SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. જૈન દષ્ટિએ તિયિદિન અને પરાધ તપાગચ્છની શાસિદ્ધ પ્રવૃત્તિને અંગે પ્રશ્નો કર્યા હોય અને ગ્રન્થકારશ્રીએ તે પ્રના શ્રી તપાગચ્છની શાસસિદ્ધ પ્રવૃત્તિના વ્યાજબીપણાને દર્શાવવા સાથે શ્રી તપાગચ્છની તે પ્રવૃત્તિથી ખરતરગચ્છની માન્યતાને સમર્થન મળતું નથી-એ સૂચવનારા ઉત્તર આપ્યા હોય, તેવી રીતિને ગ્રન્થકારશ્રીએ ઉપરનું કથન કરેલું છે. ઉપરના કથનને ભાવ એ છે કે રાખ્યકારીએ જ્યારે ખરતરગચ્છીયને એમ કહ્યું કે-ચૌદશ અને પૂનમ એ બન્નેયનું આરાધ્ધપણું આપણ બનેને સમ્મત છે. હવે જે તમારી કહેલી રીતિને આશ્રય કરાય, તે પૂનમ જ આશધાઈ-એવું થાય અને ચતુર્દશીના આરાધનને અંજલિ દીધા જેવું જ થાય.” વિગેરે. એટલે ખસ્તરગચ્છીયે પ્રશ્ન કર્યો કે-ચતુર્દશીના ક્ષયે અમારી રીતિને આશ્રય કરવાથી, ચતુર્દશીને આશધનને અંજલિ દીધા જેવું થાય અને માત્ર પૂનમની જ આરાધના થાય-એવું તમે કહે છે, તે પૂનમના ક્ષયે તમારી પણ શી ગતિ થાય છે?” અર્થાત- પૂનમના ક્ષયે તમારે પણ પૂનમની આરાધનને તે અંજલિ દીધા જેવું થાય જ છે ને?” આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજી હાલમાં કહે છે તેમ, જે તે વખતે શ્રી તપાગચ્છીય સમજ પૂનમના ક્ષયે તેરશે ચૌદશ અને ચૌદશે પૂનમ-એવી હેરાફેરી કરતો હોત, તે આ પ્રશ્ન ઉપસ્થિત થવા પામત જ નહિ એટલે, આ પ્રશ્ન પણ એ જ પૂરવાર કરે છે કે તે સમયે શ્રી તપાગીય સમાજ પૂનમના ક્ષયે ચૌદશે જ ચૌદશ અને પૂનમ બનેની સમાપ્તિ હેવાથી, ચૌદશે જ ચૌદશપૂનમ એ બનેની આરાધના કરતું હતું અને ચતુર્દશીના અનુષ્ઠાનમાં પૂર્ણિમાના અનુષ્ઠાન સમાવેશ કરતે હતે. ખરતરગચછીથના ઉપરના પ્રશ્નનો ગ્રન્થકારશ્રીએ જે ઉત્તર આપે છે, તે જોતાં પણ અમારા આ કથનને સમર્થન મળે છે, પણ આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીના કથનને સમર્થન મળતું નથી. પૂનમના ક્ષયે તમારી પણ શી ગતિ થાય છે?”—એવા ખરતરગચ્છીયે પૂછેલા પ્રશ્નને ઉત્તર આપતાં, ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે-પૂનમના ક્ષયે ચતુર્દશીમાં ચતુર્દશી અને પૂર્ણિમાએ અનેયનું વિધમાનપણું હેવાના કારણે ચતુર્દશીમાં પૂર્ણિમાનું પણ આરાધન થઈ જ ગયું! ચૌદશે અમે જે પર્ણિમાનું આરાધન કરીએ છીએ, તે ચૌદશમાં પૂનમને આરેપ કરીને કરતા નથી ? કારણ કે પર્ણિમાને ક્ષય હવાથી ચતુર્દશીમાં પૂર્ણિમાની વાસ્તવિક સ્થિતિ છે. તમે તે ક્ષીણ ચતુર્દશીની આરાધના પૂર્ણિમામાં કરે છે, તે પર્ણિમામાં ચતુર્દશીનું બુદ્ધિથી આરોપણ કરીને કરે છે કારણ કે-પૂર્ણિમામાં ચતુર્દશીના જોગવટાની ગંધ અભાવ હોવા છતાં પણ, તમે પર્ણિમાને ચતુર્દશીપણે સ્વીકાર કરી છે અને આપ એ તે મિખ્યાજ્ઞાન છે.” તે વખતે શ્રી તપાગચ્છીય સમાજ જે પૂનમના ક્ષયે તેરશે ચૌદશ માનવાની અને પૂનમની વૃદ્ધિએ પહેલી પૂનમે ચૌદશ માનવાની આચાર્ય શ્રી સગરામૈદસૂરિજી કહે છે તેવી હેરાફેરી કરતે હત, તે બાકાશ્રી આ ઉત્તર આપી શક્ત જ નહિ. કારણ કે-પહેલી પૂનમમાં ચતુર્દશીના ભગવટાની ગંધ સરખી પણ હોય નહિ-એ દેખીતી વાત છે અને ચૌદશ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થતી હોવા છતાં પણ, ચૌદશનું તેરશે આરે પણ કરતા હોત તે અહીં ઉદયતિથિ ચૌદશની વિરાધનાને પ્રશ્ન પણ ઉદભવ્યા વિના રહેત જ નહિ! ગ્રન્થકારશ્રી, કમથી કમ, એ પ્રશ્નને પિતાને અભિગત એ પૂલામ આપવાને માટે પણ, “યતિથિ ચૌદશને છોડીને તેરશે તેનું આયણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005673
Book TitleTithidin ane Parvaradhan tatha Arhattithibhaskar
Original Sutra AuthorN/A
AuthorJain Pravachan Pracharak Trust
PublisherJain Pravachan Pracharak Trust
Publication Year1977
Total Pages552
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy