________________
૩૩૯
- લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટો ] પરિશિષ્ટ ૮.
[લવાદી પદ્ધતિએ તિથિપ્રશ્નનું નિરાકરણ લાવવાનો નિર્ણય થયા પછી, બને પૂ. આચાર્ય ભગવંતેની સંમતિપૂર્વક શેઠ શ્રી કરતુરભાઈ દ્વારા વાદપદ્ધતિનું આયોજન એ રીતનું કરવામાં આવેલું કે
પ્રથમ તે બન્ને પૂ. આચાર્ય ભગવંતે પિતાની માન્યતાના મુખ્ય મુદ્દાઓ તારવે. તેની પરસ્પર આપ-લે થાય. પછી બને પૂ. આચાર્ય ભગવંતે પિતાના એ મુદ્દાઓ ઉપરની પિતાની માન્યતાનું વિસ્તૃત નિરૂપણ કરે. તેની પરસ્પર આપ-લે થાય. તે પછી આ રીતે પિતાની પાસે આવેલા પ્રતિપક્ષના તે મુદ્દાઓનું અને તે મુદ્દાઓ ઉપરના પ્રતિપક્ષના નિરૂપણનું ખંડન અને પૂ. આચાર્ય ભગવંત લખે અને તે ખંડનની નકલેની ય આપ-લે થાય.
આ પછી બને પૂ. આચાર્યભગવતે પિતાની પાસેનું આ સઘળું ય સાહિત્ય (એટલે કેપિતાની માન્યતાના મુખ્ય મુદ્દાઓ, તે મુદ્દાઓ ઉપરનું પિતાનું વિસ્તૃત નિરૂ પણું અને પ્રતિપક્ષની માન્યતાના મુખ્ય મુદ્દાઓનું તથા તે મુદ્દાઓ ઉપરના તેના નિરૂપણનું પિતે કરેલું ખંડન-આટલું સાહિત્ય) શેઠ શ્રી કસ્તુરભાઈ ઉપર એટલી આપે. પછી શ્રી કરતુરભાઈ તે સાહિત્ય લવાશ્રીને સેપે. તે બધું બરાબર વાંચીને લવાદશ્રી, શેઠ શ્રી કસ્તુરભાઈની સાથે બને પૂ. આચાર્ય ભગવંતને રૂબરૂમાં મળીને, પિતાને જરૂરી લાગે તે પ્રશ્નો પૂછી લે અને પછી પિતાને લેખિત ચૂકાદે શેઠ શ્રી કસ્તુરભાઈ દ્વારા બન્ને પૂ. આચાર્ય ભગવતેને મોકલી આપે.
વાદપદ્ધતિનું આવું તટસ્થ અને બુદ્ધિપૂર્વકનું આયોજન કરવા સાથે આ આજનના તમામ તબક્કાઓના (એટલે કે-પરસ્પરના મુદ્દાઓની આપ-લે, તે મુદ્દાઓ ઉપરના નિરૂપણની આપ-લે, પ્રતિપક્ષના મુદ્દાઓના અને તે ઉપરના પ્રતિપક્ષના નિરૂપણના ખંડનની આપ-લે તથા આ સઘળાં ય સાહિત્યની શેઠ શ્રી કસ્તુરભાઈ ઉપર રવાનગી–આ ચારેયના અમલ માટેની તારીખે પણ, બન્ને પૂ. આચાર્ય ભગવંતેની સંમતિપૂર્વક શેઠશ્રીએ ગોઠવી આપી હતી. પાલીતાણું છોડતાં પહેલાં, પિતાની નાદુરસ્ત તબિયત છતાં, શેઠશ્રીએ ગોઠવી આપેલી આ વ્યવસ્થાનું પાલન કરવાનું અને પૂ. આચાર્ય ભગવંતેએ સ્વીકાર્યા છતાં, પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજીએ તેનું પાલન કર્યું નહિ, એ આ પ્રસ્તુત ચીટ્રીવ્યવહાર વાંચવાથી સ્પષ્ટ સમજાય છે.
- પ્રતિપક્ષના મુદ્દાઓના અને તે ઉપરના પ્રતિપક્ષના નિરૂપણના પિતે કરેલા ખંડનની નકલ આપવાની પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજીએ શેઠ શ્રી કસ્તુરભાઈને નામે ના પાડી, અને તેથી જ પૂ. આ.શ્રી સાગરાનંદસૂરિજીના મુદ્દાઓના તથા તે ઉપરના તેમના નિરૂપણના પૂ.આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજે કરેલા ખંડનની નકલ પૂ. આ.શ્રી સાગરાનંદસૂરિજીને આપી શકાઈ નહિ. સ્વીકારેલી વ્યવસ્થાને આ રીતે પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજીએ ભંગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org