________________
| [ જૈન દષ્ટિએ તિથિદિન અને પરાધન-સંગ્રહવિભાગ (૧૪) દર્શનશાસ્ત્રના ઉત્કૃષ્ટ પતિ, ગવર્નમેંટ સંસ્કૃત કોલેજના અધ્યાપક, પંડિત રઘુનાથ શર્મા
તિથિના પ્રવેશ-સમાપ્તિ, ક્ષય-વૃધિ આદિ કાલનું પ્રતિપાદન એ તિષ શાસ્ત્ર ઉપર આધાર રાખનારા પંચાંગનું કાર્ય છે, પરંતુ ધર્મશાસ્ત્રનું કાર્ય નથી. એક શાસ્ત્રના અસાધારણ ખાસ વિષયમાં બીજું શાસ્ત્ર અને ઊલટો બાધ કરી શકે નહિ; કારણ કે, બીજા શાસ્ત્રને તે વિષય નથી. એટલા માટે ક્ષયે પૂર્વો...ઈત્યાદિ ધર્મશાસ્ત્રનું વચન તે પર્વતિથિઓના આરાધનાદિવસ માત્રને જણાવનારું છે. કિન્તુ તિથિઓને પંચાંગે કહેલે કાળ ફેરવી નાખનારૂ નથી. તેથી તે મુજબ તિથિકાળના પરિવર્તનને જણાવનાર મત પ્રાદય નથી, એમ હું માનું છું.
દ, રઘુનાથ શર્મા (૧૫) પૂર્વ મીમાંસા–ઉત્તર મીસાંસા (વેદાન્ત) શાસ્ત્રના આચાર્ય, સાહિત્ય-ધર્મ-શાસ્ત્રાદિના પ્રશસ્ત પણ્ડિત, વ્યાખ્યાન-ભાસ્કર, કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના મિમાંસાશાસ્ત્રના અધ્યાપક, પં. સુબ્રહ્મણ્યશાસ્ત્રીજીને અભિપ્રાયઃ
“ચર્ચા કરતાં કરતાં તત્વને નિર્ણય થાય છે, એ ન્યાયે જ્યારે જે વિષયની સાવધાન મનથી તપાસ થાય ત્યારે તેની શુધિ પ્રગટ થાય છે. તદનુસાર જૈનેના પર્વતિથિનિર્ણય અંગે વિચાર કરતાં, હવે આમ નિર્ધાયું છે કે “ક્ષયે પૂર્વોવાળો ઉમાસ્વાતિજીને જે પ્રઘોષ જૈન શાસ્ત્રોમાં વર્ણવે છે, અને જે ક્ષય કે વૃધ્ધિ પામેલી. પર્વતિથિઓની આરાધનાનો દિવસ નક્કી કરે છે, તે પંચાંગની યથાર્થ પ્રમાણિકતાને સ્વીકારીને જ છે. આ જે ભાર્ગ શાસ્ત્રસમ્મત માર્ગ છે અને શિષ્ટ જનેએ આદરેલ છે.
આથી જે ત્રણ ચાર વર્ષ પૂર્વે મારી સમ્મતિ લેવા અને શાસનજયપતાકા મોકલેલી, તેમાં સારી રીતે વિષયની વિચારણા કર્યા વિના બે ત્રણ સ્થાને જોઈ “ સ્થાલીપુલાકન્યાય ” અનુસાર આ નિબંધ શાસ્ત્રાનુસારી હશે, એમ સંભાવના કરી મારી સમ્મતિ આપેલી. હવે આ વિષયની પુરી તપાસ કર્યા પછી “પતાકા ” શાસ્ત્રને અનુસરતી નથી, એમ પ્રમાણપુરસ્સર જણાવું છું અને તે પ્રમાણિક હોવાની ભ્રમણાને દૂર કરી મારા આત્માને ભાર ઉતારું છું, તથા અહંતુ-તિથિ-ભાસ્કરમાં સ્થાપેલા સિધ્ધાન્તનું સમર્થન કરૂં છું. કાશી–મહા વદી ૪, વિ. સં. ૨૦૦૬.
દ, સુબ્રહ્મણ્ય શાસ્ત્રી, (૧૬) સર્વતન્ત્ર-સ્વતન્ત્ર, વિદ્વાનને અનુકરણીય ચરિત્રવાળા, ધર્મને પ્રાણથી અધિક માનનારા, કાશીના વેદવિદ્યાલયના મુખ્ય અધ્યક્ષ, અખિલ ભારતવર્ષીય વર્ણાશ્રમ સ્વરાજ્યસંઘના સંરક્ષક કાશીના પંડિતમાં અલંકારભૂત, પરિડતરાજ શ્રી રાજેશ્વર શાસ્ત્રી દ્રાવિડ મહાભાગની સમ્મતિઃ
તિથિઓના પ્રવેશ-સમાપ્તિ વગેરે સમયના નિર્ણય અંગે પ્રાચીન પ્રામાણિક જ્યોતિષ ગ્રંથના અનુસાર બનેલા શુદ્ધ પંચાંગને કોઈ પણ અપવાદ (ફેરફાર) વિના પ્રમાણ માનવું જોઈએ. એથી પંચાંગે બતાવેલ કોઈ પણ તિથિના ઉદયકાળને ફેરવી શકવાનું જરા પણ સમ્ભવિત બની શકતું નથી. “ પૂર્વવાળું વચન, એ ક્ષયવૃદ્ધિવાળી પર્વતિથિઓને ધર્મકાર્યમાં કેવી રીતે લેવી, એ પ્રશ્નનો ઉત્તર આપે છે, પણ પંચાંગે બતાવેલી તિથિઓના પ્રવેશાદિ કાલને ફેરવવાનું કહેતું નથી. આ શાસ્ત્રોને સિદ્ધાન્ત છે, એવી મારી સમ્મતિ છે.” રામનગર–ભા. કૃ. ૪, રવિ, ૨૦૦૬.
રાજેશ્વર શાસ્ત્રી દ્રાવિડ, કાશી. (૧૭) ન્યાય-વ્યાકરણ–સાહિત્યાચાર્ય, વ્યાકરણ-ભૂષણ વગેરે પદવીધર, રામનિરંજનદાસ-મુરારકા-સંસ્કૃત મહા વિદ્યાલયના અધ્યક્ષ, સ્વર્ગસ્થ મહા મહેપાધ્યાય પણ્ડિતેંદ્ર પૂજ્ય શ્રી હરિહર કૃપાળુ દ્વિવેદીના સુપુત્ર, વિદ્વદર શ્રી બ્રહ્મદત્ત દ્વિવેદી મહાનુભાવનું સમર્થન –
“પ્રામાણિક પંચાંગ સર્વ તિથિઓના પ્રવેશાદિકાલમાં નિરપવાદ પ્રમાણભૂત છે (તિથિનાં પ્રારમ્ભ-સમાપ્તિ ક્યારે તેને નિશ્ચિતપણે નિર્ણય કરાવે છે.) જે પૂર્વોવાળું આચાર્ય ઉમાસ્વાતિજીનું વચન ક્ષયવૃદ્ધિવાળી પર્વ તિથિઓ કયા દિવસે આરાધવી, તેને નિશ્ચય કરાવે છે, પરંતુ નહિ કે પંચાંગકથિત તિથિના સમયનું પરાવર્તન કરાવે છે. આવા કાશીના વિદ્વાનોના મતને અહંત-તિથિ-ભાસ્કર નામનો નિબન્ધ પ્રગટ કરે છે. હું તેનું સમર્થન કરૂં છું.” પટણા (બિહાર) તા ૨૩-૧-૧૦
દા, બ્રહ્મદત્ત દ્વિવેદી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org