________________
૩૨૨
[ જૈન દષ્ટિએ તિથિરિન અને પરાધન.. હને પણ તેમાં તેમણે શાસ્ત્રાર્થના મુદ્દાને પ્રધાલપદ આપ્યું હતું અને અોગ્ય લાગાગના મુદ્દાને ગૌણ લખ્યું હતું અને એક મુખ્ય શરત એ કરી હતી કે એ બને મુદ્દા પુરવાર કરી આપવામાં આવે તે આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિએ બને મુદ્દા માટે પ્રાયશ્ચિત-જૈન સમાજ સમક્ષ કરવું જોઈએ. આ શરતે જ લવાદી ઉપર જવાનો પ્રશ્ન ઉપર વિચાર ચલાવવા તેમણે જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ ખુલાસો કર્યો કે જ્યાં સુધી એ બને મુદ્દા પર લવાદી ઉપર જવા માટે અને બનને મુદ્દા તેમની વિરૂદ્ધમાં ચુકવવામાં આવે છે તે માટે પ્રાયશ્ચિત કરવા માટે આચાર્ય વિજયરામચંદ્રસૂરિની લેખિત સંમતિ તમે મારી આગળ રજૂ કરો નહીં ત્યાં સુધી હું તમારી સુયના વિચાર કરવા માટે મારા મનમાં પણ લઈ શકું નહીં.
અમોએ પ્રશ્ન કર્યો કે, જે બન્ને મુદ્દાને ચુકાદો તમારી વિરૂદ્ધ જાય તે શું ?
જવાબ-હું પ્રાયશ્ચિત કરીશ પરંતુ જ્યાં સુધી આચાર્ય રામચંદ્રસૂરિની લેખિત સંમતિ મારી સમક્ષ રજુ નહીં થાય ત્યાં સુધી હું તમારી કોઈ પણ દરખાસ્ત ઉપર વિચાર માત્ર પણ કરી શકે નહિ.
જે લવાદનો નિર્ણય તેમની વિરૂદ્ધ આવે તે આચાર્ય શ્રી પ્રાયશ્ચિત કરવા તૈયાર છે એટલું જ માત્ર જણાવ્યું હતું પરંતુ તે સંબંધી તેમણે કાંઈ પણ શરતે કરી હતી નહીં. પરંતુ એ શરતે તેમણે પોતાની પત્રિકામાં જાહેર કરી છે. આ તેમને ન્યાય પણ એકપક્ષી છે, રામવિજયજી કાંઈ પણ શરત વગર પ્રાયશ્ચિત કરે, જ્યારે આચાર્યશ્રીએ દશ શરતો રજૂ કરી છે તે શરતોનું પાલન થાય તો જ તેઓ પ્રાયશ્ચિત્ત કરે.
લવાદનામા માટે જે બે શરત આચાર્યશ્રી આનંદસાગરજીએ પિતાની પત્રિકામાં જાહેર કરી છે તે શરતે અમોએ રજુ કરી હોય એવો ભાસ તેમના લખાણથી થાય છે; પણ ખરી વસ્તુ એ છે કે એ બનને શરતે ઉ ર જણાવ્યું છે તેમ આચાર્યશ્રી બે રજૂ કરી હતી અને કાંઈ પ’ ગેરસમજી ની ન થાય તે માટે તેમણે એક કાગળની નાની કાપલી ઉપર અમને તે જ વેળા લખાવી હતી. એ કાપલી અમારી પાસે હજી પણ મોજૂદ છે અને તે નીચે મુજબ છે :
આચાર્ય શ્રી જયારે એ શરતે લખાવતા હતા રે અમોએ તેની શરૂઆત નીચે મુજબ સૂચવી હતી :
(૧) લવાદનું અપ્રમાણિકપણું.. આચાર્યશ્રીએ એ શબ્દો સ્વીકારવા ના પાડી. તેમની ભાષામાં નીચે મુજબ શરતે લખાવી હતીઃ– ૧, શાસ્ત્રાર્થ શબ્દના સ્વીકાર માટે પ્રાયશ્ચિત.
૨. લવાદના અપ્રમાણિકપણે માટે હું કે મારા પક્ષને કેઈ પણ મનુષ્ય કારણભૂત કે સલાહકારક હોય તે પ્રાયશ્ચિત કરવું,
આ ઉપરથી વાચકવર્ગ જોઈ શકશે કે, આ બે શરતો જે રૂપમાં પત્રિકામાં રજૂ થઈ છે તે અમારા તરફની હતી નહી, એ બને શરતનું સૂચન અને તેની ભાષારચના આચાર્યશ્રી સાગરાનંદજીની છે, તે છતાં તેમણે એ શરતે અમે રજૂ કરી હોય અને તે ઉપર આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીની લેખિત સંમતિ લાવી આપવાની અમેએ કબૂલાત આપી હોય એમ જૈન સમાજને દેખાડવા તેમણે પોતાની પત્રિકામાં પ્રયત્ન કર્યો છે અને તેટલા માટે જ આ લંબાણ ખુલાસે કરવાની અમને દુઃખદાયક ફરજ પડી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org