________________
૧૦
[ જૈન દૃષ્ટિએ તિથિરિન અને પર્વરાધન-સંગ્રહવિભાગ અજ્ઞાનનું નાટક છે--આ પ્રમાણે અહંતતિથિભાસ્કરમાં કાશીના વિદ્વાનોએ પ્રગટ કરેલે મત પ્રામાણિક છે, એમ હું જાહેર કરૂં છું.” તા. ૭–૧–૧૦.
દનૃસિંહનાથ ત્રિપાઠી. (૨૩) એમ. એ. (M. A. સંસ્કૃત-હિંદી-દર્શન) એલ. એલ. બી. (L. L. B.), સાહિત્યાચાર્ય, વિદ્યાભૂષણ વગેરે અનેક પદ્ધીથી અલંકૃત, “કાલવિન તાલુકેદાર કોલેજ લખનૌમાં સંસ્કૃતના મુખ્ય અધ્યાપક, શ્રી રાજમંગલનાથ ત્રિપાઠીની અનુમતિ --
“તિથિઓના પ્રવેશાદિ સંબંધમાં શહુ પંચાંગ જ પ્રમાણ છે, તેથી તેણે કહેલ કોઈ પણ તિથિના કાળને સહેજ પણ આગળ પાછળ કરી શકાય જ નહિ–એ આધાર પર અહીંતતિથિભાસ્કરમાં કાશીના ૫ડિતાએ પ્રતિષ્ઠાપિત કરેલે આચાર્ય શ્રી રામચન્દ્રસૂરિજીને મત શાસ્ત્ર-સિદ્ધાન્ત તરીકે હેવામાં મારી અનુમતિ છે.” તા. ૮-૧-૫૦
દ, રાજમંગળનાથ ત્રિપાઠી. (૨૪) ગવર્મેન્ટ ઈટ કેલેજ, ઝાંસી મહાવિદ્યાલયમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ, કાવ્યતીર્થ, સાહિત્યાચાર્ય, પંડિતપ્રવર શ્રી રઘુવરપ્રસાદ શુકલ મહદયની અનુમતિ –
શ્રી ઉમાસ્વાતિ આચાર્યના “ક્ષયે પૂર્વી”...વાળા વચનથી ક્ષયવૃધ્ધિવાળી પર્વતિથિઓની આરાધનાને માત્ર દિવસ નિર્ણિત થાય છે, પરંતુ નહિ કે પચાંગે કહેલ તેના પ્રવેશાદિકાળને નિષેધ કરાય છે,--આ મત કાશીના વિદ્વાનોએ અહંતતિથિભાસ્કર નામના નિબંધમાં પ્રકાશિત કર્યો છે, તેને હું આનંદ સાથે પ્રમાણિક તરીકે વધાવી લઉં છું.”
દા, રધુવરપ્રસાદ શુક્લ, (૨૫) ગોરખપુર નગરે બાલમુકુંદ મહાવિદ્યાલયમાં સંસ્કૃત વિભાગના મુખ્ય અધ્યાપક, સાહિત્યાચાર્ય, વ્યાકરણાચાર્ય, પંડિતવર્ય શ્રી અવધેશનાથ મિશ્રનું સમર્થન --
ક્ષયે પૂર્વા...”વાળું વચન પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિને માનનારૂં છે, તેમ જ તેની આરાધનાને દિવસ નક્કી કરે છે; પણ નહિ કે પંચાંગે કહેલા તે તિથિના સમયને આઘે પાછો કરે છે–આધા કાશીના વિદ્વાનોએ અહંતુતિથિભાસ્કરમાં દર્શાવેલા શાસ્ત્રીય પદાર્થનું હું સમર્થન કરૂં છું.” માઘ વદી ૫, સં. ૨૦૦૫.
દ: અવધેશનાથ મિશ્ર, (૨૬) ગવર્મેન્ટ ટ્રેનિંગ કેલેજ-ગોરખપુર નામના વિદ્યાલયમાં સંસ્કૃત વિભાગના મુખ્ય અધ્યાપક, વ્યાકરણાચાર્ય, પંડિત શ્રી રમાપતિ ચતુર્વેદીની સંમતિ --
ક્ષયે પૂર્વા–વાળું વચન પર્વતિથિઓની આરાધનાને દિવસ જણાવે છે, પરંતુ નહિ કે પંચાંગે સૂચવેલા તેના સ્વાભાવિક સમયમાં ફેરફાર કરી શકેઆવા અહંતતિથિભાસ્કરે પ્રતિષ્ઠિત કરેલા શ્રી રામચન્દ્રસૂરિ છના પક્ષને શાસ્ત્ર-સંમત અને યુક્તિ-સંમત માનું છું.” તા. ૮–૧–૫૦
દ: રમાપતિ ચતુર્વેદી. (૨૭) ધર્મસંઘ સંસ્કૃત મહાવિદ્યાલય-લખનૌના પ્રધાન અધ્યાપક, સાહિત્યભૂષણ-વ્યાકરણાચાર્ય વગેરે પીઓવાળા પંડિત શ્રી રામચરિત્ર પાંડેય મહાનુભાવની સંમતિ –
શ્રી જૈન સંઘમાં શ્રીમાન ઉમાસ્વાતિના પ્રઘોષ તરીકે પ્રસિધ્ધ એ ક્ષયે પૂર્વો...વાળે શ્લેક ક્ષીણ તથા વૃધ્ધ પર્વતિથિઓની આરાધનાનો દિવસ માત્ર જણાવે છે; નહિ કે તે તિથિઓના પ્રવેશાદિકાળને આશ્રીને કાંઈ પણ કહે છે–આવા કાશીના વિદ્વાનોએ પ્રગટ કરેલા શાસ્ત્ર અને સતતર્કવાળા મતનું હું સમર્થન કરૂં છું.” તા. ૯-૧-૫૦
દ: રામચરિત્ર પય, (૨૮) રણધીર કેલેજ-કપુરથલા, પંજાબના સંસ્કૃત વિભાગના મુખ્ય અધ્યાપક, અનેક સારા ગ્રંથોના નિર્માણથી પંડિતમંડલીમાં પ્રભાવ પાડનારા, વ્યાકરણાચાર્ય વિદ્વવર શ્રી શ્રીધરાનંદ શાસ્ત્રી ઘિડિયાલ મહાશયની સંમતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org