________________
...લવાદી ચર્ચાને અન્તે આવેલા લવાદશ્રીના નિર્ણય ]
૨૮૯
તે અર્થ ગ્રહણ કરવા ચાગ્ય નથી, કારણ કે તેમ કરવામાં વાકથાર્થનો નિર્ણય કરવાના નૈતિક સિદ્ધાન્હાની સાથે વિરાધ ખડા થાય છે.
૨. એવા અર્થ બતાવવાને માટે તેઓ તરફથી રજુ કરાએલાં કારણા અમારી બુદ્ધિમાં તેની પ્રમાણિકતાની સિદ્ધિ કરી શકતાં નથી.
૩. આવા અર્થના સમર્થનમાં તેમણે જે શાસ્ત્રો રજુ કર્યા છે તેનું પ્રામાણ્ય જ અમે સ્વીકારતા નથી અને તે શાસ્ત્રોનો તેમણે જે અર્થ પ્રતિપાદિત કર્યાં છે તે પણ અયુક્ત છે.
૪. દેવસૂર તપાગચ્છના જૈનોની આ આચારપ્રણાલી છે માટે જીતવ્યવહારના ખલથી આ અર્થ સિદ્ધ થાય છે એમ જે તે કહે છે, તેમાં તે આચારપ્રણાલીનું જીતવ્યવહારપણું જ સિદ્ધ થતું નથી એવા અમારા મત છે.
અન્ને આચાર્યો આરાધના માટે ઉયની તિથિને જ સ્વીકારે છે, કારણ કે શાસ્ત્રનું એવું પ્રમાણ છે. તે શાસ્ત્ર શ્રાદ્ધવિધિપ્રકરણમાં આ પ્રમાણે છે : ‘ તિથિશ્ર પ્રાતઃ પ્રચાલ્યાનવેજાયાં T: (ચા) સ્વાત્મા પ્રમાળસ્ કૃતિ ' ( તિથિ પ્રાતઃ પચ્ચક્ખાણ વેળાએ જે હેાય તે પ્રમાણભૂત માનવી ) અને પ્રત્યાખ્યાનવેલા એટલે સૂર્યોદયના સમય. આવી સૂર્યોંદયને સ્પર્શનારી તિથિ જ ઔઢચિકી (ઉદયવાળી) તિથિ કહેવાય છે, અને સઘળા ય શ્રી જૈન સંઘ આરાધન માટે એની જ અપેક્ષા રાખે છે. હવે લૌકિક ટિપ્પણમાં જ્યારે કેાઇ તિથિ ક્ષીણુ તરીકે દર્શાવેલી હોય, ત્યારે તેનું સૂર્યોદયને સ્પર્શવાપણું જ હોતું નથી અને તે ન હેાવાથી તેનું ઔયિકતિથિપણું સંભવતું નથી. વળી ક્ષીણુ તિથિનું આરાધન ક્ષીણ થતું નથી, તેા હવે એવી ક્ષીણ તિથિ ઔદયિકી તિથિ શી રીતે બને, એને મીમાંસાપ્રણાલિકાને અનુસરીને વિચાર કરતાં—
‘વિધિપત્યન્તમપ્રાપ્તે '
:
'
એ ન્યાય પ્રમાણે અપૂર્વ વિધિનું વિધાન કરનાર ‘યે પૂર્વી તિથિઃ વ્હાર્યાં ' શાસ્ત્રના આધારે આઠમ વગેરે તિથિ સાતમ વગેરે તિથિમાં કરાય છે. નહિતર, ઉદયવાળી તિથિના અસંભવ થવાથી આરાધનાવિનાશના દોષ શ્રાદ્ધને લાગે છે. ત્યાં અપૂર્વ વિધિનું વિધાન કરનારા આ શાસ્ત્રદ્વારા સાત·મનું સાતમપણું કેવલ અષ્ટમીની આરાધનાના નિમિત્ત પૂરતું દૂર કરીને તેમાં આમપણું સ્થપાય છે. એ રીતે લૌકિક ટિપ્પણમાં આવતી ઉદયવાળી સાતમ, આઠમની આરાધનાના વિષયમાં ઉદયવાળી આઠમ અને છે, ત્યારે જ તેમાં આઠમ સંબંધી તપ વગેરેનું અનુષ્ઠાન સંભવે છે. આમ, અપૂર્વ વિધિ દ્વારા જ, (આઠમના ) ક્ષય હોવા છતાં આમની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે બીજી તિથિઓમાં પણુ.
વૃદ્ધિ પામેલી એ તિથિ ગણાય, કે જે તિથિ સૂર્યોદયના એ વારે સ્પર્શ કરે. એમ હોય ત્યારે બે તિથિએ ઉદયવાળી હાવાથી એ પક્ષ થવાના સંભવ ઉભેા થાય છે, અને એ પક્ષ થવાથી કઈ તિથિએ આરાધન કરવું એવા સંશય મનને મુંઝવે છે. ત્યાં મીમાંસકાની પ્રણાલિકાને અનુસરીને નિયમવિધિને પ્રયાગ કરવા જોઈએ. એ માટે
‘નિયમઃ પાક્ષિઃ સતિ ’
વિધાનના અભાવમાં જે વસ્તુ અત્યન્ત અપ્રાપ્ત રહેવા પામતી હોય તેની પ્રાપ્તિને માટે જે વિધાન કરવું, તેને ‘ વિધિ ' કહેવાય છે. અહીં ‘ ક્ષયમાં પૂર્વની તિથિ કરવી ' એવું વિધાન કરવામાં ન આવે, તે તિથિક્ષયમાં આરાધના તદ્દન અશકય-અપ્રાપ્ત બને, માટે ‘યે પૂર્વાં ’ એ અપૂર્વ વિધિનું વિધાયક વાકય છે.—સં.
૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org