________________
૭૬
પંચસંગ્રહ-૧
લોભમાં સૂક્ષ્મસં૫રાય સુધીનાં, અને છ લેશ્યામાં ચતુર્થગુણસ્થાનક સુધીનાં ગુણસ્થાનકો હોય છે.
ટીકાનુ—ત્રણ વેદમાર્ગણામાં અને ક્રોધ, માન અને માયા એ ત્રણ કષાયમાર્ગણામાં મિથ્યાદૃષ્ટિથી આરંભી અનિવૃત્તિ બાદર સંપરાય સુધીનાં નવ ગુણસ્થાનકો હોય છે. તથા લોભમાર્ગણામાં મિથ્યાદૃષ્ટિથી આરંભી સૂક્ષ્મસંપરાય સુધીનાં દશ ગુણસ્થાનકો હોય છે. અને છ લેશ્યા માર્ગણામાં પ્રથમ ગુણસ્થાનકથી આરંભી અવિરતિસમ્યગ્દષ્ટિ સુધીનાં ચાર ગુણસ્થાનકો હોય છે. ૨૯.
अपुव्वाइसु सुक्का नत्थि अजोगिम्मि तिन्नि सेसाणं । मीसो एगो चउरो असंजया संजया सेसा ॥३०॥
अपूर्व्वादिषु शुक्ला नास्त्ययोगिनि तिस्त्रः शेषाणाम् ॥ मिश्र एकश्चत्वारोऽसंयताः संयताः शेषाः ॥३०॥
અર્થ—અપૂર્વકરણાદિમાં શુક્લલેશ્યા હોય છે, અયોગીમાં એક પણ લેશ્યા હોતી નથી, અને શેષ ગુણસ્થાનકોમાં ત્રણ લેશ્યા હોય છે. તથા મિત્રે એક, અને અસંયતે ચાર ગુણસ્થાનકો હોય છે. તથા શેષ ગુણસ્થાનકો સંયતને હોય છે.
ટીકાનુ—અપૂર્વકરણથી આરંભી સયોગી ગુણસ્થાનક સુધીનાં સઘળાં ગુણસ્થાનકોમાં એક શુક્લલેશ્યા જ હોય છે, અન્ય કોઈ લેશ્યા હોતી નથી. અયોગી કેવળી ગુણસ્થાનકે કોઈપણ લેશ્યા હોતી નથી, કારણ કે ત્યાં યોગનો અભાવ છે. જ્યાં સુધી યોગ છે, ત્યાં સુધી જ લેશ્યા હોય છે. બાકીના દેશવિરતિ પ્રમત્ત અને અપ્રમત્ત સંયતને તેજો, પદ્મ અને શુક્લ એ ત્રણ શુભલેશ્યા હોય છે. દેશવિરતાદિને આ ત્રણ શુભ લેશ્યાઓ દેશવિરતિ આદિ પ્રાપ્ત કરતાં હોય છે એમ સમજવું. અન્યથા છયે લેશ્યાઓ હોય છે. કહ્યું છે કે ‘સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિકાળે ત્રણ શુભલેશ્યા જ હોય છે, અને પ્રાપ્ત થયા પછી સઘળી લેશ્યાઓ પરાવર્તન પામે છે.' તથા મનોયોગ, વચનયોગ માર્ગણાએ અયોગીકેવળી વર્જીને શેષ તેર ગુણસ્થાનકો હોય છે. તથા મતિ, શ્રુત, અવધિજ્ઞાન માર્ગણામાં અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી ક્ષીણમોહ સુધીનાં નવ ગુણસ્થાનકો હોય છે. મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં પ્રમત્તસંયતથી આરંભી ક્ષીણમોહ સુધીનાં સાત ગુણસ્થાનકો હોય છે. કેવળજ્ઞાન કેવળદર્શનમાર્ગણામાં સયોગી અને અયોગી કેવળી એ બે ગુણસ્થાનક હોય છે. મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાનમાર્ગણામાં
કેટલાક મંદ ભેદો ઉપરના ગુણસ્થાનકે પણ પ્રતીયમાન થાય છે અને તે અત્યંત મંદ હોવાથી ગુણને બાધક થતા નથી. જેમ પિત્તાદિ દોષો સઘળા જીવોને હોય છે, પરંતુ જો તે ઉત્કટ ન હોય તો બાધક થતા નથી, તેમ ઉપ૨ ઉપ૨ના ગુણસ્થાને અત્યંત મંદતાને પ્રાપ્ત થયેલા તે વેદો બાધક થતા નથી. જુઓ મૂળ ટીકા
ગા ૨૯.
૧. સર્વવિરતિ પ્રાપ્ત થયા પછી સઘળી લેશ્યાઓ હોય છે, એમ ઉપર કહ્યું, તેમાં સર્વવિરતિ પ્રમત્ત ગુણસ્થાનક ગ્રહણ કરવું. અપ્રમત્તે તો હંમેશાં શુભ લેશ્યા જ હોય છે. આ રીતે છ લેશ્યા માર્ગણાએ છ ગુણસ્થાનક સંભવે છે.