________________
૨૮૮
[ જૈન દષ્ટિએ તિથિદિન અને પરાધી.... સાથે આરાધનીય હતું. સાંવત્સરિક પ્રતિકમણ પછી ચોમાસાની લગભગ સિત્તેર દિવસ-રાતે બાકી રહે છે, અને તે ચોમાસું કાતિકની પૂનમે પૂરું થાય છે એવી તે આ પ્રાચીન પદ્ધતિ હતી.
પરંતુ કોઈપણ કારણને લીધે સાંવત્સરિક પ્રતિક્રમણ માટે ભાદ્રપદની સુદ ચોથ નિર્ધારિત થઈ અને તેના ઉપર આધાર રાખતી ચાતુર્માસિક અને પાક્ષિક પ્રતિકમણની તિથિઓ પણ ફેરવાઈને ચૌદશમાં નકકી થઈ. કેટલાકના મતે પાક્ષિક પ્રતિક્રમણ, પહેલાં પણ ચૌદશનિયત જ હતું. સાંવત્સરિક પ્રતિક્રમણના દિનના ફેરફારને હેવાલ તે યુગપ્રધાન કાલકાચાર્યના કથાનકમાંથી વિસ્તારથી જાણી લે. સંક્ષેપમાં તે આ પ્રમાણે છે-યુગપ્રધાન કાલકાચાર્યજીએ કેઈ રાજાની વિનંતિને માન આપીને, ભાદ્રપદ સુદ પાંચમે નિયત થયેલ ઈન્દ્રમહોત્સવ સાથેનો વિરોધ ટાળવાની ઈચ્છાથી આગમ પ્રમાણેની સાંવત્સરિક પ્રતિકમણની તિથિને થિમાં ફેરવી. ત્યારથી માંડીને આખો ય તપાગચ્છને શ્રી જૈન સંઘ સાંવત્સરિક પ્રતિક્રમણ ભાદ્રપદની સુદ ચેાથે જ આરાધે છે. કાલકાચાર્ય-કથાનકમાં કહ્યું નથી, તે પણ ચાતુર્માસિક પ્રતિકમણતિથિને ફેરફાર પણ તેને લીધે. થયે એમ અનુમાન થાય છે. ત્યારથી માંડીને તપાગચ્છના સર્વ જૈનો ચાતુર્માસિક પ્રતિક્રમણ આષાઢ સુદ ચૌદશે અને સાંવત્સરિક પ્રતિકમણ ભાદ્રપદ સુદ ચોથે કરે છે. અને આ રીતે ભાદ્રપદ સુદી પાંચમનું પ્રધાનપર્વતિથિપણું મટી જ ગયું. અને તે પ્રધાનપણું ભાદ્રપદ સુદ ચોથમાં સ્થપાયું. એ રીતે ભાદ્રપદ સુદ પાંચમનું, પર્વ પછીની પર્વતિથિપણું પણ મટી ગયું. “થીયા પંમિ સમિ' એ શાસ્ત્રને અનુસારે તેનું માત્ર એક સામાન્ય શુભ તિથિપણું જ રહ્યું. આથી, તેની વૃદ્ધિ અને ક્ષયને ઉદ્દેશીને આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ માનેલો ત્રીજની વૃદ્ધિ અને ક્ષય રૂપ ફેરફાર અમને અનાવશ્યક જ જણાય છે.
આઠમો વિવાદાસ્પદ મુદ્દો : ઉમાસ્વાતિના વચનના પ્રૉષ તરીકે પ્રસિદ્ધ “ પૂર્વ તિથિઃ શર્યા વૃદ્ધ વાર્થી તથોત્તર' એ તિથિની વૃદ્ધિ-ક્ષયની વ્યવસ્થાને જણાવનારા શાસ્ત્રને જે અર્થ આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ પોતાના અભિપ્રાય રૂપે કર્યો છે, તેની હવે પરીક્ષા કરીએ. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી તે એમ માને છે કે –
૧. લૌકિક ટિપ્પણ પ્રમાણે આવેલી પર્વતિથિને ક્ષય થાય ત્યારે તેની પહેલાની અપર્વતિથિનો ક્ષય કરવો જોઈએ. આ ૨. લૌકિક ટિપ્પણ પ્રમાણે આવેલી પર્વતિથિની વૃદ્ધિ થાય ત્યારે તેની પહેલાંની અપર્વતિથિની વૃદ્ધિ કરવી જોઈએ.
૩. પાન્તર પર્વતિથિઓન (ચૌદશનું અને ભાદ્રપદની સુદ ચોથનું પર્વતિથિપણું હેવાથી તેની પછીની પર્વતિથિ પૂનમ, અમાસને અને ભાદ્રપદની સુદ પાંચમન) ક્ષય કે વૃદ્ધિ થાય ત્યારે (તેની પહેલાની પર્વતિથિની પૂર્વે આવતી) પૂર્વતર અપર્વતિથિ (તેરશ અને ભાદ્રપદની સુદ ત્રીજ)ની વૃદ્ધિ કે ક્ષય કરવા જોઈએ.
૪. વળી, આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજી એમ માને છે કે દેવસૂર તપાગચ્છના જૈનોની છતવ્યવહારથી સિદ્ધ એવી આ પ્રકારની આચારપ્રણાલી ત્રણ સૈકાઓ થયાં અતૂટ વ્યવહારપરંપરાથી આચરવામાં આવેલી છે. આ વિષયમાં અમારો નિર્ણય આ પ્રમાણે છે
૧. આચાર્ય શ્રી સાગરાનન્દસૂરિજીએ ઉમાસ્વાતિના વચનના પ્રષનો જે અર્થ જણાવ્યું છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org