________________
૧૧૪
પંચસંગ્રહ-૧
બે, વચનયોગમાં પર્યાપ્ત-અપર્યાપ્ત વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એમ આઠ અને કાયયોગમાં એકેન્દ્રિયના માત્ર ચાર જીવસ્થાનક બતાવેલ છે. જયારે ચતુર્થ કર્મગ્રંથમાં વચનયોગમાં પર્યાપ્ત બેઇજિયાદિ માત્ર પાંચ જીવસ્થાનો બતાવેલ છે.
(૬) ભગવતીજી આદિ સૂત્રમાં અવધિદર્શનમાં ૧થી ૧૨, કર્મગ્રંથાદિકમાં ૪થી ૧૨ અને આ જ ગ્રંથમાં ગાથા ૨૦માં ૩થી ૧૨ અને ગાથા ૩૦ની ટીકામાં ૧થી ૧૨ ગુણસ્થાનક કહ્યા છે.
(૭) અહીં વિર્ભાગજ્ઞાનમાં સંશી-પર્યાપ્ત એક અને ચતુર્થ કર્મગ્રંથમાં સંશી-પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે જીવભેદ કહ્યા છે.
(૮) ઉપશમ સમ્યક્તમાં શતકબૂચૂર્ણ આદિના મતે સંજ્ઞી-પર્યાપ્ત એક અને સપ્તતિકા ચૂર્ણકારાદિના મતે સંજ્ઞઅપર્યાપ્ત-પર્યાપ્ત એમ બે જીવભેદ હોય છે.
(૯) અહીં તેમજ કર્મગ્રંથાદિકમાં ક્ષપકશ્રેણિમાં આતપ અને ઉદ્યોતનો ક્ષય નવમા ગુણસ્થાનકે અને અપર્યાપ્ત તથા અપ્રશસ્ત વિહાયોગતિનો ચૌદમાના દ્વિચરમ સમયે ક્ષય કહ્યો છે.
જ્યારે આવશ્યક ચૂર્ણકારે નવમા ગુણસ્થાનકે અપર્યાપ્ત તથા અપ્રશસ્ત વિહાયોગતિનો અને ચૌદમાના દ્વિચરમ સમયે આતપ-ઉદ્યોતનો ક્ષય કહ્યો છે.
(૧૦) કેટલાક આચાર્યો ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય વગેરે આઠ કષાયોની વચ્ચે થીણદ્વિત્રિકાદિ સોળ પ્રકૃતિઓનો અને કેટલાક આચાર્યો થીણદ્વિત્રિકાદિ સોળ પ્રકૃતિઓની વચ્ચે આઠ કષાયોનો ક્ષય માને છે.
(૧૧) ગ્રંથકાર વગેરે ઉપશમશ્રેણિના આરંભક અપ્રમત્ત સંયત જ કહે છે ત્યારે કેટલાક આચાર્યો ચોથાથી સાતમા ગુણસ્થાનકવર્તી જીવો કહે છે.
(૧૨) અહીં તેમજ અન્ય કેટલાક ગ્રંથોમાં અનંતાનુબંધિનો ઉપશમ કરીને પણ ઉપશમશ્રેણિ કરે છે એમ કહ્યું છે ત્યારે કેટલાક ગ્રંથોમાં અનંતાનુબંધિનો ક્ષય કરીને જ ઉપશમશ્રેણિ માંડે છે એમ કહ્યું છે.
(૧૩) કર્મગ્રંથાદિકના મતે ઉપશમ અને ક્ષપક એમ બંને શ્રેણિઓ એક જ ભવમાં કરી શકાય જયારે સિદ્ધાંતના મતે એક ભવમાં બેમાંથી એક જ શ્રેણી કરી શકાય છે.
(૧૪) કેટલાક આચાર્યોના મતે કેવળી ભગવંતને મત્યાદિ ચાર જ્ઞાનો નહિ માત્ર કેવળજ્ઞાન જ હોય જયારે કેટલાક આચાર્યોના મતે પાંચ જ્ઞાનો હોય છે.
(૧૫) અહીં સ્ત્રીવેદ અને પુરુષવેદમાં પર્યાપ્ત-અપર્યાપ્ત અસંજ્ઞી અને સંજ્ઞી પંચેન્દ્રિય એમ ચાર જીવભેદ કહ્યા છે. અને ભગવતીજી સૂત્ર વગેરેમાં અસંજ્ઞીનાં બંને જીવસ્થાનોમાં નપુંસકવેદ જ કહ્યો છે.
પ્રશ્ન-૨૮. મિશ્ર ગુણસ્થાનકે જ્ઞાન હોય કે અજ્ઞાન ?
ઉત્તર–જો આ ગુણસ્થાનકે સમ્યક્વમોહનીયનો ભાગ ઉદયમાં વધુ હોય તો મુખ્યત્વે જ્ઞાન અને જો મિથ્યાત્વ મોહનીયનો ભાગ વધારે ઉદયમાં હોય તો મુખ્યત્વે અજ્ઞાન, અને જો બંનેનો સરખો ભાગ ઉદયમાં હોય તો અજ્ઞાનમિશ્રિત જ્ઞાન હોય છે. જુઓ આ ગ્રંથની ગા-૨૦