________________
દ્વિતીયદ્વાર
૧૨૫
જીવવાદિ ઘટે છે. આ પ્રમાણે દેવ અને મનુષ્ય ગતિ આશ્રયી પણ વિચાર કરી લેવો.
આ જ ત્રણ ભાંગામાં ચોથો ક્ષાયિકભાવ જોડીએ ત્યારે ચતુઃસંયોગી ભંગ થાય છે. તે આ ઔદયિક ક્ષાયિક ક્ષાયોપથમિક અને પારિણામિક. આ ચતુઃસંયોગે થતા છ ભાંગામાંનો ચોથો ભંગ છે.
આ ભાંગો પણ પૂર્વોક્ત ત્રિક સંયોગી ભાંગાની જેમ ગતિના ભેદે ચાર પ્રકારે થાય છે. તેમાં ઔદયિકભાવે મનુષ્યત્વાદિ ક્ષાયિકભાવે સમ્યક્ત, ક્ષાયોપથમિકભાવે મતિજ્ઞાનાદિ અને પરિણામિકભાવે જીવત્વ અને ભવ્યત્વ હોય છે.
પૂર્વોક્ત ત્રિક સંયોગી ભાંગા સાથે પરામિક જોડીએ ત્યારે પણ ચતુઃસંયોગી ભંગ થાય છે, અને તે આ–ક્ષાયોપથમિક ઔપશમિક ઔદયિક પારિણામિક. આ ચતુઃસંયોગી ભાંગામાંનો ત્રીજો ભંગ છે.
આ ભંગ પણ પૂર્વોક્ત ભાંગાની જેમ ગતિના ભેદે ચાર પ્રકારે થાય છે. માત્ર એટલું વિશેષ છે કે, ક્ષાયિક સમ્યક્તના સ્થાને ઉપશમસમ્યક્ત જાણવું.
પંચસંયોગી ભાંગો શાયિકસભ્યત્વે ઉપશમશ્રેણિ માંડનારને જ ઘટે છે, અન્યત્ર ઘટતો નથી. તે ભાંગો આ પ્રમાણે–ઔદયિક પથમિક શાયિક ક્ષાયોપથમિક અને પરિણામિક. તેમાં ઔદયિકભાવે મનુષ્યગતિ આદિ, ઔપથમિકભાવે ચારિત્ર, ક્ષાયિકભાવે સમ્યક્ત, લાયોપથમિકભાવે મતિજ્ઞાનાદિ, અને પરિણામિકભાવે જીવત્વ અને ભવ્યત્વ હોય છે.
આ પ્રમાણે અવાંતર ભાંગાના ભેદોની અપેક્ષાએ કુલ પંદર ભંગ ઘટે છે.
કહ્યું છે કે –“ઔદયિક લાયોપથમિક અને પરિણામિક એ એક ભંગ ચાર ગતિના ભેદે ચાર પ્રકારે છે. એ ત્રણની સાથે ક્ષાયિક જોડતાં ચતુઃસંયોગી ભંગના પણ ચાર ભેદ થાય છે. અથવા ક્ષાયિકને સ્થાને ઉપશમ જોડતાં પણ ચાર ગતિના ભેદે ચાર ભેદ થાય છે. ૧. આ પ્રમાણે બાર તથા ઉપશમશ્રેણિનો પંચસંયોગી એક ભંગ, કેવળી મહારાજનો ત્રિક સંયોગી એક ભંગ, અને સિદ્ધનો દ્વિક સંયોગી એક ભંગ, આ પ્રમાણે સાન્નિપાતિકભાવના પંદર ભેદ ઘટે છે.” ૨.
- આ પ્રમાણે પંદર ભંગની અપેક્ષાએ દ્વિક ત્રિક ચતુષ્ક અને પંચકરૂપ સાન્નિપાતિકભાવ યુક્ત જીવો હોય છે. ગાથામાં એ જ હકીકત કહી છે. ‘હુતિ વારંવમીહિં બે, ત્રણ, ચાર અને પાંચ ભાવ વડે યુક્ત જીવો હોય છે.
- આ પ્રમાણે ભાવોનું સ્વરૂપ, તેના દ્વિક સંયોગે થતા ભાંગા, તથા કયા કયા ભાંગાઓ કેવી રીતે ઘટે છે તે કહ્યું. હવે ત્રીજી ગાથામાં જીવો ક્યાં રહે છે ? એ પ્રશ્નના ઉત્તરમાં જીવો શરીરમાં રહે છે એમ કહ્યું છે. એ પ્રસંગથી જે જીવો જેટલા શરીરમાં સંભવે છે તેનું પ્રતિપાદન કરે છે–
सुरनेड्या तिसु तिसु वाउपणिदितिरिक्ख चउ चउसु । मणुया पंचसु सेसा तिसु तणुसु अविग्गहा सिद्धा ॥४॥