SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-૧ : अपमत्तुवसन्तअजोगि जाव सव्वेवि अविरयाईया । वेयगउवसमखाइयदिट्ठी कमसो मुणेयव्वा ॥३२॥ अप्रमत्तोपशान्तायोगिनः यावत्सर्वेऽप्यविरताद्याः । वेदकोपशमक्षायिकसम्यग्दृष्टयः क्रमशः मन्तव्याः ॥३२॥ અર્થ—અવિરતિથી આરંભી અપ્રમત્ત ઉપશાંતમોહ અને અયોગીકેવળી સુધીનાં ગુણસ્થાનકો અનુક્રમે વેદક, ઉપશમ અને ક્ષાયિકસમ્યગ્દષ્ટિ માર્ગણામાં જાણવાં. ટીકાનુ–અહીં પદનો સંબંધ અનુક્રમે કરવો. તે આ પ્રમાણે–અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી અપ્રમત્ત સુધીનાં ચાર ગુણસ્થાનકો વેદકસમ્યક્તમાર્ગણામાં હોય છે, અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી ઉપશાંતમોહ સુધીનાં આઠ ગુણસ્થાનકો ઉપશમસમ્યક્તમાર્ગણામાં હોય છે. અને અવિરતિસમ્યગ્દષ્ટિથી આરંભી અયોગીકેવળી સુધીનાં અગિયાર ગુણસ્થાનકો ક્ષાયિક સમ્યક્તમાર્ગણામાં હોય છે. મિથ્યાષ્ટિ સાસ્વાન અને મિશ્ર સમ્યક્ત માર્ગણામાં પોતપોતાના નામવાળું એક એક ગુણસ્થાનક ગાથામાં નથી કહ્યું છતાં જાણી લેવું. ૩૨. आहारगेसु तेरस पंच अणाहारगेसु वि भवंति । भणिया जोगुवयोगाण मग्गणा बंधगे भणिमो ॥३३॥ आहारकेषु त्रयोदश पञ्चानाहारकेष्वपि भवन्ति ॥ भणिता योगोपयोगानां मार्गणा बन्धकान् भणामः ॥३३॥ અર્થ-આહારકમાં તેર અને અણાહારકમાં પાંચ ગુણસ્થાનક હોય છે. આ પ્રમાણે યોગોપયોગમાર્ગણા કહી. હવે બંધકનું વર્ણન કરીશ. ટીકાનુ–પ્રથમ ગુણસ્થાનકથી આરંભી સયોગી કેવળી સુધીનાં તેર ગુણસ્થાનકો આહારકમાર્ગણામાં હોય છે. અનાહારકમાર્ગણામાં પહેલાં બે ગુણસ્થાનક, અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક, અને છેલ્લાં બે સયોગી કેવળી અને અયોગી કેવળી એમ પાંચ ગુણસ્થાનક હોય છે. તેમાં પહેલા, બીજા અને ચોથા ગુણસ્થાનકે વિગ્રહગતિમાં અણાહારિપણું છે. તેરમે સમુદ્યાતાવસ્થામાં ત્રીજે, ચોથે અને પાંચમે સમયે અણહારિપણું છે. અને ચૌદમા ગુણસ્થાનકવાળા આત્માઓ શરીરનો અભાવ હોવાથી અણાહારી જ હોય છે. આ પ્રમાણે યોગોપયોગમાર્ગણા નામનું પહેલું દ્વાર પૂર્ણ થયું. હવે બંધક નામના બીજા દ્વારનું પ્રતિપાદન કરીશું. ૩૩.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy