________________
૩૫૧
...લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટો ]
પ્ર. વૈદ્ય-ધારણ–વ્યવહાર કોને કહેવાય?
ઉ૦ આ. શ્રી સાસ-એક આચાર્યું પ્રાયશ્ચિત્તાદિ વિષયક કરેલ સંકેત બીજા આચાર્ય ઉપર મોકલવામાં આવે છે, તે ધારણા (સંકેત વિષયક).
| (પર્વતિથિ નિર્ણય, પરિ. ૧, પૃ. ૯) [ પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે ધારણ–વ્યવહારની કરેલી આ વ્યાખ્યા વાસ્તવમાં ધારણા-વ્યવહારની નથી પણ આજ્ઞા-વ્યવહારની છે અને તે ય અધૂરી છે. છતક૯૫ ચૂર્ણિમાં પૂ. આચાર્ય ભગવંત શ્રી સિદ્ધસેનસૂરિજી મ. ફરમાવે છે કે___आणा-ववहारो-गीयायरिया आसेविय-सत्थत्था खीणजंघा-बला दो वि जणा पगिट्ठ देसन्तर-निवासिणो अन्नोन्न-समीवमसमत्था गन्तुं जया, तया मइ धारणा-कुसलं अगीयत्थ सीसं गूढत्थेहिं अइयार-पयासेवणेहिं पेसेह त्ति ।
(જીત ૯૫ ચૂર્ણિ, પૃ. ૨, પ્ર. જૈન સાહિત્ય સંશોધક સમિતિ.) અર્થ-આશાવ્યવહાર એટલે જેમણે શાસ્ત્રના અર્થો જાણ્યા છે એવા ક્ષીણ અંધાબળવાળા, તે બને (ગીતાર્થ અને આચાર્ય) દૂર દેશાંતરમાં વસતા હેય, એકબીજાની સમીપ જવા માટે અસમર્થ હોય, ત્યારે મતિ-ધારણામાં કુશળ એવા અગીતાર્થ શિષ્યને ગૂઢ અર્થવાળા અતિચાર પદોના કથનપૂર્વક મોકલે છે.
જ્યારે ધારણ વ્યવહારની વ્યાખ્યા કરતાં એ જ ગ્રન્થમાં ફરમાવે છે કે
धारणा-ववहारो-संविग्गेण गीयत्थेणायरिएणं दवखेत्तकालभावपुरिसपडिसेवणासु अवलोएऊण जम्मि जं अपराहे दिन्नं पच्छित्तं तं पासिऊण अन्नो वि तेसु चेव दवाइएसु तारिसावराहे तं चेव पच्छित्तं देइ; एस धारणा-ववहारो। अहवा वेयावच्चगरस्स गच्छोवग्गहकारिणो फड्डगपइणो वा संविग्गस्त देसदरिसणसहायस्त वा बहुसो पडितप्पियस्स अवसेससुयाणुओगस्स उचितपायच्छित्तट्ठाणदाणधरणं धारणाववहारो भन्नइ ।
(છતકલ્પચૂર્ણિ, પૃ. ૪) અર્થ–ધારણા વ્યવહાર એટલે સંવિગ્ન ગીતાર્થ આચાર્યો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પુરુષ અને પ્રતિસેવના વિષયમાં અવલોકન કરીને, જે અપરાધમાં જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય તે જોઈને, બીજે પણ તે જ દ્રવ્યાદિમાં તેવા અપરાધમાં તે જ પ્રાયશ્ચિત્ત આપે, તે ધારણું વ્યવહાર. અથવા વૈયાવચ્ચને કરનારે, ગચ્છને ઉપગ્રહ (સહાય) કરનારો, ટુકડીને સ્વામી, અથવા સંવિગ્ન, દેશદર્શનમાં સહાયક, અનેક કાર્યોમાં પરોવાયેલે અને જેને સંપૂર્ણ શ્રતને અનુયાગ કાંઈક બાકી હય, એવો શિષ્ય, ઉચિત પ્રાયશ્ચિત્તના સ્થાનકો-પદોનું ગુરુએ કરેલું દાન ધારે, તે ધારણા વ્યવહાર.
પ્રવૈદ્ય-આગમવ્યવહાર અધિકાર કોને?
ઉ૦ આ. શ્રી સા.સૂ-આગમવ્યવહારમાં દશપૂર્વધારીઓ સમજવા. સમગ્ર મૃત-આગમવ્યવહારમાં દશ પૂર્વથી ન્યૂનવાળાને અધિકાર જ નથી.
[ પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. અત્રે “જકારપૂર્વક જણાવે છે કે “સમગ્ર શ્રુતઆગમવ્યવહારમાં-(અહીં શ્રુતવ્યવહારને ઉલ્લેખ કઈ રીતે આવી શકે, તે વિચારણીય છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org