ પૃથક્ક્સ અને ત્રણ પલ્યોપમ થાય છે, તે આ પ્રમાણે—
જ્યારે પર્યાપ્ત મનુષ્યો અથવા પર્યાપ્ત સંશી પંચેન્દ્રિય તિર્યંચો પૂર્વના સાતે ભવોમાં પૂર્વકોટિ વર્ષના આયુવાળા થાય, અને આઠમા ભવમાં ત્રણ પલ્યોપમના આયુવાળા થાય, ત્યારે તેઓને સાત ક્રોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કાળ થાય છે.
હવે અપર્યાપ્ત મનુષ્યો અપર્યાપ્ત મનુષ્યપણે ઉપરા ઉપરી ઉત્પન્ન થાય તો કેટલો કાળ ઉત્પન્ન થાય તે કહે છે—અપર્યાપ્ત અનેક મનુષ્યો અપર્યાપ્ત મનુષ્યપણે નિરંતર ઉત્પન્ન થાય તો તેઓનો નિરંતર ઉત્પન્ન થવાનો કાળ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, એટલે કે એટલા કાળ પર્યંત તેઓ નિરંતર ઉત્પન્ન થઈ શકે છે, ત્યારપછી અંતર પડે છે.
તથા વારંવાર ઉત્પન્ન થતા એક અપર્યાપ્તા મનુષ્યનો કાળ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત છે. એટલે કે કોઈપણ એક અપર્યાપ્ત મનુષ્ય ઉપરા ઉપરી અપર્યાપ્ત મનુષ્ય થયા કરે તો તેનો જઘન્ય કાળ પણ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાળ પણ અંતર્મુહૂર્ત છે. તેઓ નિરંતર જેટલા ભવ કરે તેનો સઘળો મળી અંતર્મુહૂર્ત જ કાળ થાય છે. ૪૭ હવે પુરુષવેદાદિની કાયસ્થિતિ કહે છે—
पुरिसत्तं सन्नित्तं सयपुहुत्तं तु होइ अयराणं । थी पलियसयपुहुत्तं नपुंसगत्तं अनंतद्धा ॥४८॥
पुरुषत्वं सञ्ज्ञित्वं शतपृथक्त्वं तु भवत्यतराणाम् । स्त्रीत्वं पल्यशतपृथक्त्वं नपुंसकत्वमनन्ताद्धा ॥४८॥
અર્થ—પુરુષપણાનો અને સંશીપણાનો શતપૃથક્ક્સ સાગરોપમ કાળ છે. સ્ત્રીપણાનો શતપૃથક્ક્સ પલ્યોપમ, અને નપુંસકપણાનો અનંત કાળ છે.
ટીકાનુ—વચમાં અલ્પ પણ અંતર પડ્યા વિના નિરંતર પુરુષપણું પ્રાપ્ત થાય તો જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી શતપૃથક્ક્સ સાગરોપમ પર્યંત પ્રાપ્ત થાય છે, ત્યારપછી અવશ્ય વેદાંતર થાય છે. ગાથામાં મૂકેલ ‘તુ' શબ્દ અધિક અર્થનો સૂચક હોવાથી કેટલાંક વર્ષ