________________
૨૯૧
...લવાદી ચર્ચાને અતે આવેલ લવાશ્રીને નિર્ણય ]. એમ કઈ પણ શાસ્ત્રકારે કહ્યું નથી. ઊલટું, સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથમાં દરેક યુગમાં પાંચ-છ તિથિઓ ક્ષીણ જણાય છે જ. યુગના મધ્યમાં પિષની પૂર્ણિમાને અને યુગને અંતે આષાઢની પૂર્ણિમાને ક્ષય પણ તેમાં સ્વીકારાય છે. અને તે ગ્રંથમાં તે ક્ષયને નિમિત્તે આરાધનાની કશી વ્યવસ્થા કરેલી જણાતી નથી. “ક્ષથે પૂર્વ તિથિ : ” એ કે એવા અર્થને જણાવનારું બીજું શાસ્ત્ર તેને માટે હોવું જ જોઈએ. એ શાસ્ત્રને સ્મરણમાં રાખીને જ ઉમાસ્વાતિએઃ “ પૂર્વ તિથિ
' એ કહ્યું હશે. એમ હોવાથી શ્રી સાગરાનન્દસૂરિજી તેને જે અર્થ કરે છે તે અર્થ શાસ્ત્રોને અભિમત નથી અને ન્યાયવિરૂદ્ધ છે, તેથી તે પ્રમાણભૂત થવાને લાયક નથી એવો અમારો નિશંક અભિપ્રાય છે.
વૃદ્ધી કર્યા તથોરા એ ઉત્તર ચરણના આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીને અભિમત અર્થનો વિચાર કરીએ. તેમનો આ અભિપ્રાય છે : જૈન ટિપ્પણમાં તે પર્વતિથિની વૃદ્ધિ જ હોતી નથી, તેથી ઉમાસ્વાતિના વચનના પ્રૉષ તરીકે પ્રસિદ્ધ વૃદ્ધો રથ તથા આ કપાદ, લૌકિક ટિપ્પણ પ્રમાણે આવતી પર્વતિથિના વૃદ્ધિવિષયમાં અનુપયેગી જ છે. આ લેકપાદના પ્રામાણ્ય વિષયે જ અમને સંશય છે. તેથી “ પૂર્વી તિથિઃ વાર્થ' એ શાસ્ત્રનો જ અતિદેશ કરીને લૌકિક ટિપ્પણુ પ્રમાણે આવતી પર્વતિથિની વૃદ્ધિના વિષયમાં પણ એનો જ ઉપયોગ કરે. એમ કર્યો છતે ક્ષે પૂર્વ તિથિઃ વાય એ શાસ્ત્ર અતિદેશ વાક્ય થવાથી તેને આ અર્થ નીકળે છે. તે આ પ્રમાણે પર્વતિથિના ક્ષયમાં (અને વૃદ્ધિમાં) પહેલાંની એટલે પર્વતિથિની અગર બે પર્વતિથિઓની પૂર્વની અપર્વ તિથિનો ક્ષય (અને વૃદ્ધિ) કરવો. આ પ્રમાણે ચૌદશ પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે તેની પૂર્વે આવતી અપર્વ તિથિ તેરશની જ વૃદ્ધિ કરવી. પૂર્ણિમા, અમાવાસ્યા અને ભાદ્રપદની સુદ પાંચમ એ પર્વતિથિઓની વૃદ્ધિ હોય તે, તે પહેલાંની ચૌદશનું અને ભાદ્રપદની સુદ ચોથનું પર્વતિથિપણું હોવાથી, તેની પણ પહેલાંની અપર્વ તિથિ તેરશની અને ભાદ્રપદની સુદી ત્રીજની વૃદ્ધિ કરવી એવો અર્થ સમજ.
આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીને અભિમત એ તે આ અર્થ, મૃગતૃષ્ણિકા(મૃગજળ)રૂપ હોઈને પ્રામાણ્યને પામતો નથી. તિથિનો ક્ષય અને વૃદ્ધિના નિર્ણય માટે પ્રવૃત્ત થયેલા તત્ત્વતરંગિણકાર વગેરે સઘળા ય તપાગીય (ગ્રંથકાર) ઉમાસ્વાતિના વચનના પ્રઘોષ તરીકે પ્રસિદ્ધ આ બન્ને ય ચરણને ઉત્તરોત્તર એક સાથે જ ઉપદેશ છે, એ અનેક સ્થળે જોવામાં આવે છે, તેથી એક ચરયુનું પ્રામાણ્ય છે અને બીજા ચરણનું અપ્રામાણ્ય છે એમ બોલવું, એ પણ યુક્ત નથી. તેથી બને ય ચરણનું પ્રામાણ્ય સ્વીકારવું એગ્ય છે. જે એ બને ચરણેના પ્રામાણ્યને સ્વીકારાય નહિ, તે શ્રુતહાનિ, અશ્રુતકલ્પના એ બન્ને દેના તેઓ ભાગી બને. આમાં આવતા કલ્પનાગૌરવના દેષને તે અધિક વિસ્તારથી બતાવવાની જરૂર નથી. એ પ્રમાણે કે પૂર્વ તિથિઃ વાક્ય એ શાસ્ત્રનો અતિદેશ કરીને તેને વૃદ્ધિના વિષયમાં લાગુ કરવાની યેજના, પ્રમાણભૂત કરવા લાયક નથી એ અમારો નિઃશંક અભિપ્રાય છે.
હવે, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ આ પ્રમાણેના પિતે કરેલા અર્થની પ્રમાણિક્તાને સિદ્ધ કરવાને માટે જે શાસ્ત્રવચનો રજુ કર્યા છે, તેની પરીક્ષા કરીએ છીએ. અહીં એ અવશ્ય કહેવું જોઈએ કે ઉમાસ્વાતિના વચનને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ બતાવેલા ઉપરના માર્ગે અમુક (કઈ પણ) આચાર્ય અર્થ કર્યો છે એવું પ્રત્યક્ષ વચન ક્યાંઈ છે જ નહિ. તેથી તેમણે અનુમાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org