________________
...લવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટ 1
૩૨૩
આચાર્ય શ્રી આનંદસાગરજી સાથે આશરે એક કલાક સુધી વાટાઘાટ થઈ હતી તે ઉપરથી અમારી ખાતરી થઈ હતી કે, તે સમાધાન કરવાની ઈચ્છા ધરાવતા હતા નહિ. વિત’ડાવાદ અને કદાગ્રહ તેમનાં વચનેામાં સ્થળે સ્થળે દૃષ્ટિગાચર થયા હતા. તેમણે જે શતા કરી હતી તેમાંની પ્રાયશ્ચિત્તની શરત અવહેવારૂ હતી એમ અમેાએ તેમને તુરત જ જણાવી દીધું હતું. પ્રાયશ્ચિત્ત કરવું કે નહિં તે વ્યક્તિગત પ્રશ્ન છે. જો આચાર્ય શ્રી વિજયરામચંદ્રસુરિજીને એમ લાગે કે, શ્રી. વૈદ્યને નિર્ણય સ્વીકારી લેવામાં તેમણે ઉતાવળ કરી છે યા ભુલ કરી છે તેા પ્રાયશ્ચિત્ત કરવું એ તેમનેા ધમ છે. પરંતુ સમાધાનનુ ક્ષેત્ર તૈયાર કરવા માટે એવી શરતને પ્રથમ પંક્તિની અગત્યતા આપવી એ સમાધાનના માર્ગમાં આખીલી ઉભી કરવા સમાન છે. અમેએ વિદ્વાન આચાર્યશ્રીને તુરત જ જણાવી દીધું હતું કે આ શરતેાએ સમાધાન થવું અશકય છે કારણ હૈ આચાર્ય વિજયરામચંદ્રસૂરિજી એ શરતના સ્વીકાર કરે એમ અમા માની શકતા નથી. એટલે આ શરતો ઉપર · લેખિત સંમતિ લાવી આપવાની અમાએ કષુલાત આપી હતી એમ જે જણાવવામાં આવે છે તે વાત સત્યથી વેગળી છે.
અહી અમારી વાટાઘાટ સમાપ્ત થઈ હતી. થેાડા દિવસ પછી અમને જ્યારે શેઠ જીવાભાઈ તે મળવાની તક મળી ત્યારે અમારે આચાર્યશ્રી સાગરાન છ સાથે જે વાતચીત થઈ હતી તે વિષે તેમને - વારેફ કર્યાં હતા કે, આ રીતે સમાધાન થવુ` કેવળ અશકય છે અને તેટલા માટે આચાર્યશ્રી રામવિજયજીને મળીને સમજાવવાના પ્રયત્ન કરવા ફોકટ છે. આથી સમાધાનના અમારા પ્રયત્નોને અહીં જ અકાળ અંત આવ્યેા.
અમારે એકજ છેવટના ખુલાસા કરવા જરૂરી છે. સમાધાન માટે અમેએ જે સુચના કરી હતી, તેવી કોઈ સૂચના અમને આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી તરફથી મળી હતી નહિ.
આચાય શ્રી વિજયરામચ ંદ્રસૂરિને અમે આજ સુધી કોઈપણ સ્થળે મળ્યા નથી. સમાધાન માટે તેમના તરફથી અમને કાંઈ પણ સૂચના મળી હતી નહિ. આ સૂચના અમારા મનમાં શેઠ જવતલાલ પ્રતાપડી અને ખીજા અનેક જૈન મિત્રા સાથે થયેલી વાતચીતમાંથી જન્મ પામી હતી.
આ ખુલાસા પ્રગટ કરવાના હેતુ વિદ્વાન આચાર્યશ્રી માનદસાગરજી સાથે વાદવિવાદમાં ઉત્તરવાને નથી. તેમ કરવાની અમારી જરાએ ઈચ્છા પણ નથી. જો આચાર્યશ્રીએ પત્રિકા પ્રગટ કરી ન હોત અને તેમાં અમને અંગત રીતે સબાધીને થયેલી વાતચીતને વિકૃત સ્વરૂપ આપ્યું ન હોત તેા આ ખુલાસા સૂર્યની રોશની જોઈ શકયો ન હેાત. ખાનગી મુલાકાતમાં થયેલી વાતચીતને પ્રસિદ્ધિ આપવામાં આચાય શ્રીએ ચેાગ્ય કર્યુ છે એમ કહી શકાય નહિ. સારામજી પા. કાપડીઆ
[ઉપર છાપેલા સેારામજી પા. કાપડિયાના ખૂલાસાના સંદર્ભીમાં જ નીચે અપાતા કેટલાક પત્ર જોઈ લેવા અને એ જોયા પછી ફરીથી શ્રી કાપડિયાના ઉપરના ખૂલાસે વાંચવા ભલામણ છે. નીચે આપેલા પત્રા, પૂ. શ્રી સાગરજી મહારાજે શ્રી કાપડિયાને આપેલી મુલાકાતની પહેલાનાં છે. તેમાં પ્રથમ પત્ર પ. પૂ. સ્વ. આ. શ્રી ક્ષમાભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પ. પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજ સાહેબ (હાલમાં પ. પૂ. આ. શ્રી મુક્તિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ) ઉપર લખેલા છે. લવાદી ચૂકાદા પછી લગભગ એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org