________________
પ્રથમદ્વાર-સારસંગ્રહ વધુ નિર્મળ થયેલ છે. માટે સમ્યગ્દષ્ટિ જ કહેવાય.
જો અબદ્ધાયુ હોય તો આ સાતનો ક્ષય કર્યા પછી ચારિત્ર મોહનીયનો ક્ષય કરવા અવશ્ય યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણો અપ્રમત્તાદિ ત્રણ ગુણસ્થાને અનુક્રમે કરે. ત્યાં અપૂર્વકરણ ગુણસ્થાનકે આયુ વિના દરેક કર્મોનો સ્થિતિઘાતાદિ વડે ઘાત કરે છે. પરંતુ મધ્યમ આઠ કષાયોનો એવી રીતે વાત કરે છે કે નવમા ગુણસ્થાનકના પ્રથમ સમયે માત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ રહે.
ત્યારબાદ તે આઠ કષાયનો ક્ષય કરતાં કરતાં અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયા પછી એકેન્દ્રિય જાતિ વગેરે સોળ પ્રકૃતિઓનો પ્રથમ ઉકલના સંક્રમથી અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારથી ગુણસંક્રમ વડે સંપૂર્ણપણે નાશ કરી બાકી રહેલ આઠ કષાયોનો નાશ કરે, પરંતુ અન્ય આચાર્યોના મતે પ્રથમ સોળ પ્રકૃતિઓનો ક્ષય કરતાં કરતાં વચમાં મધ્યમ આઠ કષાયોનો ક્ષય કરી શેષ સોળ પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય કરે, ત્યારબાદ અંતર્મુહૂર્ત કાળે નવ નોકષાય અને ચાર સંજવલનનું અંતરકરણ કરે અને તે પછી પુરુષવેદે
શ્રેણિનો આરંભ કરનાર પ્રથમ દ્વિતીય સ્થિતિમાં રહેલ નપુંસકવેદને ઉદ્દલના દ્વારા અને ' પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ થયા બાદ ગુણસંક્રમ દ્વારા અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ ક્ષય કરે
છે. એ જ પ્રમાણે અંતર્મુહૂર્તમાં સ્ત્રીવેદનો અને ત્યારબાદ હાસ્યષકનો ક્ષય કરે છે. વળી તેના ક્ષયની સાથે જ પુરુષવેદના બંધ ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે. ત્યારબાદ અવેદક એવો તે સમયપૂન બે આવલિકાકાળે પુરુષવેદનો પણ સંપૂર્ણ ક્ષય કરે છે. આ સ્ત્રીવેદે શ્રેણિ માંડનાર પહેલાંની જેમ પ્રથમ અંતર્મુહૂર્તમાં સ્ત્રીવેદનો ક્ષય કરે છે તેમજ તે જે સમયે પુરુષવેદનો બંધ અટકે છે ત્યારબાદ અવેદક એવો તે હાસ્યષક અને પુરુષવેદ એ સાતનો સમકાળે ક્ષય કરે છે. અને નપુંસકવેદે શ્રેણિ માંડનાર પ્રથમ કહેલ રીતે જ પ્રથમ નપુંસક
અને સ્ત્રીવેદનો એકીસાથે જ ક્ષય કરે છે તથા તે જ સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ કરી અવેદક . એવો તે ત્યારબાદ હાસ્યષક અને પુરુષવેદનો સમકાળે ક્ષય કરે છે. અહીં ત્રણે વેદનાં પ્રથમ સ્થિતિમાં રહેલ દલિકને જે વેદનો ઉદય હોય તેને ભોગવીને અને અન્ય બે વેદનાં આવલિકા માત્ર દલિક હોય તેનો સ્ટિબુકસંક્રમથી ક્ષય કરે છે.
હવે પુરષદે શ્રેણિનો આરંભ કરનાર આત્મા જે સમયે અવેદક થાય તે જ સમયથી સંજવલન ક્રોધ જેટલો કાળ ઉદયમાં રહેવાનો છે તેટલા કાળના અશ્વકર્ણકરણાદ્ધા, કિટ્ટિકરણાદ્ધા અને કિટ્ટિવેદનાદ્ધા એમ ત્રણ વિભાગ કરે છે.
ત્યાં અશ્વકર્ણકરણોદ્ધામાં ઉપરની સ્થિતિમાં રહેલ ચારે સંજવલનનાં અનંતા અપૂર્વસ્પદ્ધકો કરે છે. અને કિકિરણોદ્ધામાં વાસ્તવિક રીતે અનંતી છતાં ભૂલ જાતિની અપેક્ષાએ એકેક સંજવલનની ત્રણ ત્રણ એમ બાર કિઠ્ઠિઓ કરે છે. જો માનના ઉદયે શ્રેણિનો આરંભક હોય તો સંજવલન ક્રોધનો નપુંસકવેદની જેમ ક્ષય કરી શેષ માન આદિની નવ અને જો માયાએ શ્રેણિનો પ્રારંભક હોય તો નપુંસકવેદની જેમ સંજવલન ક્રોધ, માનનો ક્ષય કરી માત્ર માયા તથા લોભની છે અને જો લોભે શ્રેણિનો આરંભક હોય તો નપુંસકવેદની જેમ ક્રોધાદિ ત્રણનો ક્ષય કરી માત્ર