________________
૩૨૦
જૈન દૃષ્ટિએ તિથિદિન અને પારાધન... વિનતિ કરી હતી અને તે મુજબ ગત નવેમ્બર મહિનાના એક શનિવારે અમેએ ગાડીજીના ઉપાશ્રયમાં શ્રી સાગરાનંદજીની મુલાકાત સાંજના સમયે લઈ તેમની સાથે તિથિ અને લવાદના ચુકાદા વિષે ચર્ચા કરી હતી.
આ મુલાકાત ગોઠવવામાં આવી તે પૂર્વે અમારા ભિત્ર શેઠે જીવતલાલ પ્રતાપસી સાથે તિથિ ઝઘડાના સંબંધમાં અનેક વાર વાતચીત થઈ હતી. એ વાતચીત ઉપરથી અમને એમ લાગ્યું હતું કે લવાદના ચુકાદા વિષે જે ગંભીર આક્ષેપે શ્રી સાગરાન∞ અને તેમના પક્ષકારો તરફથી કરવામાં આવે છે, તેના સંબંધમાં અમુક મુદ્દા ઉભા કરી તે એક તટસ્થ અને જૈનેતર હોય એવા વિદ્વાન અને ન્યાયના અનુભવીને લવાદી માટે સોંપવામાં આવે તે આ ઝઘડાનું સમાધાન શકય બની શકે. રોડ જીવાભાઈ એ અમને એવી સૂચના કરી હતી કે, એ વિષે “ મુંબઈ સમાચાર”માં લેખા લખવામાં આવે તે તેની જૈન સમાજ ઉપર અને સાધુસંઘ ઉપર સારી અસર થવાનેા સંભવ છે. શેઠ જીવાભાઈ એ એવા લવાદ તરીકે મુંબઈની હાઈ કોર્ટના માજી જજ મી, બમનજી જમશેદજી અરદેશર વાડીઆનું નામ અમને સૂચવ્યું હતુ. તેમણે અમને જણાવ્યું હતું કે શ્રી સાગરાનંદજી આ સૂચના કબૂલ રાખે તે! હું શ્રી વિજયરામચંદ્રસૂરિજી પાસે જઈ એ સૂચના મુજબ વર્તવા તેમને સમજાવી શકીશ. જે નામ તેમણે સૂચવ્યુ' હતું તેને આચાર્યં શ્રી સાગરાનંદજી સ્વીકાર ન કરી શકે તે વયેવૃદ્ધ અને ધર્માનુરાગી પતિ માલવિયાજી યા બીજા કોઈ પણ વિદ્વાનનું નામ મુંબઈ સમાચાર'માં સૂચવવા તેમણે અમને જણાવ્યું હતું.
.
આ વાતચીત થઈ ગયા પછી ઘણા દિવસે શ્રી. વાડીલાલ અમને મળ્યા હતા અને આચાર્ય શ્રી આનદસાગરજીની મુલાકાત લેવા અમને જ્યારે ફરીવાર તેઓએ આગ્રહ કર્યો ત્યારે શેઠ જીવાભાઈ એ કરેલી સૂચના મુજબ અમુક દરખારત શ્રી સાગરાનજી આગળ રજૂ કરવા અમેએ નિર્ણય કર્યો. એ મુજબ અમેએ શ્રી. વાડીલાલને જણાવ્યું હતું કે, શ્રી સાગરાનંદજીની અમારી મુલાકાત તદ્દન ખાનગી રાખવામાં આવે તેજ અમેા મુલાકાત લઈ શકીએ અને અમારી મુલાકાત વેળા આચાર્યશ્રી સિવાય ખીજું કાઈ હાજર ન રહે. મિત્ર વાડીલાલે તે મુજબ વ્યવસ્થા કરી આપી હતી.
શ્રી. સાગરાનંદજીને પ્રથમ વંદન કરી તેમના સરખા વિદ્વાન, માનનીય, વયેા અને જૈન શાસ્ત્રોના પ્રખર અભ્યાસી મુનિરાજની મુલાકાત કરવાને અમને આજે શુભ અવસર મળ્યા છે તે માટે અમે આચા`શ્રીના ઉપકારી છીએ એમ જણાવી તે પછી તુરતજ મેાએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતુ કે, હું આજે “ મુંબઈ સમાચારના ત ંત્રી તરીકે નહિ અથવા એ પત્રના પ્રતિનિધિ તરીકે નહિ પણ એક ક્ષુદ્ર પરંતુ તટસ્થ વ્યક્તિ તરીકે તિથિચર્ચા અને શ્રી. વૈદ્યના ચુકાા વિષે એક સૂચના રજૂ કરવા માગુ છું, જે જો આપશ્રી સ્વીકારશે તે આજે જૈન સમાજમાં જે ઝઘડાએ ચાલે છે તેનેા અંત આવી જશે અને સમાજમાં ઐકયતા, સુલેહ અને શાંતિ સ્થપાશે અને તેમ થવાથી સમાજની ઉન્નતિ માટે અનેક કાર્યાં ચાજી શકાશે.
તે પછી મૂળ મુદ્દા ઉપર આવતાં અમેએ જણાવ્યું હતું કે આપ એમ કહેા છે કે, લવાદ શ્રી. . વૈદ્યને લાંચ-રૂશ્વતથી ફાડી નાખી શ્રી વિજ્યરામચંદ્રસૂરિએ જે ચુકાદો મેળવ્યેા છે તેને આપશ્રી સ્વીકાર કરી શકતા નથી.
શ્રી સાગરાનંદજીએ તુરત જ જવાબ આપ્યા કે લાંચ રૂશ્વતના આક્ષેપ તેઓએ કર્યાં જ નથી. - તેના ઉત્તરમાં અમેએ જણાવ્યું કે, તમાએ નથી કર્યાં પરંતુ તમારા સબાડાના સાધુઓએ અને તમારા પક્ષકારાએ કર્યાં છે એટલુ જ નહિ પરંતુ અનેક પત્રિકાઓ દ્વારા તે પ્રસિદ્ધ થયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org