________________
૨૯૨
[ જૈન દષ્ટિએ તિથિરિન અને પર્વોરધન... આશ્રય લઈને પિતાના અભિપ્રાયને અનુસરતા અર્થનું સમર્થન કરવાનું રહે છે. તેઓનું તે અનુમાન જે રીતે પ્રમાણે રૂપ નથી પણ અનુમાનાભાસ છે, તે અમે આગળ વિસ્તારથી પ્રતિપાદન કરીશું. “હીરપ્રશ્નમાં તથા “પૂર્ણિમા અમાવાસ્યાની વૃદ્ધિ હોય ત્યારે તેરશની જ વૃદ્ધિ થાય છે એવું શ્રી વિજયદેવીનું મતપત્રક” એ નામના ચાર પાનાંના પત્રકમાં મળી આવતા ગ્રન્થાશેથી તે અનુમાન સુપ્રતિષ્ઠિત (વ્યાજબી સાબીત) થાય છે, એમ તેઓ માને છે.
તેમાં “હીરપ્રશ્ન” એટલે પ્રશ્નોત્તરના સંગ્રહ રૂપ વિક્રમના ૧૬૫૦ મે વર્ષે રચાયેલો ગ્રંથ છે. આચાર્ય શ્રી હીરવિજયસૂરિને તેમના શિષ્યોએ જે પ્રશ્ન પૂછળ્યા અને તેના તેમણે જે ઉત્તરે આપ્યા, તેના સંગ્રહ રૂપે તેમના શિષ્યોમાંના એક શ્રી કીર્તિવિજયે તે ગ્રથને સંગ્રહીત કરેલ છે. તેમાં દિવબંદરના સંઘે પૂછેલા પ્રશ્નોમાંનો આ એક પ્રશ્ન છે કે-“પાંચમ તિથિ તૂટે ત્યારે તેનું તપ કઈ તિથિએ કરવું અને પૂનમ તૂટે ત્યારે ક્યી તિથિમાં ? એ પ્રશ્ન; તેનો જવાબ-પાંચમની તિથિ તૂટે ત્યારે તેનું તપ પૂર્વની તિથિએ કરાય અને પૂર્ણિમા તૂટે ત્યારે તેરશ ચૌદશે કરાય, ભૂલી જવાય તે પડેવેએ પણ.”
અહીં આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી તિથિક્ષયની પિતાને અભિમત વ્યવસ્થા કલ્પ છે, પણ એ વ્યવસ્થા ત્યાં જણાતી નથી, એ અમારો અભિપ્રાય છે. અમારા મત પ્રમાણે તે, ક્ષીણ તિથિઓમાં તપની વ્યવસ્થા કેમ કરવી, એ અહીં પ્રશ્નનું તાત્પર્ય છે. ઉત્તર તે પાંચમ તૂટેલી હોય તે પાંચમનું તપ એથે કરવું એવો છે. અહીં પાંચમ” એ સામાન્ય નિર્દેશ છે, તે ખાસ કરીને ભાદ્રપદની સુદ પાંચમને જણાવતા નથી. “પૂર્વની” એ શબ્દને “ચતુથી” એવો જ અર્થ ન્યાયથી પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાના તપની બાબતમાં તે ત્રણ તિથિઓનો નિર્દેશ છે. પૂન ર્ણિમાનું તપ તેરશ, ચૌદશ કે પડવેએ કરવું એ જ એ જવાબ વાક્યર્થ છે. પૂર્ણિમાનું તપ પ્રાયઃ એક પ્રકારના અભિગ્રહ રૂપ છે, નહિ કે-તિથિનિયત છે, તેથી તેનું આચરણ પહેલાં કે પછી કરી શકાય છે-એવો એ જવાબનો તાત્પર્યાર્થ છે. એ જ અર્થ જે રીતે “હીરપ્રશ્ન” ગ્રન્થમાંના શ્રી હીરવિજયસૂરિના એક બીજા ઉત્તરથી પણ સિદ્ધ થાય છે તે દર્શાવીએ છીએ. તે આ પ્રમાણે :
જ્યારે ચિદશે કલ્પ વંચાય, અથવા અમાવાસ્યા વિગેરેની વૃદ્ધિએ (બીજી) અમાવાસ્યાએ કે પડવેએ કલ્પ વંચાય, ત્યારે છઠ્ઠ તપ ક્યારે કરવું?”—એ પ્રશ્ન છે; તેનો ઉત્તર- છઠ તપને કરવામાં દિનની નિયતતા નથી, તેથી યથારૂચિ તે કરવું. એમાં આગ્રહ શો ?”
આ પ્રમાણે શ્રી હરિપ્રશ્નનાં વાક્યોથી, સળે પૂર્વ તિથિઃ વાર્યાને જે અર્થ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીને અભિમત છે, તે અર્થ નીકળી શકતો નથી–એમ અમે દર્શાવ્યું.
હવે “પૂર્ણિમા અમાવાસ્યાની વૃદ્ધિમાં તેરશની જ વૃદ્ધિ થાય છે એવું શ્રી વિજયદેવીનું મતપત્રક, શ્રી તિથિહાનિવૃદ્ધિ વિચાર’ એ નામનું ચાર પાનાંનું જે પુસ્તક આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પિતાના માનેલા અર્થના સમર્થન માટે રજુ કર્યું છે તેનો વિચાર કરીએ. દેવસૂર તપાગચ્છના જેનોની આવી આચારપ્રણાલી છે-એમ છતવ્યવહારની સિદ્ધિ દ્વારા તેનું પ્રામાણ્ય સિદ્ધ કરવાને માટે, તેમણે આ પુસ્તક રજુ કરેલું છે. અને આ પત્રક પ્રક્ષિપ્ત છે એવો પંચને ગ્રહ ન થાય માટે તેની બે હસ્તલિખિત પ્રતે, તથા તેમાંની એક હસ્તલિખિતનો ફેટોગ્રાફ તથા છાપેલું પુસ્તક એટલી સામગ્રી પણ તેની પ્રમાણસિદ્ધિ માટે તેમણે અમને આપી છે. આ ચાર પત્રનું પુસ્તક, કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org