________________
લવાદી ચર્ચામાં પૂ. આ॰ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજીએ કરેલું નિરૂપણુ ]
33
અભિગ્રહી પૂનમના ક્ષચે, ચૌદશે ચૌદશ-પૂનમ બન્નેયના આરાધક બન્યા થકા, અપાનને ગ્રહણુ કરીને છઠે તપના પૂરક બને છે! સાન્તર તપ કરવાની ઇચ્છાવાળા તે, પછીના વર્ષે તે કલ્યાણકતિથિથી યુક્ત એવા દિવસને ગ્રહણ કરીને જ પેાતાના અભિગ્રહને પૂર્ણ કરે છે.’
ગ્રન્થકારશ્રીએ આવા ભાવના ઉત્તર આપીને, અદ્રેતન પર્વતિથિના ક્ષયે પ્રાચીન પર્વતિથિએ બન્ને ય પર્વતિથિઓનું વિદ્યમાનપણું હોવાથી, મન્ને ય પર્વતિથિઓનું આરાધન એક જ દિવસે થાય— એ વાતને પુષ્ટ કરી છે તેમજ તેમણે જે છઠ તપના અભિગ્રહના દાખલા આપ્યા છે, તેથી પણ પૂનમના ક્ષયે તેરશે ચૌદશ અને ચૌદશે પૂનમ કરવાની કોઈ રીતિ તે વખતે શ્રી તપાગચ્છીય જૈન સમાજમાં વિદ્યમાન નહિ હતી—એમ પૂરવાર થાય છે.
હવે, આ બધી વિગતોના ઉપસંહાર કરતાં પૂર્વે, અમે એક વાત જણાવી દેવાને ઇચ્છીએ છીએ. અત્યાર સુધીમાં અમેએ જે જૈન શાસ્ત્રપાઠા આપ્યા છે અને હવે પછી જે જૈન શાસ્ત્રપાઠો આપીશું, તેમાં અમારો આશય મૂળ વિવાદાસ્પદ વસ્તુના જ ખરા-ખોટાપણાને જણાવવાના હાઇને, તે તે પાઠામાંનાં સર્વ પદાનો અર્થ આપવાનું ધારણ અમે સ્વીકાર્યું નથી, પણ તે તે પાઠામાંની મુખ્ય મુખ્ય બીનાઓના ભાવને જ રજૂ કરવાનું ધેારણ અમે સ્વીકાર્યું છે. ‘ આપેલા પાઠામાંનાં અમુક પદાના અગર અમુક વાકયોના અર્થ કે ભાવ કેમ નથી આપ્યા ?’–એવા પ્રશ્નને અવકાશ ન મળે, એટલા માટે જ આટલા ખૂલાસા કરી દેવામાં આવ્યા છે.
ઉપર રજૂ કરેલી સર્વે મીનાએથી સિદ્ધ થાય છે કે—
(૧) જે દિવસે જે પર્વતિથિ યતિથિ તરીકે મળતી હાય, તે દિવસે તે પર્વતિથિ ન મનાય, તા પર્વલાપના દોષને પાત્ર બનાય.
(૨) જે દિવસે જે પર્વતિથિના ભાગવટો ન હોય, તે દિવસે તે તિથિ માનવી–એ આરાપ છે અને આપ એ મિથ્યાજ્ઞાન છે.
(૩) જે દિવસે જે તિથિના ભાગવટા ન હોય, તે દિવસે તે તિથિના વ્યપદેશ કરવા એ સ્પષ્ટ પૃષાભાષણ જ છે.
(૪) આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી પૂનમ-અમાસના ક્ષયે તે ક્ષયના બદલામાં તેરશના ક્ષય કરીને તેરશે ચૌદશ અને ચૌદશે પૂનમ અગર અમાસ કરવાનું, પૂનમ–અમાસની વૃદ્ધિએ તે વૃદ્ધિના બદલામાં તેરશની વૃદ્ધિ માની ચૌદશને ખીજી તેરશ બનાવી તથા પહેલી પૂનમ કે અમાસે ચૌદશ માનવાનું, ભા. સુ. પના ક્ષયે તે ક્ષયના બદલામાં ભા. સુ. ૩ ના ક્ષય કરીને ભા. સુ. ૩ ના દિને ભા. સુ. ૪ માનવાનું અને ભા. સુ. ૫ ની વૃદ્ધિએ ભા. સુ. ૩ ની વૃદ્ધિ માનીને ભા. સુ. ૪ ને ભા. સુ. ત્રીજી ત્રીજ બનાવી ભા. સુ. પહેલી પાંચમે ભા. સુ. ૪ માનવાનું કહે છે, પણ જૈન શાસ્ત્રધારાને અનુસરતા શ્રી તપાગચ્છીય જૈન સમાજમાં, સત્તરમી સદીમાં પણ, તેવી હેરફેર કરવાની રીતિ વિદ્યમાન હતી જ નહિ.
(૫) સાથે સાથે રહેલી પર્વતિથિઓમાં અગ્રેતના પર્વતિથિના ક્ષયે પ્રાચીના પર્વતિથિના એક દિવસે જ અગ્રેતના અને પ્રાચીના બન્ને ય તિથિઓના આરાધક બની શકાય છે. (આમાં ચૌદમા મુદ્દા વિષેનું અમારૂં મન્તવ્ય સ્પષ્ટ થઈ જાય છે. )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org