SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ પંચસંગ્રહ-૧ છે. આવો બોધ ન થાય ત્યાં સુધી મતિજ્ઞાન અને ઉપરોક્ત બોધ થાય ત્યારે શ્રુતજ્ઞાન થયું કહેવાય. પ્રશ્ન—૩૬. યથાપ્રવૃત્તાદિક ત્રણ કરણમાંથી અભવ્ય જીવ કેટલાં કરણ કરે ? ઉત્તર—અભવ્યજીવો માત્ર યથાપ્રવૃત્તકરણ કરે. પ્રશ્ન—૩૭. સામાયિક કેટલા પ્રકારનાં છે ? ઉત્તર—શ્રુત, સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ એમ ચાર પ્રકારે છે. પ્રશ્ન—૩૮. અભયજીવો ચારમાંથી કયું સામાયિક પામે, તેનાથી તેમને શું લાભ થાય ? ઉત્તર—અભવ્યો. ચારમાંથી માત્ર શ્રુત સામાયિક પ્રાપ્ત કરે, તેનાથી સાડા નવ પૂર્વસુધીનો અભ્યાસ કરી શકે. પ્રશ્ન—૩૯. અભવ્યો નવે તત્ત્વો માને કે નહિ ? ઉત્તર—અભવ્યો મોક્ષ સિવાય વધુમાં વધુ આઠ તત્ત્વો માને. પ્રશ્ન—૪૦. અભવ્ય જીવો જો મોક્ષને ન માને તો પછી ચારિત્ર શા માટે સ્વીકારે ? અને તેથી શું લાભ થાય ? ઉત્તર—અભવ્યો તીર્થંકર પરમાત્માની ઋદ્ધિ તેમજ તેઓશ્રી પાસે આવતા મહર્દિક દેવો તેમજ ઇન્દ્રાદિકને જોઈને શ્રી તીર્થંકર પરમાત્માની ઋદ્ધિ અથવા દેવ-ઇન્દ્રાદિકપણું પ્રાપ્ત કરવા દ્રવ્ય ચારિત્રનો સ્વીકાર કરે છે, પણ ભાવચારિત્રનો નહિ, અને તેથી નવ ત્રૈવેયક સુધીનાં સુખો મેળવી શકે છે. પ્રશ્ન—૪૧. બંધાયેલ બધાં જ કર્મ ભોગવવાં પડે કે ભોગવ્યા વિના પણ ક્ષય થાય ? ઉત્તર——બંધાયેલ બધાં જ કર્મ પ્રદેશથી અવશ્ય ભોગવવાં જ પડે પણ રસથી ભોગવે પણ ખરા અને ભોગવ્યા વિના પણ ક્ષય થાય ? પ્રશ્ન—૪૨. એવું કયું કર્મ છે કે જે આખા ભવમાં એક જ વાર બંધાય ? ઉત્તર—આયુષ્ય કર્મ. પ્રશ્ન—૪૩. સ્તિબુકસંક્રમ અને પ્રદેશોદયમાં શું ફેર છે ? ઉત્તર—કંઈ પણ ફેર નથી, બંને એક જ છે. પ્રશ્ન—૪૪. મહાવિદેહ ક્ષેત્રમાં પાંચમાંથી કેટલાં અને કયાં કયાં ચારિત્ર હોય. ઉત્તરાવત્કથિક સામાયિક, સૂક્ષ્મસં૫રાય અને યથાખ્યાત એ ત્રણ ચારિત્ર હોય.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy