________________
૪૧
લવાદી ચર્ચામાં પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ કરેલું નિરૂપણ ]
“તિથિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગેનો નિર્ણય કરવાને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓમાં, બારમે મુદ્દો નીચે મુજબને છે – “(૧૨) બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ, ચૌદશ, પૂનમ, અમાસ, ભાદરવા સુદ ૪ અને કલ્યાણક
તિથિઓ પૈકી જે કઈ પણ પર્વતિથિની વૃદ્ધિ હેય, તેને માટે બે બીજ આદિ મનાય, લખાય અને બોલાય, તે તેથી વિરાધનાને પાત્ર થવાય? કે તેમ માનવા આદિને બદલે તે વૃદ્ધા તિથિની પહેલાં જે પહેલી અપર્વતિથિ હોય તેને બે એકમ આદિ રૂપે મનાય, બેલાય અને લખાય તે
મૃષાવાદ આદિ દોષોના પાત્ર બનાય?” આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે શ્રી જૈન શાસનમાં જેટલી તિથિઓને પર્વતિથિઓ તરીકે માનવાની આજ્ઞા ફરમાવવામાં આવી છે, તે તિથિઓમાંની કેઈ પણ તિથિની વૃદ્ધિ આવી હોય, ત્યારે તે વૃદ્ધા તિથિના પ્રથમાવયવસ્વરૂપને અને દ્વિતીયાવયવસ્વરૂપને ખ્યાલ રાખીને, એક તિથિના ગણાતા બે દિવસમાં પહેલા દિવસે વૃદ્ધા તિથિની પ્રથમા તિથિ અને બીજા દિવસે વૃદ્ધા તિથિની દ્વિતીયા તિથિ–એવી સંજ્ઞા થાય જ. અર્થાત્ બીજ આદિની વૃદ્ધિએ બે બીજ આદિ માની શકાય, લખી શકાય અને બોલી શકાય. માત્ર તેના નામાંકિત કાર્યને માટે પહેલી બીજને અવગણીને બીજી બીજને સ્વીકાર કરાય. આ સંબંધમાં મુદ્દા –૮–૯ ના વિવેચન પ્રસંગે શાસ્ત્રપાઠ મૂકીને સ્પષ્ટતા કરેલી છે. બે બીજને બે બીજ આદિ રૂપે માનવા, લખવા કે બોલવાથી વિરાધનાને પાત્ર થવાય, એવું તે વૃદ્ધા તિથિના સ્વરૂપને અને પર્વારાધનની આજ્ઞાને યથાર્થપણે નહિ સમજનાર જ કહી શકે. પ્રત્યુત, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી બે બીજો આદિ આવી હોય તે છતાં પણ તેને બદલે બે એકમ આદિ અને બે પૂનમ-અમાસ આવી હેય તે છતાં પણ તેને બદલે બે તેરશ આદિ માનવાનું, લખવાનું અને બોલવાનું જે કહે છે, તેને અનુસરાય તે મૃષાવાદ આદિ દેના પાત્ર બનવાની આપત્તિમાં જ મૂકાઈ જવું પડે. - “તિથિદિન” અને “પર્વારાધન” સંબંધી મન્તવ્યભેદને અંગેના નિર્ણયને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓમાં તેરમે મુદ્દો નીચે મુજબને છે – : : ' (૧૩) જે પર્વતિથિને ક્ષય થયો હોય, તે પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય તે તે અપર્વતિથિના
એક જ દિવસે ગૌણુ–મુખ્ય રીતિએ બન્ને ય તિથિઓને વ્યપદેશ થઈ શકે કે નહિ?” આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે-જે પર્વતિથિને ક્ષય આવ્યો હોય, તે પર્વતિથિની પૂર્વની તિથિ અપર્વતિથિ હોય તે પણ, તે અપર્વતિથિના એક જ દિવસે ગૌણમુખ્ય રીતિએ અપર્વતિથિ અને પર્વતિથિ બને ય તિથિઓને વ્યપદેશ થઈ શકે. ચેથા મુદ્દાના વિવેચનમાં આ વાતને શાસ્ત્રપાઠથી સિદ્ધ કરવામાં આવી છે, એટલે અત્રે વિસ્તાર કરતા નથી. . “તિથિદિન” અને “પર્વારાધન” સંબંધી મન્તવ્યભેદને અંગેના નિર્ણયને માટે તારવવામાં આવેલા ૨૫ મુદ્દાઓમાં, ચૌદમે મુદ્દે નીચે મુજબને છે –
“(૧૪) જે પર્વતિથિને ક્ષય થયો હોય, તે પતિથિની પૂર્વની તિથિ જે પર્વતિથિ હોય તે પૂર્વની તે પર્વતિથિના . . દિવસે બન્ને ય પર્વતિથિઓના આરાધક બની શકાય કે નહિ ? તેમ જ એક દિવસે બે કે બેથી વધુ
પને વેગ થઈ જતું હોય તે તે સર્વ પર્વોના તે એક જ દિવસે આરાધક બની શકાય કે નહિ?” ' આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે-જે પર્વતિથિને ક્ષય આ હોય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org