________________
...લુવાદી ચર્ચાને અંગેનાં પરિશિષ્ટ ].
૩૨૧
શ્રી સાગરાનંદજીએ જણાવ્યું કે, લાંચ-રૂશ્વત અપાઈ પણ હોય પરંતુ તે અમે પુરવાર કરી શકતા નથી પરંતુ એટલું તે અમે પુરવાર કરી શકીએ છીએ કે, લવાદ શ્રી. વૈદ્ય ઉપર બહારની લાગવગ ચલાવી હાલને ચુકાદો અપ્રમાણિકપણે મેળવવામાં આવ્યું છે. તેના અમારી પાસે અને બીજા સાધુઓ પાસે અનેક પુરાવાઓ છે.
એ પછી આચાર્ય શ્રી આનંદસાગરજીએ આ ચુકાદાની તેમની દૃષ્ટિએ જે ગંભીર ખામીઓ છે તે વિષે બહુજ કડક અને રૂક્ષ ટીકા કરી હતી. ખાસ કરીને તેમાં વાપરવામાં આવેલા “શાસ્ત્રાભાસ” શબ્દ માટે જેનાં જે શાસ્ત્રો પૂજ્ય છે અને જેને સઘળા જેને ધમપુસ્તકો તરીકે માને છે તેને માટે
શાસ્ત્રાભાસ” એક વચનમાં નહીં પરંતુ બહુવચનમાં એટલે માત્ર એક જ શાસ્ત્ર માટે નહીં પરંતુ એક કરતાં વધુ શાસ્ત્રો માટે વાપરવામાં આવ્યો છે. જેનેનાં જે પૂજ્ય શાસ્ત્રો છે તે તે માત્ર શાસ્ત્રાભાસ રજૂ કરે છે એવા શ્રી. વૈદ્યના અભિપ્રાયનો આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિએ સ્વીકાર કરી અઘોર પાપ કર્યું છે અને એવા સાધુને ઉઘાડા પાડવા એ અમારૂં કર્તવ્ય છે.
આચાર્યશ્રી તરફના સઘળા માન સાથે અમોએ જણાવ્યું કે અમારી જે મૂળ સૂચના છે તેની સાથે શાસ્ત્રાર્થ અને લવાદના નિર્ણય યા નિર્ણય કરવાની પદ્ધતિ વિગેરે આપે રજૂ કરેલા અનેક મુદ્દાઓ સાથે કંઈ પણ સંબંધ નથી. અમારી મૂળ સૂચના માત્ર એક જ મુદ્દા ઉપર રચાઈ છે અને તે એ છે કે લવાદ ઉપર બહારની લાગવગ યા દબાણ અગ્ય ચલાવવામાં આવ્યું છે કે નહિ? જે ચલાવવામાં આવ્યું હોય તે તે કોના તરફથી ચલાવવામાં આવ્યું છે ? એ મુદ્દા ઉપર તટસ્થ ત્રીજી વ્યક્તિ પાસે બંને પક્ષે નિર્ણય માંગ. બંને પક્ષે આ નવા લવાદ પાસે મૌખિક અને લેખિત જુબાનીઓ રજૂ કરવી. - જે આપશ્રી અને આપના પક્ષકારો બહારની લાગવગ પૂરવાર કરી આપે તે આચાર્ય શ્રી વિજ્ય રામચંદ્રસૂરિ અને તેમના પક્ષકારો શ્રી વૈદ્યનો આખો ચુકાદ તેમને સ્વીકાર્ય નથી એમ શુદ્ધ બુદ્ધિથી જાહેર કરે એમ અમને જણાવવામાં આવ્યું છે એટલે શ્રી. વૈદ્યના ચુકાદાના ગુણદોષમાં ઉતરવાની કોઈ પણ જરૂર રહેતી નથી. લાંચરૂશવત યા અયોગ્ય લાગવગ પૂરવાર થાય એટલે આખે ચુકાદો જ કલિષ્ટ કરે છે. - આ પ્રસંગે આચાર્યશ્રીએ એક મેટું પરબીડિયું અમારી આગળ રજૂ કરીને તે ઉપરના હસ્તાક્ષર શેઠ જીવતલાલના છે કે નહિ એવો પ્રશ્ન પૂછયો હતો અને તેના જવાબમાં અમે અમારી અશક્તિ જાહેર કરી હતી.
આચાર્યશ્રીએ તે પછી શ્રી. વૈદ્યના ચુકાદામાંથી અમુક અમુક ભાગો વિસ્તીર્ણ રીતે સંસ્કૃતમાં વાંચી તેના અર્થો સમજાવી તે વિષે દષાર પણ કર્યું હતું. એ વેળા આચાર્યશ્રી અત્યંત ગંભીરાઈથી પિતાને થયેલા દુઃખની લાગણી વ્યક્ત કરતા હતા. આ દુ:ખની લાગણી તેમનું મુખાવિંદ કહી આપતી હતી.
ઘણા વાદવિવાદ પછી અમોએ તટસ્થ લવાદ તરીકે મી. બમનજી જમશેદજી અરદેશર વાડીઆનું નામ સૂચવ્યું હતું. આચાર્યશ્રીએ એ વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રશ્નને નિર્ણય કરી શકે એમ માનવા પ્રથમ તે ના પાડી હતી. મી. વાડીયા હાઈ કોર્ટના માજી જડજ છે, તેઓ મુંબઈ યુનિવર્સિટિના વાઈસ ચાન્સેલર છે, ગર્ભશ્રીમંત છે, એટલે લાંચરૂશ્વત અને લાગવગથી પર છે એમ અમેએ આચાર્યશ્રીની ખાતરી કરી આપવા જણાવ્યું હતું.
છેવટે આચાર્યશ્રીએ બે મુદ્દા ઉપર લવાદી ઉપર જઈ શકાય એવો સ્વીકાર આડકતરી રીતે કર્યો ૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org