________________
ayo
[ જૈન દષ્ટિએ તિથિરિન અને પર્વરાધન. પરિશિષ્ટ -
[ પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીના પક્ષકાર તરફથી લવાદી નિર્ણય અંગે એક “પર્વતિથિ નિર્ણય' નામનું પુસ્તક વિ. સં. ૨૦૦૧માં પ્રગટ કરવામાં આવ્યું છે. આ પુસ્તકના સંપાદક પંડિત મફતલાલ ઝવેરચંદ છે. પુસ્તકના પરિશિષ્ટ પહેલામાં પાલીતાણા ખાતે લવાદ શ્રી વૈઘ સમક્ષ થયેલ મૌખિક પૃચ્છાની નેધ પ્રશ્નોત્તર રૂપે આપવામાં આવી છે. આ નોંધ અંગે પહેલા પાને કુટનેટમાં જણાવવામાં આવ્યું છે કે- “3. પી. એલ. વૈદ્ય સમક્ષ બને આચાર્યોની પૃચ્છા થઈ તે વખતે હાજર રહેલ પૂ. પં. ચંદ્રસાગરજી મહારાજે જે ઉતારેલ તે મુજબ અક્ષરશઃ તેમની નોંધ પ્રમાણે આપેલ છે.”
આ નેધની શરૂઆત જ વિકૃત રજૂઆતથી કરવામાં આવી છે. પરંતુ સમગ્ર પુસ્તક જ અનેક વિકૃત અને અસત્ય રજૂઆતથી ભરપૂર હઈને આ પરિશિષ્ટમાં પણ તેમ હોય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જો કે આ મૌખિક પૃચ્છાની અમારી પાસે નોંધ ન હોવાથી તે વિષે કાંઈ લખવું અમે ઉચિત ગણતાં નથી. પરંતુ મૌખિક પૃચ્છા અંગે આ ધ લખવાને અમારો ખાસ ઉદ્દેશ તે શ્રી વૈધે પૂછેલા કેટલાક પ્રશ્નોના પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે આપેલા ઉત્તરે શાસ્ત્રથી કેટલા પ્રતિકૂળ છે તે દર્શાવવાને જ છે. પં. શ્રી ચંદ્રસાગરજીએ મૌખિક પૃચ્છાની કરેલી નેંધ જે ખરેખર સત્ય હેય, તે પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના કેટલાક ઉત્તરે તદ્દન શાસ્ત્રવિરૂદ્ધ છે અને તેથી તેનું પરિમાર્જન થવું જરૂરી , તે પ્રશ્નોત્તર અક્ષરશઃ રજૂ કરવા સાથે પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના ઉત્તરોની અશાસ્ત્રીયતા, શાસ્ત્ર પ્રમાણે આપવા સાથે અમે દર્શાવીએ છીએ. -સં૦]
પ્ર. વૈદ્ય-પૂર્વે આજ્ઞાદિ વ્યવહાર હતા હાલ કયો વ્યવહાર છે? ઉ૦ આ. શ્રી સાસૂ–જીતવ્યવહાર.
(પર્વતિથિ નિર્ણય, પરિ. ૧, પૃ. ૯). [ અહીં પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ એકલા છતવ્યવહારનું અસ્તિત્વ જણાવે છે, જ્યારે શ્રી ગુરૂતત્વ વિનિશ્ચય પજ્ઞવૃત્તિમાં મહામહેપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજા ફરમાવે છે કે___ 'स एव' जीतकल्प एव न पुनरिदानी सर्वत्रार्थे, श्रुतादेरपि सत्त्वाच्चतुर्णामनवकाश ઇવ પરામરચ પ્રવૃત્ત. (9. દ્ર/૨).
અથ–તે છતકલ્પ જ દરેક અર્થમાં-વિષયમાં હાલ નથી. શ્રુતાદિ (વ્યવહારો) પણ હેવાથી, જ્યારે ચારેયનો અવકાશ ન હોય ત્યારે જ પાંચમાની પ્રવૃત્તિ છે. 'तदेवं न केवलमिदानीं जीतव्यवहार एवास्ति किन्त्वन्येऽपि सन्तीत्युक्तम् ।
અથ–તેથી આ રીતે હાલ કેવળ છતવ્યવહાર જ નથી પરંતુ બીજા (વ્યવહારો) પણ છે, જે પ્રમાણે કહ્યું.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org